ભારતનો સૌથી 'બદનસીબ મહેલ...' જે 400 વર્ષથી પડ્યો છે વિરાન, માત્ર એક રાત માટે રાજાએ બનાવ્યો હતો 440 રૂમવાળો આ 7 માળનો મહેલ

Palace In India: ભારત રાજા-મહારાજાઓનો દેશ છે. રાજ પરિવારના મહેલો, કિલ્લામાં કોઈ કમી ન હતી. દરેક મહેલની અલગ-અલગ કહાનીઓ છે. આજે જે મહેલની વાત અમે કરવા જઈ રહ્યા છે. તે મહેલ પોતાનામાં જ એક અજૂબા છે.

Datia Satkhanda Palace

1/6
image

આજે જે મહેલની વાત અમે કરવા જઈ રહ્યા છે. તે મહેલ પોતાનામાં જ એક અજૂબા છે. 400 વર્ષથી કોઈપણ આધાર વગર ઉભો રહેલો આ મહેલ જોવામાં જેટલો સુંદર છે. એટલી જ મહેલની કહાની મનહૂસ છે. લોકો આ મહેલને દેશનો સૌથી કમનસીબ મહેલ પણ કહે છે.

દેશનો સૌથી કમનસીબ મહેલ

2/6
image

મધ્યપ્રદેશના દાતિયામાં બનેલો સતખંડા મહેલ જોવામાં ખૂબ જ સુંદર છે, પરંતુ આ મહેલ 400 વર્ષથી ઉજ્જડ છે. આ મહેલમાં આજ સુધી કોઈ રહ્યું નથી, જેના કારણે લોકો તેને કમનસીબ મહેલ કહે છે. વાસ્તવમાં મહારાજ બીર સિંહ દેવે આ મહેલ બનાવ્યો હતો, પરંતુ બીર સિંહ દેવ અથવા તેમના પરિવારે ક્યારેય આ મહેલનો ઉપયોગ કર્યો નથી, તેથી સતખંડા મહેલને કમનસીબ મહેલ કહેવામાં આવે છે.

કોઈપણ આધાર વગર ઉભો છે 7 માળનો મહેલ

3/6
image

તમને આ જાણીને નવાઈ લાગશે કે, સતખંડા પેલેસ વર્ષોથી કોઈપણ આધાર વગર ઉભો છે. આ મહેલના નિર્માણમાં કોઈપણ પ્રકારના લાકડા કે લોખંડ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. 7 માળના આ મહેલના બે માળ પાણીની નીચે છે. વર્ષ 1620માં દતિયાના રાજા બીર સિંહે 35 લાખ રૂપિયા ખર્ચીને આ મહેલનું નિર્માણ કરાવ્યું હતું. આ મહેલમાં કરવામાં આવેલી કોતરણીને કારણે તેને બનાવવામાં 9 વર્ષનો સમય લાગ્યો હતો. મહેલમાં મંદિર અને દરગાહ બન્ને છે.

440 રૂમવાળો મહેલ

4/6
image

આ મહેલમાં 440 રૂમ, આંગણું, ગાર્ડ, ગાર્ડન વગેરે છે. મહેલમાં સેંકડો વેન્ટ અને બારીઓ બનાવવામાં આવી છે. દૂરથી મહેલ સોનાથી ચમકતો દેખાય છે. આ મહેલ રાજાએ મુઘલ શાસક જહાંગીરના સ્વાગત માટે બનાવ્યો હતો. રાજા બીર સિંહ દેવે શાહજહાંને સિંહાસન પર ચઢવામાં ઘણી મદદ કરી હતી. બીર સિંહ દેવે જહાંગીર પર ઘણા ઉપકાર કર્યા હતા.

મિત્ર માટે મહેલ

5/6
image

તેથી જહાંગીરે તેને ઓરછાના સિંહાસન પર બેસાડ્યો. જ્યારે જહાંગીર તેના મિત્રને મળવા આવ્યો ત્યારે તેમણે દાતિયાના સતખંડા મહેલનું નિર્માણ કરાવ્યું, જ્યાં માત્ર એક રાત માટે મુઘલ શાસક રોકાયો હતો. ત્યારથી તે મહેલ વિરાન જ પડ્યો છે. આ સાત માળની ખુબસુંરત ઈમારતમાં તેમના પછી અહીં કોઈ રોકાયું નથી.

સતખંડા પેલેસની વિશેષતાઓ

6/6
image

સતખંડા મહેલ 7 માળનો છે, પરંતુ બે માળ પાણીમાં નીચે છે. આ મહેલને બનાવવામાં 35 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેને બનાવવામાં 9 વર્ષનો સમય લાગ્યો હતો. આ મહેલમાં મંદિરની સાથે-સાથે એક દરગાહ પણ બનાવવામાં આવી છે.