India Pakistan: ચીન કેમ દર વખતે પાકિસ્તાનને બચાવવા માટે પહોંચી જાય છે? કારણ જાણી હોશ ઉડી જશે

એક અનુમાન મુજબ પાકિસ્તાન પર ચીનનું 30 બિલિયન ડોલર સુધીનું કરજ છે. પાકિસ્તાન ચીન માટે રણનીતિક રીતે પણ ખુબ મહત્વનું છે. 

1/8
image

Why does China always defend Pakistan: ભારતના દુશ્મન પાકિસ્તાન અને વિરોધી ચીન વચ્ચે મિત્રતા છૂપાયેલી નથી. જ્યારે પણ પાકિસ્તાન મુસીબતમાં હોય છે ત્યારે ચીન તેને બચાવવા માટે કૂદી પડે  છે. ચીન અને પાકિસ્તાનની મિત્રતા બંને ભારતના દુશ્મન છે માત્ર એક માત્ર કારણસર નથી. પરંતુ તેની પાછળ એક મોટું બીજુ કારણ છે. આખરે ચીન દર વખતે પાકિસ્તાનને પડખે આવીને કેમ ઊભું રહી જાય છે? તેના વિશે વિસ્તારપૂર્વક જાણો. 

ચીની પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર

2/8
image

ચીને પાકિસ્તાનમાં મોટા પાયે રોકાણ કરી રાખ્યું છે. ચીન પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર(CPEC) અને ગ્વાદર પોર્ટ પાકિસ્તાનમાં ચીનના સૌથી મોટા પ્રોજેક્ટ્સ છે. ઈન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ્સ મુજબ વર્તમાનમાં પાકિસ્તાનમાં ચીનનું રોકાણ 68 બિલિયન ડોલર સુધી પહોંચી ચૂક્યું છે. એટલું જ નહીં પાકિસ્તાન પર ચીનનું દેવું 30 બિલિયન ડોલર સુધી હોવાનું અનુમાન છે. 

રસ્તા, રેલવે, બંદરો સામેલ

3/8
image

CPEC ચીનના બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ (BRI)નો ભાગ છે. આ  કોરિડોર પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને ચીનના શિનજિયાંગ પ્રાંતના કાશગર સાથે જોડે છે. તેમાં રસ્તા, રેલવે, પોર્ટ સામેલ છે. CPEC માં ચીન એટલું બધુ રોકાણ કરી ચૂક્યું છે કે હવે તેમાં પાછળ હટવું તેના માટે મુશ્કેલ છે. 

ગ્વાદર પોર્ટ

4/8
image

ચીન પાકિસ્તાનમાં રણનીતિક રીતે મહત્વનું એવા ગ્વાદર પોર્ટને પણ વિક્સિત કરી રહ્યું છે. આ પોર્ટ દ્વારા ચીન ભારતને પણ કાઉન્ટર કરવા માંગે છે અને પોતાનો માલ પશ્ચિમ એશિયા અને યુરોપમાં પણ પહોંચાડવા માંગે છે. ચીનના મોટાભાગના પ્રોજેક્ટ હજુ પૂરા થયા નથી. આ જ કારણ છે કે ચીન નથી ઈચ્છતું કે પાકિસ્તાનને કોઈ પણ સ્થિતિમાં નુકસાન પહોંચે. 

ચીનનું હથિયાર બજાર

5/8
image

પાકિસ્તાન પોતાની સૈન્ય જરૂરિયાતો માટે સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છે. ચીન પોતાના  JF-17 જેટ, J-10C ફાઈટર વિમાનો અને HQ-9 એર ડિફેન્સ સિસ્ટમ, યુદ્ધ જહાજો, ટેન્ક, તોપો પાકિસ્તાનને વેચે છે. ચીનના હથિયાર બજાર માટે પાકિસ્તાન સૌથી ફાયદાકારક જગ્યા છે. 

પીઓકેનો એક ભાગ

6/8
image

પાકિસ્તાને ચીનને પીઓકેનો એક ભાગ ભેટ તરીકે આપેલો છે. આ ઉપરાંત પાકિસ્તાન ચીન માટે રણનીતિક રીતે પણ મહત્વનો છે. ગ્વાદર પોર્ટના માધ્યમથી ચીનને હિન્દ મહાસાગર અને અરબ સાગર સુધી સીધી પહોંચ મળે છે. મલક્કા જલડમરુમધ્ય પર નિર્ભર ચીનને તેનાથી એક વૈકલ્પિક માર્ગ મળે છે.   

પાકિસ્તાનનો ઉપયોગ

7/8
image

ભારતની વધતી શક્તિને રોકવા માટે તથા ભારતની આર્થિક પ્રગતિના રસ્તામાં રોડો નાખવા માટે ચીન પાકિસ્તાનનો ઉપયોગ કરે છે. પાકિસ્તાનને સમર્થન આપીને ચીન ભારતના ક્ષેત્રીય પ્રભાવને કાબૂમાં કરે છે. પાકિસ્તાનને એક પ્રોક્સી તરીકે ઉપયોગ કરીને ચીન  ભારત સાથે સીધા ઘર્ષણથી બચે છે. તેનો હેતુ પણ પૂરો થાય છે અને ચીને વધુ નુકસાન પણ ઉઠાવવું પડતું નથી. 

ભારતને કાઉન્ટર કરવા માટે

8/8
image

ચીન વૈશ્વિક મંચો જેમ કે સંયુક્ત રાષ્ટ્ર અને વિશવ બેંકમાં પાકિસ્તાનનો બચાવ કરે છે. બદલામાં પાકિસ્તાન ચીનથી કરજ લે છે અને તેના બે કોડીના હથિયારો મોટા ભાવે ખરીદે છે. પાકિસ્તાન જો કે આવું ભારતને કાઉન્ટર કરવા માટે કરે છે પરંતુ વિશેષજ્ઞોનું માનવું છે કે જો આમ જ ચાલતું રહ્યું તો પાકિસ્તાન જલદી ચીનના કરજની જાળમાં ફસાઈને પોતાનો સાર્વભૌમત્વ પણ ગુમાવી શકે છે. (એઆઈ તસવીરોનો પણ ઉપયોગ કરાયો છે)