India- Pakistan 1971ના યુદ્ધ વખતે ભારતે કેમ આપ્યો હતો મોટા પાયે કોન્ડોમનો ઓર્ડર? જાણીને દંગ રહી જશો

Written ByViral Raval
Published: Apr 26, 2025, 11:15 AM IST|Updated: Apr 26, 2025, 11:15 AM IST

India- Pakistan 1971 War: 1971 ના  ભારત પાકિસ્તાનના યુદ્ધમાં ભારતીય સેનાએ એક એવો ઉપાય અજમાવ્યો હતો જેના વિશે જાણીને દરેક દંગ રહી ગયા હતા. તમને પણ એ જાણીને નવાઈ લાગશે પરંતુ એ વાત સાચી છે કે ભારતીય સેનાએ આ વોરને જીતવા માટે ખુબ મોટા પાયે કોન્ડોમનો ઓર્ડર આપ્યો હતો. જાણો આવું કેમ કરાયું હતું. 
 

ભારત-પાકિસ્તાન યુદ્ધની વિચિત્ર કહાની1/8

ભારત-પાકિસ્તાન યુદ્ધની વિચિત્ર કહાની

16 ડિસેમ્બર 1971નો એ દિવસ જ્યારે પાકિસ્તાનના 93000 સૈનિકોએ ભારતીય સેના સામે આત્મસમર્પણ કર્યું હતું. આ યુદ્ધને બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામ  તરીકે પણ ઓળખવામાં આવે છે. આ યુદ્ધ સંલગ્ન એક એવી કહાની જોડાયેલી છે જે તમને સાંભળવામાં અટપટી લાગે પરંતુ તેની પાછળ ખુબ મહત્વનું કારણ પણ છે. યુદ્ધ દરમિયાન ભારતીય નેવીએ માઈનનો ઉપયોગ કરીને પાકિસ્તાની જહાજો પર હુમલો કરવા અને બાંગ્લાદેશને સફળતાપૂર્વક આઝાદ કરાવવા માટે ઢગલો કોન્ડોમનો ઓર્ડર આપ્યો હતો. જાણો આમ કરવા પાછળ શું કારણ હતું. 

કેમ આપ્યો કોન્ડોમનો ઓર્ડર2/8

કેમ આપ્યો કોન્ડોમનો ઓર્ડર

1971ના યુદ્ધમાં  ભારતનો મુખ્ય હેતુ પૂર્વ પાકિસ્તાન (આજનું બાંગ્લાદેશ)ને પાકિસ્તાની સેનાના અત્યાચારોથી મુક્ત કરવાનો હતો. આ દરમિયાન ભારતીય નેવીએ ચટગાંવ પોર્ટ પર પાકિસ્તાની જહાજોને નષ્ટ કરવાની યોજના ઘડી. જેથી કરીને તેમની આપૂર્તિ લાઈનને તોડી શકાય. આ માટે નેવીએ લિમ્પેટ માઈન્સ (Limpet Mines) નો ઉપયોગ કર્યો જે જહાજોની નીચે ચોંટીને વિસ્ફોટ કરનારી નાનકડી માઈન્સ હોય છે.   

આ ઓપરેશનમાં શું મુશ્કેલી હતી3/8

આ ઓપરેશનમાં શું મુશ્કેલી હતી

લિમ્પેટ માઈન્સને જહાજો નીચે ચોંટાડવા માટે ડાઈવર્સે પાણીમાં જવું પડતું હતું. આ માઈન્સનો ટાઈમર 30 મિનિટમાં વિસ્ફોટ કરવા માટે સેટ હતો. પરંતુ પાણીના સંપર્કમાં આવવાથી ટાઈમર ખરાબ થઈ શકતો હતો કે માઈન સમય પહેલા ફાટી શકે તેમ હતી. ડાઈવર્સને માઈન લગાવવા માટે અને સુરક્ષિત બહાર નીકળવા માટે પૂરતા સમયની જરૂર હતી. પરંતુ પાણીમાં માઈનની સુરક્ષા પણ એક પડકાર હતો.   

કોન્ડોમ હતું એકમાત્ર સમાધાન4/8

કોન્ડોમ હતું એકમાત્ર સમાધાન

ભારતીય નેવીએ આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે સેંકડો કોન્ડોમનો ઓર્ડર આપ્યો. કોન્ડોમ લિમ્પેટ માઈન્સ પર ચડાવવામાં આવ્યું જેથી કરીને માઈન પાણીમાં સુરક્ષિત રહે અને સમયસર ફાટે. રિપોર્ટ્સમાં એમ પણ કહેવાયું છે કે આ મિશનમાં  ભારતીય વાયુસેનાએ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. 

પાકિસ્તાની જહાજોને મોટું નુકસાન5/8

પાકિસ્તાની જહાજોને મોટું નુકસાન

કોન્ડોમે માઈનને પાણીમાં સ્થિર રાખી અને ટાઈમરને યોગ્ય સમયે કામ કરવામાં મદદ કરી. જેનાથી ડાઈવર્સ સુરક્ષિત બહાર નીકળી શકતા હતા. આ રણનીતિના કારણે માઈન્સે યોગ્ય સમયે કામ કર્યું અને ચટગાંવ પોર્ટ પર પાકિસ્તાની જહાજોને ભારે નુકસાન પહોંચાડવામાં સફળતા મળી. 

કોન્ડોમથી કરાઈ બંદૂકોની સુરક્ષા6/8

કોન્ડોમથી કરાઈ બંદૂકોની સુરક્ષા

ભારતીય સેનાએ કોન્ડોમનો એક અનોખો ઉપયોગ પણ કર્યો. બાંગ્લાદેશના કીચડ ભરેલા અને દળદળવાળા વિસ્તારોમાં સૈનિકોને પોતાની બંદૂકોને ભીની થતી બચાવવાની જરૂર હતી. સૈનિકોએ બંદૂકોના નાળચા પર કોન્ડોમ ચડાવ્યા. જેથી કરીને કીચડ અને પાણીથી હથિયાર ખરાબ ન થાય. તેનાથી બંદૂકો સૂકી અને ઉપયોગ માટે તૈયાર રહી શકી. 

7/8

ભારતીય નેવીનું ચટગાંવ પોર્ટ અભિયાન ભારતની એ રણનીતિનો ભાગ હતું જેનો હેતુ પાકિસ્તાનની શિપિંગ અને આપૂર્તિ લાઈનોને પંગુ બનાવવાનો હતો. જે 1971ના યુદ્ધ દરમિયાન રણનીતિનો એક મુખ્ય હિસ્સો હતો.   

8/8

13 દિવસ સુધી ચાલેલા આ યુદ્ધમાં ભારતે પાકિસ્તાનને હરાવી દીધુ હતું અને 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેનાના જનરલ એ એ ખાન નિયાઝીએ 93,000 સૈનિકો સાથે આત્મસમર્પણ કર્યું હતું. આ વિશ્વ યુદ્ધ 2 બાદ સૌથી મોટું સૈન્ય આત્મસમર્પણ હતું અને તેના પરિણામ સ્વરૂપે બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું.