Akash Missile System: ભારત સ્વદેશી આકાશ મિસાઈલ સિસ્ટમની મદદથી દુશ્મનોના હવાઈ હુમલાનો જડબાતોડ જવાબ આપી રહ્યું છે. ત્યારે જાણો તેના વિશે.
1/8પાડોશી દેશ પાકિસ્તાન તરફથી ભારત પર સતત ડ્રોન હુમલા થઈ રહ્યા છે. પરંતુ ભારત દર વખતે તેને નિષ્ફળ કરી રહ્યું છે. જેનું કારણ છે ભારત પાસે રહેલી હાઈટેક ડિફેન્સ સિસ્ટમ.
2/8વાત જાણે એમ છે કે ભારત રશિયા પાસેથી મળેલી S-400 ડિફેન્સ સિસ્ટમ અને સ્વદેશી આકાશ મિસાઈલ સિસ્ટમની મદદથી દુશ્મનના કોઈ પણ હવાઈ હુમલાનો એકદમ સટીક અને તરત જવાબ આપી રહ્યું છે.
3/8આકાશ એક શોર્ટ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ સિસ્ટમ છે. જે જમીનથી દુશ્મનના હવાઈ ટાર્ગેટ્સ જેમ કે ડ્રોન, મિસાઈલ, હેલિકોપ્ટર અને ફાઈટર જેટ્સને ગણતરીની પળોમાં તબાહ કરી શકે છે.
4/8આ સંપૂર્ણ રીતે સ્વદેશી મિસાઈલ સિસ્ટમ છે. જેને હૈદરાબાદ સ્થિત ભારત ડાયનામિક્સ લિમિટેડે તૈયાર કર્યું છે. તેના બનાવનારા વૈજ્ઞાનિકનું નામ ડો. પ્રહ્લાદ રામારાવ હોવાનું કહેવાય છે.
5/8ડો. રામારાવે આ સિસ્ટમને બનાવવામાં 15 વર્ષ મહેનત કરી અને જ્યારે આ સિસ્ટમ ફિલ્ડમાં સફળ થઈ તો તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. આ પ્રોજેક્ટના શરૂઆતના ડાયરેક્ટર તરીકે અબ્દુલ કલામે રામારાવને પસંદ કર્યા હતા અને તેમને જ આકાશ પ્રોજેક્ટની જવાબદારી સોંપી હતી.
6/8આ સિસ્ટમ એક વખતમાં અનેક હવાઈ લક્ષ્યાંકને ઓળખીને તેને તોડી પાડવામાં સક્ષમ છે. જેનાતી તે ભીડભાડવાળા યુદ્ધ ક્ષેત્રમાં પણ સારું પ્રદર્શન કરી શકે છે. અત્રે જણાવવાનું કે દરેક આકાશ લોન્ચરમાં 3 મિસાઈલ હોય છે. જે ફાયર એન્ડ ફોરગેટ ટેક્નોલોજી પર કામ કરે છે.
7/8આકાશ એર સિસ્ટમની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ રીતે ઓટોમેટિક છે અને જોખમને રિયલ ટાઈમમાં ઓળખીને તરત જવાબ આપે છે. સરળ શબ્દોમાં કહીએ તો માણસના હસ્તક્ષેપની જરૂર પડતી નથી.
8/8એક સમયે સેનાએ જેને અપનાવવામાં ખચકાટ અનુભવ્યો હતો આજે એ જ આકાશ ભારતની એર ડિફેન્સની પહેલી લાઈન બની ચૂક્યું છે. જે S-400 જેવી મોટી સિસ્ટમ સાથે મળીને દેશને હવાઈ જોખમોથી સુરક્ષિત રાખે છે.