IND VS ENG: ટીમ સિલેકશન પર ઉઠ્યાં ગંભીર સવાલ, આ ખેલાડીઓ સાથે થયો અન્યાય

નવી દિલ્લીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટી-20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. પસંદગી સમિતિએ નવા ચેહરાઓને સ્થાન આપ્યું છે. એક તરફ જ્યાં સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન અને રાહુલ તેવતિયાને આ વખતે તક આપવામાં આવી છે. ત્યાં બીજી તરફ સંજૂ સૈમસન અને કુલદીપ યાદવ સહિત કેટલાંય ખેલાડીઓ એવા છે જેની ટીમથી બહાર કરી દેવામાં આવ્યાં છે. આ ખેલાડીઓને તક ન આપવામાં આવતા ફેન્સ ખુબ જ નારાજ થયા છે. અને પસંદગી સમીતી સામે સવાલ ઉઠવાના શરૂ થઈ ગયા છે.

Feb 21, 2021, 07:18 PM IST
1/4

સંજૂ સૈમસન

સંજૂ સૈમસન

સંજૂ સૈમસનનું આઈપીએલ 2020 અને ઓસ્ટ્રેલિયા સામે લિમિટેડ ઓવરની સીરીઝમાં પ્રદર્શન ખરાબ રહ્યું હતું. જેને કારણે તેને આ સીરીઝમાં તક ન આપવામાં આવી. જોકે, માત્ર એક સીરીઝના આધારા આવા સારા ખેલાડીનું મુલ્યાંકન ન કરી શકાય. સંજૂ સૈમસન એક શાનદાર ખેલાડી છે. અને કપરી પરિસ્થિતિમાંથી ટીમને ઉગારીને જીત અપાવી શકે છે. આવા ખેલાડીને ટીમમાં સ્થાન ન મળ્યું તેના કારણે ફેન્સ ખુબ જ નારાજ થયા છે.

2/4

કુલદીપ યાદવ

કુલદીપ યાદવ

ચાઈનામેન બોલિંગના બાજીગર કહેવાતા કુલદીપ યાદવને પણ આ સિરિઝમાં પડતો મુકવામાં આવ્યો છે. ટી20 સિરિઝમાં કુલદીપ યાદવનું સિલેક્શન ન થતાં પ્રશંસકો ખુબ જ રોષે ભરાયા છે. કુલદીપે અત્યાર સુધી ટીમને ઘણી મેચોમાં જીત અપાવી છે.

 

3/4

મનીષ પાંડે

મનીષ પાંડે

મનીષ પાંડેને ટી20માં 44.31ની ખુબ જ સારી એવરેજ હોવા છતાં ટીમમાંથી હાંકી કાઢવામાં આવ્યો. ક્રિકેટના આ નાના ફોર્મેટમાં આ ખેલાડી ગ્રાઉન્ડ પર ખુબ સારું પ્રદર્શન કરતો આવ્યો છે. તેને પડતો મુકાતા ફેન્સ નારાજ થયા છે. અને સિલેક્શન કમિટિ સામે સવાલ ઉઠાવી રહ્યાં છે.

 

4/4

કુણાલ પંડ્યા

કુણાલ પંડ્યા

હાર્દિક પંડ્યાના ભાઈ કુણાલ પંડ્યાનું ટી20 મેચોમાં ખુબ સારું પ્રદર્શન રહ્યું છે. આ ખેલાડી માત્ર બોલીંગમાં જ નહીં બેટિંગમાં પણ સારું પર્ફોમન્સ આપતો આવ્યો છે. પ્રશંસકોનુ માનવું છેકે, આ ખેલાડીને તક આપવાની જરૂર હતી.