સુટ-બૂટ-ટાઇ, દુનિયા જીતવા આ અંદાજમાં રવાના થઈ વિરાટ સેના, PHOTOS

વિરાટના ધુરંધર ભારતને ત્રીજો વિશ્વ કપ જીતાડવા માટે ઉત્સુક છે અને આજે ઈંગ્લેન્ડ માટે રવાના થયા ત્યારે સૂટ-બૂટ-ટાઇ પહેરેલા ભારતીય ટીમના ખેલાડીઓનો જોશ જોવા લાયક હતો. ભારત વિશ્વકપમાં પોતાના અભિયાનની શરૂઆત 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કરશે. ટીમ 25 અને 28 મેએ ક્રમશઃ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચ રમશે. 
 

ભારતીય ટીમ વહેલી સવારે 4 કલાકે ઈંગ્લેન્ડ જવા માટે રવાના થઈ હતી. 

1/4
image

ઓસ્ટ્રેલિયાની જમીન પર ટેસ્ટ સિરીઝ જીતનાર પ્રથમ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી એવી ટીમની આગેવાની કરશે, જે મેચનું પરિણામ બદલનારી ટીમોથી જરા પણ ઓછી નથી. 9 લીગ મેચોમાં 6માં જીત હાસિલ કરી સેમીફાઇનલ માટે ક્વોલિફાઇ કરવાને ધ્યાનમાં રાખીને યોગ્ય સાબિત થઈ શકે છે. 

2/4
image

વિશ્વ કપ માટે ટીમ ઈન્ડિયાને મજબૂત દાવેદાર માનવામાં આવી રહી છે. વિરાટ કોહલીની સામે સૌથી મોટો પડકાર છે 50 ઓવરોનો આ ક્રિકેટ વિશ્વ કપ. 

3/4
image

કોહલીની આગેવાનીનો લિટમસ ટેસ્ટ પણ આ ટૂર્નામેન્ટમાં થશે. 2019 વિશ્વ કપ કોહલીની આગેવાનીની દશા અને દિશા નક્કી કરી શકે છે. કોહલીની પાસે કપિલ દેવ અને એમએસ ધોનીની ક્લબમાં સામેલ થવાની તક હશે. 

4/4
image

વિરાટ કોહલી અને એમએસ ધોનીની આગેવાનીની સ્ટાઇલ અલગ છે. વિરાટ, ધોનીની જેમ સફળતાના નવા કીર્તિમાન બનાવશે અને ટીમ ઈન્ડિયાને સવાલોના સમયમાંથી આગળ લઈ જશે તેને લઈને બધાની નજર ટકેલી છે.