Team India: ખુબ રસપ્રદ છે આ ભારતીય ખેલાડીની લવ સ્ટોરી, 15 મિનિટમાં બનાવી લીધો હતો ગુજ્જુ યુવતી સાથે લગ્નનો પ્લાન

Tue, 28 Jun 2022-1:36 pm,

આશીષ નેહરા ગુજરાતની રૂશ્માના પ્રેમમાં પડ્યો હતો. રૂશ્મા એક આર્ટિસ્ટ છે અને બંનેએ 2 એપ્રિલ 2009ના લગ્ન કર્યાં હતા. 

 

 

રૂશ્માનો જન્મ 10 મે 1983ના ગુજરાતમાં થયો હતો. વર્ષ 2002માં ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન ઓવલમાં રૂશ્મા મેચ જોવા પહોંચી હતી. અહીંથી બંનેની લવ સ્ટોરીની શરૂઆત થઈ હતી. 

 

 

આશીષ નેહરાએ જ્યારે રૂશ્માને લગ્ન માટે પ્રપોઝ કર્યું તો તેને મજાક લાગી, પરંતુ જ્યારે નેહરાએ બીજીવાર પ્રપોઝ કર્યું તો તેને ખ્યાલ આવ્યો કે આ સાચુ છે અને તેણે હા પાડી દીધી. 

 

 

આશીષ નેહરા અને રૂશ્મા નેહરાએ એકબીજાને સાત વર્ષ સુધી ડેટ કર્યું હતું. નેહરાએ ખુદ એક ઈન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે માત્ર 15 મિનિટમાં લગ્નનો પ્લાન બનાવી લીધો હતો અને એક સપ્તાહની અંદર અમારા લગ્ન થઈ ગયા હતા. 

 

 

ભારત વર્ષ 2011માં વિશ્વકપ વિજેતા બન્યું હતું, આશીષ નેહરા પણ તે ભારતીય ટીમનો સભ્યો હતો. આશીષ નેહરાએ 1 નવેમ્બર 2017ના ક્રિકેટને અલવિદા કહ્યુ હતું. 

 

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link