પાકિસ્તાનમાં કેટલું મોંઘું છે ઇન્ટરનેટ ? સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં ખોરવાઈ જાય છે સામાન્ય માણસનું બજેટ
Internet Price in Pakistan vs India : આજના સમયમાં ઇન્ટરનેટ દરેક વ્યક્તિ માટે જરૂરી બની ગયું છે. આજે અમે તમને જણાવીશું કે ભારતની સરખામણીમાં પાકિસ્તાનમાં ઇન્ટરનેટ કેટલું મોંઘું છે.
આજના સમયમાં ઇન્ટરનેટ વિના જીવનની કલ્પના પણ કરી શકાતી નથી. આજના સમયમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક વ્યક્તિ કલાકો સુધી સોશિયલ મીડિયા સાથે જોડાયેલા રહે છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, પાકિસ્તાનમાં ઇન્ટરનેટ કેટલું મોંઘું છે.
તમને જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનની સરખામણીમાં ભારતમાં ઇન્ટરનેટ ખૂબ સસ્તું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનમાં 1 જીબી ઇન્ટરનેટ ડેટાની કિંમત લગભગ 30 રૂપિયા છે, જ્યારે ભારતમાં 1 જીબી ઇન્ટરનેટ ડેટાની કિંમત લગભગ 14 થી 15 રૂપિયા છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ બાબતમાં બાંગ્લાદેશથી પણ પાકિસ્તાન આગળ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બાંગ્લાદેશમાં 1 જીબી ડેટાની કિંમત 26 રૂપિયા છે.
જો આપણે વાત કરીએ કે દુનિયામાં સૌથી સસ્તા ઇન્ટરનેટની તો વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, દુનિયામાં સૌથી સસ્તું ઇન્ટરનેટ ઇઝરાયલમાં મળે છે. અહીં 1 જીબી ઇન્ટરનેટ ડેટાની કિંમત લગભગ 0.04 યુએસ ડોલર (લગભગ રૂપિયા 3.42) છે.
પાકિસ્તાનમાં સસ્તા ઇન્ટરનેટના અભાવે, અહીંના લોકો ઇન્ટરનેટ ડેટા ખૂબ જ સમજી વિચારીને ખર્ચ કરે છે. પાકિસ્તાનમાં, લોકોને વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવી એપ્સનો ઉપયોગ કરવા માટે મોટી રકમ ખર્ચ કરવી પડે છે.
ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે, Zee 24 kalak આ માહિતી સાચી છે કે ખોટી તેની પુષ્ટિ કરતું નથી.
Trending Photos