રોકાણકારો મુશ્કેલીમાં ! ₹1125થી તૂટીને ₹91 પર આવ્યો આ શેર, કંપનીના પ્રમોટરની ધરપકડ!
Stock Crash: આજે એટલે કે 25 એપ્રિલના રોજ આ કંપનીના શેર ફોકસમાં છે. રિપોર્ટ અનુસાર, કંપનીના સહ-પ્રમોટર પુનીત સિંહ જગ્ગીને ED દ્વારા FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે.
Stock Crash: આજે એટલે કે 25 એપ્રિલના રોજ આ કંપનીના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. રિપોર્ટ અનુસાર, કંપનીના સહ-પ્રમોટર પુનીત સિંહ જગ્ગીને ED દ્વારા FEMA (ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ) હેઠળ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. દિલ્હીની એક હોટલમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે. પોર્ટલના અહેવાલ મુજબ અનમોલ જગ્ગી હાલમાં દુબઈમાં છે. તમને જણાવી દઈએ કે, કંપનીના પ્રમોટરો પર ભંડોળની ઉચાપતનો આરોપ છે.
રોકાણકારોમાં આ શેરમાંથી પૈસા ઉપાડવાની દોડધામ ચાલી રહી છે જે તેમને સતત નાદાર બનાવી રહી છે. આજે એટલે કે શુક્રવારે કંપનીના શેર ફરી 5 ટકાની લોઅર સર્કિટે પહોંચી ગયા છે. જે પછી ગેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ(Gensol Engineering)ના શેરનો ભાવ 91.05 રૂપિયાના સ્તરે આવી ગયો. આ કંપનીનું 52 અઠવાડિયાનું નીચું સ્તર છે.
ગેન્સોલ એન્જિનિયરિંગ લિમિટેડ(Gensol Engineering)ના શેર લગભગ 92 ટકા ઘટ્યા છે. એક સમયે કંપનીના શેર રૂ.1125.75ના સ્તરે ખૂલ્યા હતા. આજે એટલે કે શુક્રવારે કંપનીના શેર 91.05 રૂપિયાના સ્તરે આવી ગયા હતા. ત્યારથી, કંપનીના શેર લગભગ 92 ટકા ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે, 10 મહિનામાં કંપનીએ રોકાણકારોને નાદાર બનાવી દીધા છે.
ગયા અઠવાડિયે, કંપનીના પ્રમોટર ભાઈઓ અનમોલ સિંહ જગ્ગી અને પુનિત સિંહ જગ્ગીને વિવિધ ઉલ્લંઘનો માટે સિક્યોરિટીઝ માર્કેટમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. આ સાથે, કંપનીના શેરના સ્ટોક સ્પિલ્ટને પણ બંધ કરી દેવામાં આવી છે. કંપની હાલમાં મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે. જેના કારણે રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે.
જૂન 2024 માં, સેબીને જેન્સોલ તરફથી શેરના ભાવમાં હેરાફેરી અને ભંડોળના દુરુપયોગ અંગે ફરિયાદ મળી અને ત્યારબાદ તેણે આ બાબતની તપાસ શરૂ કરી. તમને જણાવી દઈએ કે, ગેન્સોલ એન્જિનિયરિંગ સોલાર કન્સલ્ટન્સી સેવાઓ, એન્જિનિયરિંગ, પ્રાપ્તિ અને બાંધકામ (EPC) સેવાઓ અને ઇલેક્ટ્રિક વાહનોના લીઝિંગ વગેરેમાં રોકાયેલ છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos