IPL 2021: આ 8 બેટ્સમેનથી ડરે છે દુનિયાભરના બોલરો, જેમણે અનેકવાર છગ્ગા ફટકારીને સ્ટેડિયમની બહાર ફેંકી દીધો છે બોલ

Tue, 30 Mar 2021-11:56 am,

ઋષભ અંડર-19ના દિવસોથી લાંબી સિક્સ ફટકારવા માટે જાણીતો છે. હાલમાં તેણે ઈંગ્લેન્ડ સામે રમાયેલી સિરીઝમાં લાંબી હિટ્સ લગાવી. જોકે તે દિલ્લી કેપિટલ્સ તરફથી ઓલરાઉન્ડર તરીકે રમે છે. પંતના પટારામાં અનેક પ્રકારના શોટ્સ છે. તે આઈપીએલમાં 150ની સ્ટ્રાઈક રેટથી શાનદાર બેટિંગ કરી રહ્યો છે. પંત અત્યાર સુધી 183 ચોક્કા અને 103 ગગનચુંબી સિક્સ ફટકારી ચૂક્યો છે.

હાર્દિક પંડ્યા છેલ્લી કેટલીક સિઝન્સમાં પાવર હિટર તરીકે ઉભરીને સામે આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં સામેલ થયા પછી પંડ્યાએ અનેક શાનદાર ઈનિંગ્સ રમી છે. અને હાલ તે દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડરમાંથી એક છે. આઈપીએલમાં જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાનો પણ શાનદાર ફિનિશિર બની ગયો છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી હાર્દિક અત્યાર સુધી 80 મેચ રમી ચૂક્યો છે. જેમાં તેણે 159ની સ્ટ્રાઈક રેટથી 1349 રન બનાવ્યા છે. પંડ્યા અત્યાર સુધી 84 ફોર અને 93 સિક્સ ફટકારી ચૂક્યો છે.

 

મહેન્દ્ર સિંહ ધોની દુનિયાના સૌથી સારા ફિનિશરમાંથી એક છે. ધોનીની પાસે જબરદસ્ત હિટિંગ પાવર છે. ધોનીના નામે આઈપીએલમાં લાંબી-લાંબી સિક્સ છે. વર્ષ 2012માં ધોનીએ 112 મીટર લાંબી સિક્સ ફટકારી હતી. જે આઈપીએલના ઈતિહાસની 5મી સૌથી લાંબી સિક્સ છે. આઈપીએલમાં ધોની 200થી વધારે મેચ રમી ચૂક્યો છે. તે 140ની સ્ટ્રાઈક રેટથી 4632 રન બનાવી ચૂક્યો છે. ધોનીએ અત્યાર સુધી આઈપીએલમાં 313 ચોક્કા અને 216 સિક્સ ફટકારી છે.

 

 

 

Mobile માં નેટવર્ક હોવા છતાં નથી મળતી 4G સ્પીડ, તો આ Tips થી રોકેટ જેવી થઈ જશે ઈન્ટરનેટની સ્પીડ

દુનિયાના ખતરનાક ઓપનિંગ બેટ્સમેનમાંથી એક ડેવિડ વોર્નર સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગ લાઈનઅપની કરોડરજ્જુ છે. SRHની આખી ટીમ તેની બેટિંગની આજુબાજુ ફરે છે. તેણે અનેક વખત વિસ્ફોટક બેટિંગ કરતાં SRHને મેચ જીતાડી છે. તેની પાસે આઈપીએલમાં 142 મેચનો અનુભવ છે. વોર્નર 140ની સ્ટ્રાઈક રેટથી 5000થી વધાર રન બનાવી ચૂક્યો છે. વોર્નર અત્યાર સુધી 510 ચોક્કા અને 195 સિક્સ ફટકારી ચૂક્યો છે.  

દુનિયામાં યુનિવર્સ બોસ તરીકે જાણીતો ક્રિસ ગેલ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે. જ્યારે તે લયમાં હોય છે ત્યારે દુનિયાના શનદાર બોલરને પણ ધોળે દિવસે તારા બતાવી દે છે. તે સમયે એવું લાગે છે કે ગેલ બોલરોની સાથે મજાક કરી રહ્યો છે. તેણે વર્ષ 2013માં પુણે વોરિયર્સની સામે 175 રનની યાદગાર ઈનિંગ્સ રમી હતી. આ રેકોર્ડ ભાગ્યે જ કોઈ બેટ્સમેન તોડી શકે. જો કોઈ તોડી શકે તો તે ક્રિસ ગેલ છે. કુલ મળીને ક્રિસ ગેલ જેવો ટી-20 ખેલાડી હોવો તે મોટી સિદ્ધિ ગણી શકાય. આઈપીએલમાં ગેલ પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો છે. આઈપીએલમાં ગેલના નામે 384 ચોક્કા અને 349 સિક્સ છે.

 

 

 

Skin Care Tips: કરીના, કેટરિના, સુષ્મા, પ્રિયંકા અને મલાઈકાના ચહેરા પરના ગ્લોનું શું છે રાઝ? જાણો બોલીવુડ બેબની બ્યૂટી Tips

ઈંગ્લેન્ડનો બેન સ્ટોક્સ દુનિયાના સૌથી શાનદાર ઓલરાઉન્ડર તરીકે જાણીતો છે. ભલે સ્ટોક્સે આઈપીએલમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ન કર્યું હોય. પરંતુ તેણે રાજસ્થાન રોયલ્સની ટીમના પાવર હિટરના રૂપમાં જગ્યા બનાવી લીધી છે. તેણે ભારત સામે હાલની સિરીઝમાં લાંબી-લાંબી હિટ્સ લગાવી હતી. અને આશા છે કે તે આઈપીએલ 2021માં પણ ચમત્કારિક ઈનિંગ્સ રમશે. સ્ટોક્સે 42 મેચમાં 135ની સ્ટ્રાઈક રેટથી 902 રન બનાવ્યા છે. જેમાં 79 ચોક્કા અને 32 સિક્સનો સમાવેશ થાય છે.

 

 

 

PHOTOS: 40 હજાર માણસોના હાડપિંજરથી બનાવવામાં આવ્યું છે આ ભયાનક ચર્ચ, ખોપડીઓ અને આંગળીઓથી કરાવાઈ છે સજાવટ

આન્દ્રે રસેલ પણ પોતાના પાવર હિટિંગ માટે જાણીતો છે. કેકેઆર પાસે રસેલના રૂપમાં એક શાનદાર ઓલરાઉન્ડર ખેલાડી છે. ભલે રસેલ આઈપીએલમાં પોતાના બોલિંગથી એટલું પ્રભાવિત કરી શક્યો નથી. પરંતુ તેમ છતાં કેકેઆરે તેને પ્લેઈંઈગ ઈલેવનમાં સામેલ કર્યો છે. જો છેલ્લી 5 ઓવરમાં કેકેઆરને પ્રતિ ઓવર 12 રનની જરૂર હોય તો પણ ગેમ તેના પક્ષમાં જોવા મળે છે. આ બધું થાય છે આન્દ્રે રસેલની વિસ્ફોટક બેટિંગથી. રસેલના નામે અત્યાર સુધી 105 ચોક્કા અને 129 સિક્સ છે.

 

 

MILESTONE: રોડ પર જોવા મળતા માઈલસ્ટોનના રંગ કેમ હોય છે અલગ? જાણો દરેક રંગ આપે છે શેનો સંકેત

મિસ્ટર 360ના નામથી ઓળખાતા એબી ડિવિલિયર્સની લાંબી-લાંબી હિટ સામે કોઈપણ વ્યક્તિ સવાલ ઉઠાવી શકે નહીં. જ્યારે તેનો દિવસ હોય ત્યારે તમામ બોલરોની હાલત દયનીય થઈ જાય છે. ડિવિલિયર્સ શરૂઆતથી જ આઈપીએલનો ભાગ રહ્યો છે. પરંતુ તેણે આરસીબી તરફથી રમતાં શાનદાર રમત દર્શાવી છે. જ્યારે પણ આરસીબી મુશ્કેલીમાં હોય છે ત્યારે એબી અને વિરાટ કોહલી કમાન સંભાળી લે છે. એબી મેદાન પર કોઈપણ દિશામાં સિક્સ ફટકારવાની ક્ષમતા ધરાવે છે. તે આઈપીએલમાં 169 મેચમાં 40થી વધારેની એવરેજ અને 150ની સ્ટ્રાઈક રેટથી 4849 રન બનાવી ચૂક્યો છે. જેમાં 390 ફોર અને 235 સિક્સનો સમાવેશ થાય છે.

 

 

 

PM Modi નો ભક્તિરસઃ આ મંદિરોમાં શીશ ઝુકાવવાનો એક પણ મોકો ચૂકતા નથી પ્રધાનમંત્રી મોદી

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link