IPL 2025 : લખનૌ સુપર જાયન્ટ્સ ટીમમાં વધુ એક સ્ટાર ખેલાડી એન્ટ્રી કરવા જઈ રહ્યો છે. લખનૌની ટીમે આ ખેલાડી માટે 11 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. પરંતુ ઈજાના કારણે તે હજુ સુધી ટીમ સાથે જોડાયો નહોતો.
1/5IPLની વર્તમાન સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સને સારા સમાચાર મળ્યા છે. ફાસ્ટ બોલર ઈજામાંથી સાજો થઈ ગયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તે 15 એપ્રિલથી લખનૌની ટીમ સાથે જોડાઈ શકે છે.
2/5મયંક યાદવને બેંગલુરુમાં BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)તરફથી ફિટનેસ ક્લિયરન્સ મળ્યું છે. જો બધું બરાબર રહ્યું તો મયંક 19 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં રમતા જોવા મળી શકે છે.
3/5મયંક યાદવે IPL 2024માં તેની તોફાની બોલિંગથી સનસનાટી મચાવી હતી. મયંકે ઘણી વખત 150 KMPHની સ્પીડ ક્રોસ કરી હતી. તેની બોલિંગ સ્પીડ પ્રભાવશાળી હતી.
4/5મયંકે IPL 2024માં એક બોલ 156.7 KMPHની ઝડપે ફેંક્યો હતો, જે તે IPL સિઝનમાં ભારતીય બોલરનો સૌથી ઝડપી બોલ હતો.
5/5મયંક યાદવે IPL 2024માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે ચાર મેચમાં 12.14ની એવરેજ અને 6.98ના ઈકોનોમી રેટથી સાત વિકેટ લીધી હતી. જોકે, મયંક ઈજાના કારણે ઘણી મેચ રમી શક્યો નહોતો.