RR New Captain : રાજસ્થાન રોયલ્સે અચાનક બદલ્યો કેપ્ટન, આ ખેલાડીને મળી ટીમની કમાન, ઈમ્પેક્ટ પ્લેયર તરીકે રમશે સંજુ સેમસન

Rajasthan Royals new captain : રાજસ્થાન રોયલ્સે IPL પહેલા એક મોટો નિર્ણય લીધો છે.  રાજસ્થાન રોયલ્સે અચાનક  સંજુ સેમસનની જગ્યાએ ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી છે. સંજુ સેમસન પ્રથમ ત્રણ મેચમાં માત્ર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમશે.

1/6
image

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 18મી સિઝન 22 માર્ચથી શરૂ થઈ રહી છે. IPL માટે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના છે અને તેઓ ફરી એકવાર તેમની મનપસંદ ટીમને સપોર્ટ કરવા અને T20નો રોમાંચ માણવા માટે ઉત્સાહિત છે. 

2/6
image

મેગા ઓક્શનને કારણે તમામ ટીમોમાં ઘણા ફેરફારો થયા હતા અને કેટલીક ટીમોને નવા કેપ્ટન પણ મળ્યા હતા. હવે પ્રથમ સિઝનની વિજેતા ટીમ રાજસ્થાન રોયલ્સે ટીમના નવા કેપ્ટનની જાહેરાત કરી છે.

3/6
image

IPLની શરૂઆત પહેલા રાજસ્થાન રોયલ્સે આજે મોટો નિર્ણય લીધો છે. ટીમે સંજુ સેમસનના સ્થાને રિયાન પરાગને કેપ્ટન તરીકે નિયુક્ત કરવાની જાહેરાત કરી છે.

4/6
image

રિયાન પ્રથમ ત્રણ મેચમાં રાજસ્થાન રોયલ્સની કેપ્ટનશીપ કરશે. સંજુ આ ત્રણ મેચમાં માત્ર ઈમ્પેક્ટ પ્લેયર તરીકે જ રમશે. આ પછી સંજુને ફરીથી કેપ્ટન બનાવવામાં આવી શકે છે.

5/6
image

સંજુ સેમસનને તેના જમણા હાથની આંગળીમાં ઈજા છે. તેની ઈજા ટીમ મેનેજમેન્ટની સાથે ચાહકો માટે પણ ચિંતાનો વિષય બની ગઈ છે. આવી સ્થિતિમાં રાજસ્થાન રોયલ્સ માટે સંજુના વિકેટ કીપિંગ પર શંકા છે. નેશનલ ક્રિકેટ એકેડમીએ પણ સંજુને વિકેટકીપિંગ માટે ક્લીનચીટ આપી નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે હજુ સંપૂર્ણ રીતે ફિટ નથી. 

6/6
image

રાજસ્થાન રોયલ્સ પણ સંજુને વિકેટકીપર તરીકે રમાડીને કોઈ જોખમ લેવાનું પસંદ કરશે નહીં, કારણ કે સંજુનું ટીમમાં હોવું અને બેટિંગ કરવી ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કારણથી તેને માત્ર બેટ્સમેન તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તેના સ્થાને ધ્રુવ જુરેલ રાજસ્થાન રોયલ્સ માટે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી શકે છે.