IPL માં રમવા માટે તરસી રહ્યા છે પાકિસ્તાનીઓ, અત્યાર સુધીમાં ફક્ત 11 ખેલાડીઓનું સપનું થયું છે પૂરું, જાણો તેમના નામ

Pakistan Cricketers in Indian Premier League: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં પાકિસ્તાની ખેલાડીઓના ભાગ લેવા પર પ્રતિબંધ છે અને તેઓ છેલ્લી 17 સીઝનથી દુનિયાની સર્વશ્રેષ્ઠ ગણાતી ટી20 લીગમાં રમી શક્યા નથી. જો કે એક સમય એવો પણ હતો કે જ્યારે પાકિસ્તાની ખેલાડીઓએ આઈપીએલમાં ભાગ લીધો હતો. 2008માં આઈપીએલની પ્રથમ સીઝનમાં પાકિસ્તાની ક્રિકેટરો અલગ અલગ ફ્રેન્ચાઈઝીનો ભાગ હતા પરંતુ મુંબઈમાં થયેલા આતંકી હુમલા બાદ પાકિસ્તાની ખેલાડીઓ પર ટુર્નામેન્ટમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાઈ ગયો હતો. હવે અમે તમને એવા કેટલાક પાકિસ્તાની ખેલાડીઓ વિશે જણાવીશું જેઓ આઈપીએલમાં રમી ચૂક્યા છે. 
 

શોએબ મલિક

1/11
image

શોએબ મલિકે આઈપીએલની 2008ની સીઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. મલિકે સાત મેચ રમી અને બોલથી બે વિકેટ લીધી અને 52 રન કર્યા. 

સોહેલ તનવીર

2/11
image

સોહેલ તનવીર આઈપીએલની 2008ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. ડાબોડી ફાસ્ટ બોલરે 11 મેચ રમી અને 22 વિકેટ લીધી હતી. 

શોએબ અખ્તર

3/11
image

શોએબ અખ્તર આઈપીએલની 2008ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. આ પાકિસ્તાની ફાસ્ટ બોલર 3 મેચ રમ્યો હતો અને 5 વિકેટ લીધી હતી. 

મિસ્બાહ ઉલ હક

4/11
image

મિસ્બાહ ઉલ હકે આઈપીએલ 2008ની સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ તરફથી રમ્યો હતો. મિસ્બાહે આઠ મેચ રમી અને 117 રન કર્યા હતા. 

મોહમ્મદ આસિફ

5/11
image

મોહમ્મદ આસિફે આઈપીએલની 2008ની સીઝનમાં દિલ્હી ડેરડેવિલ્સ (હવે દિલ્હી કેપિટલ્સ)નું પ્રતિનિધિત્વ કર્યું હતું. આ રાઈટી ફાસ્ટ બોલરે આઠ મેચ રમી અને આઠ વિકેટ ઝટકી. 

ઉમર ગુલ

6/11
image

ઉમર ગુલ આઈપીએલની 2008ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે રમ્યો હતો. આ રાઈટી ફાસ્ટ બોલરે છ મેચોમાં 12 વિકેટ લીધી હતી. 

કામરાન અકમલ

7/11
image

કામરાન અકમલ આઈપીએલ 2008ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમ્યો હતો. વિકેટ કિપર બેટ્સમેને છ મેચમાં 128 રન કર્યા હતા. 

સલમાન બટ

8/11
image

સલમાન બટ આઈપીએલની 2008ની સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમ્યો હતો. આ ડાબેરી બેટ્સમેને સાત મેચમાં 193 રન કર્યા હતા. 

શાહીદ આફ્રિદી

9/11
image

શાહીદ આફ્રિદી આઈપીએલની 2008ની સીઝનમાં ડેક્કન ચાર્જર્સ માટે રમી ચૂક્યો છે. આફ્રિદીએ 10 મેચમાં 81 રન કર્યા હતા જ્યારે 9 વિકેટ લીધી હતી. 

યુનુસ ખાન

10/11
image

યુનુસ ખાને આઈપીએલની 2008ની સીઝનમાં રાજસ્થાન રોયલ્સ માટે રમ્યો હતો. આ રાઈટી બેટ્સમેને ફક્ત એક મેચ રમી અને 3 રન કર્યા હતા. 

મોહમ્મદ હાફીઝ

11/11
image

મોહમ્મદ હાફીઝ આઈપીએલ 2008ની સીઝનમાં કોલકાતા રાઈટ નાઈડર્સ તરફથી રમ્યો હતો. ઓલરાઉન્ડરે આઠ મેચમાં 64 રન કર્યા અને બે વિકેટ લીધી હતી.