કોહલી-ગંભીરની બોલાચાલીથી લઈને સ્ટાર્ક પર બેટથી હુમલા સુધી, IPLમાં થયેલા મોટા વિવાદો

IPLની 14મી સીઝનમાં 9 એપ્રિલથી ચેન્નઈમાં શરૂ થઈ રહી છે. આ વર્ષની પ્રથમ મેચમાં રોહિત શર્માની આગેવાનીવાળી 5 વખતની ચેમ્પીયન મુંબઈ ઈન્ડિયન્સ અને વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામ-સામે આવશે.

IPLના ઈતિહાસમાં ઘણી વખત એવા વિવાદ પણ જોવા મળે છે જે વિવાદ લોકોને હેરાન કરી દે છે. IPLમાં વિવાદની શરૂઆત 2008માં જ શરૂ થઈ ગઈ હતી. 2008માં હરભજનસિંહેએ શ્રીસંતને લાફો મારી દીધો હતો. આવો જાણીએ આવા જ વિવાદો.

પોલાર્ડ-સ્ટાર્કની લડાઈ

1/6
image

IPL 2014 દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સનો બોલર કીરોન પોલાર્ડ અને RCBના તેજ બોલર મિચેલ સ્ટાર્ક વચ્ચે  મેદાન પર એક મોટી લડાઈ થતા-થતા બચી ગઈ. એ મેચમાં સ્ટાર્કે પોલાર્ડને પહેલ કઈક કહ્યું જેના જવાબમાં પોલાર્ડે સ્ટાર્કને પરત ફરીને બોલિંગ કરવાનું કહ્યું. આ ઘટના બાદ સ્ટાર્ક જેવો જ પોતાનો બોલ નાખવા આવ્યો ત્યારે પોલાર્ડ હટી ગયો અને સ્ટાર્કે પોલાર્ડને હોલ મારવાનો પ્રયાસ કર્યો. સ્ટાર્કે કરેલી હરકત જોઈ પોલાર્ડે પણ પોતાનું બેટ સ્ટાર્ક સામે ફેંક્યું જો કે તે બેટ સ્ટાર્કને વાગ્યું ન હતું. આ વિવાદ પછી બન્ને ખિલાડિયોને દંડ ફટકારવામાં આવ્યો હતો.

જ્યારે કેપ્ટન કુલને આવ્યો ગુસ્સો

2/6
image

2019માં IPL દરમિયાન કેપ્ટન કુલના નામથી જાણીતા મહેન્દ્રસિંહ ધોનીને ગુસ્સો આવી ગયો હતો. CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એક મેચ ચાલી રહી હતી ત્યારે CSKની બેટિંગ દરમિયાન મેદાનમાં હાજર અમ્પાયરના એક નિર્ણય પર ધોનીને ગુસ્સો આવ્યો અને ડગ આઉટથી સીધા મેદાનમાં પહોંચી ગયા હતા. ધોનીએ કરેલા આ ગુસ્સાનો ધોનીને દંડ પણ ભરવો પડ્યો હતો.

અશ્વિને બટલરને કર્યો માંકડ

3/6
image

IPL 2019 દરમિયાન કિગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અને અશ્વિને રાજસ્થાન રોયલ્સના બોલર જોસ બટલરને માકડિંગની રીતથી રન આઉટ કરી દીધો હતો. આઘટનાને લઈને ખૂબ વિવાદ સર્જાયો હતો.

કિંગ ખાને સિક્યુરિટીક સાથે કરી મગજમારી

4/6
image

IPL 2012 દરમિયાન શારૂખ ખાનની વાનખેડે સ્ટેડિયમના સિક્યોરિટી ગાર્ડ સાથે બોલા ચાલી થઈ ગઈ હતી. મેચ પૂર્ણ થયા પછી શાહરૂખ ખાન મેદાનમાં જવા લાગ્યા જેથી ગાર્ડે તેમને મેદાનમાં જતા રોક્યા.ગાર્ડે શારૂખને રોક્યો તે વાત શારૂખને પસંદ ન આવી અને ગાર્ડ તથા શારૂખ વચ્ચે બોલાબોલી થઈ ગઈ. આ ઘટના પછી મરીન ડ્રાઈ પોલીસ સ્ટેસનમાં શારૂખ સામે નોંધાઈ ફરિયાદ. ખુલાસો થયો કે શારૂખ દારૂના નશામાં અપશબ્દ પણ બોલ્યા હતા. આ ઘટના પછી શારૂખ ખાન માટે વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વર્ષ માટે પ્રવેશ બંધી કરવામાં આવી.

વિરાટ-ગંભીર વચ્ચે બોલા-ચાલી

5/6
image

૨૦૧3 માં RCB અને KKR વચ્ચે એક મેચ રમાઈ રહી હતી. ત્યારે વિરાટ કોહલીના આઉટ થઈ ગયા બાદ ગૌતમ ગંભીરે વિરાટ કોહલીને કઈક કહ્યું, બન્ને ખિલાડિયો વચ્ચે મોટી બોલા ચાલી થઈ અને  મારા મારી જેવી પરિસ્થિતિ પેદા થઈ ગઈ હતી. આ ઘટના પછી રજત ભાટિયાએ આ બન્ને ખિલાડિયોને છૂટા પાડ્યા.

હરભજને માર્યો શ્રીસંતને લાફો

6/6
image

2008માં શરૂ થયેલી આ ટૂર્નામેન્ટની એક મેચમાં હરભજનસિંહએ એસ શ્રીસંતને બધાની સામે લાફો મારી દીધો હતો. આ ઘટના પછી શ્રીસંત મેદાન વચ્ચે જ રોવા લાગ્યા હતા ત્યાર પછી BCCIએ હરભજનને 2008ની આખી સીઝન માટે બેન કરી દીધા હતા.