Iran-Israel War: શું હોય છે સીઝફાયર? જો કોઈ નિયમોનું ઉલ્લંઘન તો શું મળે છે સજા અને ક્યાં થાય છે ફરિયાદ?

What is Ceasefire: આ સમયે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ ખૂબ જ ગરમાયો છે. જો કે, મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે બન્ને દેશો વચ્ચે સીઝફાયર લાગુ કરવામાં આવ્યું છે. પરંતુ આ સીઝફાયરને લઈ એક પ્રશ્ન જે દરેકના મનમાં છે કે, શું થશે જો કોઈ આ સીઝફાયરનો તોડે છે? આમ કરવા બદલ શું તેમને સજા મળશે અને ફરિયાદ ક્યાં નોંધાવી શકાય? ચાલો તમારા બધા પ્રશ્નોના જવાબો જાણીએ.

અમેરિકાના રાષ્ટ્રપતિએ શું કહ્યું?

1/9
image

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે, ઈરાન અને ઇઝરાયલ બન્ને દેશો વચ્ચે સીઝફાયર લાગુ થઈ ચૂક્યું છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, બધાને અભિનંદન! આ વાત પર ઇઝરાયલ અને ઈરાન વચ્ચે સંપૂર્ણ સહમતિ બની ગઈ છે કે, 12 કલાક માટે પૂર્ણ અને સંપૂર્ણ યુદ્ધવિરામ રહેશે.

સીઝફાયર ભંગનો મામલો આવ્યો સામે

2/9
image

ઇઝરાયલે દાવો કર્યો હતો કે, સીઝફાયર પછી પણ ઇરાને હુમલો કર્યો છે. જ્યારે ઇરાનની સેનાએ એ વાતનો ઇનકાર કર્યો છે કે યુદ્ધવિરામ શરૂ થયાના થોડા કલાકો પછી તેણે ઇઝરાયલ પર કોઈપણ રીતે હુમલો કર્યો હતો.

શું હોય છે સીઝફાયર?

3/9
image

સીઝફાયર એટલે યુદ્ધ વિરામનો એક એવો કરાર હોય છે જેના હેઠળ યુદ્ધ અથવા સશસ્ત્ર સંઘર્ષમાં સામેલ પક્ષો પરસ્પર સંમતિથી અસ્થાયી રૂપે અથવા કાયમી ધોરણે લડાઈ બંધ કરવાનો નિર્ણય લે છે. તેનો મુખ્ય હેતુ શાંતિ સ્થાપિત કરવાનો હોય છે.

કેટલા પ્રકારના હોય છે સીઝફાયર?

4/9
image

તમને જણાવી દઈએ કે, સીઝફાયર ત્રણ પ્રકારના હોય છે. અસ્થાયી યુદ્ધવિરામ, અનિશ્ચિત યુદ્ધવિરામ અને કાયમી યુદ્ધવિરામ. આ કરાર પાછળ ઘણા કારણો હોયછે, જેમાં વધતા લશ્કરી સંઘર્ષને અટકાવવા, સામાન્ય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવી, માનવતાવાદી સહાય અથવા રાહત કાર્ય હાથ ધરવા, શાંતિ વાટાઘાટો શરૂ કરવા અને આંતરરાષ્ટ્રીય દબાણને કારણે પણ સીઝફાયર થઈ શકે છે.

સીઝફાયરનો ભંગ થાય તો શું થશે?

5/9
image

સીઝફાયરનો ભંગ કરવો એ સામાન્ય બાબત નથી, જો યુદ્ધવિરામ પછી જો કોઈ દેશ અચાનક હુમલો કરવાનું શરૂ કરે છે, તો તેને મોટા ઉલ્લંઘન તરીકે જોવામાં આવે છે. આવું કરનાર દેશ સામે ફરિયાદ પણ કરી શકાય છે.

ક્યાં નોંધાઈ છે ઉલ્લંઘન કરનાર દેશની ફરિયાદ?

6/9
image

માહિતી અનુસાર, જો કોઈ દેશ સીઝફાયરના નિયમોનું ઉલ્લંઘન કરે છે, તો બીજો દેશ સંયુક્ત રાષ્ટ્રના મિલિટ્રી ઓબ્ઝર્વર ગ્રુપ સમક્ષ પોતાનો વિરોધ નોંધાવી શકે છે. આ દરમિયાન તે દેશ ત્યાં કહી શકે છે કે સીઝફાયર કરાર હોવા છતાં તેમના પર હુમલો થઈ રહ્યો છે.

સીઝફાયર કેમ તોડવામાં આવ્યો તે કહેવું જરૂરી

7/9
image

જો યુદ્ધવિરામ પછી જે દેશ પર હુમલો થઈ રહ્યો છે તે યુએનમાં પોતાનો વિરોધ નોંધાવે છે, તો વિરોધી દેશે તેના માટે સ્પષ્ટતા આપવી પડશે. તેણે કહેવું પડશે કે, તેણે આવું કેમ કર્યું?

શું યુએન કરી શકે છે કાર્યવાહી?

8/9
image

જો કોઈ દેશ સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે, તો તેની સામે કાર્યવાહી કરી શકાય છે. યુએનને આંતરરાષ્ટ્રીય સરહદ સુરક્ષા અને માનવ અધિકારો સહિત ઘણા મુદ્દાઓ પર કાર્યવાહી કરવાનો અધિકાર છે. યુએન તેના સભ્ય દેશો સામે કાર્યવાહી કરી શકે છે.

શું સંયુક્ત રાષ્ટ્ર કોઈ દેશને સજા આપી શકે છે?

9/9
image

તમારા મનમાં આ પ્રશ્ન આવ્યો જ હશે કે શું સંયુક્ત રાષ્ટ્ર (UN) કોઈ દેશને સજા આપી શકે છે. જવાબ હા છે. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરમાં મળેલી સત્તાઓને કારણે તે ઘણા મુદ્દાઓ પર કાર્યવાહી કરી શકે છે અને કેટલાક કિસ્સાઓમાં સજા પણ આપી શકે છે. જો કે, સંયુક્ત રાષ્ટ્ર કોર્ટની જેમ કોઈ દેશને સીધી સજા આપતું નથી. પરંતુ તે પ્રતિબંધો લાદી શકે છે, જે દેશના વ્યવહારને પ્રભાવિત કરવાના ઉદ્દેશ્યથી લાદવામાં આવે છે. આ ઉપરાંત, જો કોઈ દેશ તરફથી આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ગંભીર ખતરો હોય, તો સંયુક્ત રાષ્ટ્ર લશ્કરી કાર્યવાહીને પણ અધિકૃત કરી શકે છે. (Image: AI)