ભારતીય રેલવે વિશ્વનું સૌથી મોટું રેલ નેટવર્ક છે. તેની સુવિધાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હવે રેલવેએ ફ્રીમાં સફરની એક સુવિધા શરૂ કરી છે, તમે પણ જાણો..
1/6ભારતીય રેલવેની કેટરિંગ અને ટૂરિઝ્મ શાખા IRCTC (Indian Railway Catering and Tourism Corporation) એ Arthashastra Fintech Pvt Ltd ની સાથે મળી આ સુવિધા શરૂ કરી છે.
2/6આ નવી સુવિધા દ્વારા તમે ક્રેડિટ/ડેબિટ કાર્ડ કે નેટ બેન્કિંગ વગર પણ ટિકિટ બુક કરાવી શકો છો. તે માટે IRCTC ની વેબસાઇટ અને મોબાઈલ એપ પર ePayLater એક ડિજિટલ ચુકવણી વિકલ્પ આપવામાં આવ્યો છે.
3/6જો તમે ટ્રેનની મુસાફરીના સમય સુધીમાં પૈસાની વ્યવસ્થા કરવામાં અસમર્થ છો, તો તમે 'ePayLater' સુવિધા દ્વારા તાત્કાલિક ચુકવણી કર્યા વિના ટ્રેન ટિકિટ બુક કરી શકો છો. તમારે ફરીથી ક્યારે ચુકવણી કરવી પડશે તે જાણો. 'ePayLater' સુવિધા દ્વારા, ચુકવણી કર્યા વિના ટિકિટ બુક કર્યાના 14 દિવસ સુધી ચુકવણી કરવા માટે સમય આપવામાં આવે છે. IRCTCએ ડિજિટલ ઈન્ડિયા અને કેશલેસ ઈકોનોમીની જરૂરિયાતને સમજીને આ નિયમ જારી કર્યો છે.
4/6ePayLater એક ચુકવણી વિકલ્પ દ્વારા ટ્રેન, ફ્લાઇટ અને ટૂર પેકેજની ટિકિટ બુક કરી શકો છો. આ ટિકિટ ચાર્જનું પેમેન્ટ 14 દિવસની અંદર કરી શકો છો. ટિકિટની આ કિંમત પર કોઈ વધારાનો ચાર્જ કે વ્યાજ લાગશે નહીં.
5/6સામાન્ય હોય કે Tatkal ટિકિટ, તમે ePayLater દ્વારા સામાન્ય અને તત્કાલ બંને પ્રકારની ટિકિટ બુક કરાવી શકો છો. IRCTC પ્રમાણે રેલવેમાં દરરોજ 1 લાખથી વધુ તત્કાલ ટિકિટ બુક કરવામાં આવે છે. આ ePayLater સુવિધા બધા માટે ખુલી છે.
6/6ePayLater દ્વારા ઘરેલું, આંતરરાષ્ટ્રીય બંને તરફની યાત્રા, ટૂર પેકેજની ટિકિટ ePayLater દ્વારા કરી શકાય છે. ePayLater સુવિધા દ્વારા ટિકિટ બુક કરવાનો વિકલ્પ IRCTC ની વેબસાઇટ કે એપ પર લોગિન કર્યા બાદ મળશે. તે માટે ટ્રેન, ફ્લાઇટ બુક કર્યા બાદ પેમેન્ટ પર જાવ ત્યારે ePayLater' વિકલ્પ પસંદ કરો.