Indian Railways: ટ્રેન ટિકિટ પર મળશે 10 ટકા ડિસ્કાઉન્ટ, જાણો કેવી રીતે?

નવી દિલ્હી: Indian Railways: ટ્રેનથી સફર કરવા પર તમને ડિસ્કાઉન્ટ(Train Ticket Rebate) મળી શકે છે અને આ ડિસ્કાઉન્ટ તમને રેલવે ખુદ આપશે. હકીકતમાં કોરોના સંકટને કારણે ટ્રેનમાં હજુ પણ સીટો ખાલી રહે છે અને રેલવે ખોટથી બચવા માટે પોતાના યાત્રીકોને ભાડામાં છૂટ આપી રહી છે. જેથી મુસાફરોને યાત્રાની સુવિધા મળે અને સીટો ખાલી ન રહે જેથી રેલવેને આવક થાય.   

Jan 21, 2021, 05:23 PM IST
1/4

ટ્રેનોની ખાલી સીટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ

ટ્રેનોની ખાલી સીટ પર 10 ટકા ડિસ્કાઉન્ટ

અત્યારે કોઈ ટ્રેન છૂટવાના નિર્ધારિત સમય પહેલા એક ચાર્ટ તૈયાર કરવામાં આવે છે, જેમાં જો રેલવેની પાસે બર્થ ખાલી છે તો તેના પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. તેનો ફાયદો ટ્રેન છૂટ્યાના અડધો કલાક પહેલા ટ્રિકિટ લેવા પર મળશે. જો ટ્રેનમાં સીટ ખાલી છે અને ટ્રેન જવાના 30 મિનિટ પહેલા તમે ઓનલાઇન કે કાઉન્ટર જઈને ટિકિટ ખરીદો છો તો તમને 10 ટકા ડિસ્કાઉન્ટ મળશે. આ સુવિધા ઇન્ટરસિટીની ચેરકાર સહિત તમામ સ્પેશિયલ ટ્રેનોમાં મળવી શરૂ થઈ ગઈ છે. 

2/4

રેલવેને નથી મળી રહ્યાં મુસાફર

રેલવેને નથી મળી રહ્યાં મુસાફર

હકીકતમાં કેટલાક રૂટ્સ પર યાત્રીકોને કન્ફર્મ ટિકિટ મળી રહી નથી, પરંતુ ઘણા રૂટ્સ એવા પણ છે, જ્યાં રેલવે યાત્રીકોની રાહ જોઈ રહ્યા છે. જેના કારણે રેલવે તે ટ્રેનોને કેન્સલ કરી રહી છે અથવા તેના રૂટ ઓછા કરવામાં આવી રહ્યાં છે. 

 

 

 

3/4

2017મા શરૂ થઈ હતી સ્કીમ

2017મા શરૂ થઈ હતી સ્કીમ

હકીકતમાં 10 ટકા છૂટનો નિયમ 1 જાન્યુઆરી 2017થી લાગૂ કરવામાં આવ્યો હતો, રાજધાની/દુરંતો/શતાબ્દી જેવી ટ્રેનોથી તેની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ રેલવેએ બધી રિઝર્વ ક્લાસ ટ્રેનોમાં આ સુવિધાને શરૂ કરી હતી. 

 

 

4/4

10 ટકા છૂટ માટે નિયમ

10 ટકા છૂટ માટે નિયમ

તમને ટ્રેન ટિકિટ પર છૂટ કઈ રીતે મળશે, તેની રીત રેલવે પહેલા જણાવી ચુક્યુ છે. 1. 10 ટકાની છૂટ પ્રથમ ચાર્ટ બન્યા બાદ છેલ્લી ટિકિટના બેસિક ફેયર પર મળશે.  2. રિઝર્વેશન ફી, સુપરફાસ્ટ ચાર્જ અને સર્વિસ ટેક્સ વગેરેમાં કોઈ છૂટ નહીં મળે, જેની ચુકવણી યાત્રીકોએ કરવી પડશે. 3. 10 ટકા ડિસ્કાઉન્ટ તે ખાલી સીટો પર પણ મળશે જેને TTE અલોટ કરશે.