એન્ટિલિયામાં ઇશા અંબાણીની ભવ્ય સગાઈ પાર્ટી, મુકેશે ગળે લગાવીને અનિલનું કર્યું સ્વાગત

May 8, 2018, 12:15 PM IST
1/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

બિઝનેસમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીની સગાઈ પીરામલ એન્ટરપ્રાઈઝના અજય પીરામલના દીકરા આનંદ સાથે કરવામાં આવી છે. સાત મેના રોજ એન્ટેલિયામાં ઈશા તથા આનંદની સગાઈ પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં અનેક ટોચની હસ્તીઓએ હાજરી આપી હતી. 

2/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

સગાઈ પાર્ટીમાં મુકેશ અંબાણીના નાના ભાઈ અનિલ અંબાણી તેમજ ટીના અંબાણી પહોંચ્યા હતા. અહીં મુકેશ અંબાણીએ ગળે મળીને અનિલનું સ્વાગત કર્યું હતું. 

3/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

ઇશા અંબાણીને પીરામલ ગ્રુપના એક્ઝુકેટિવ આનંદ પીરામલે રવિવારે મહાબલેશ્વરના મંદિરમાં પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ એક પ્રેસ રિલીઝ જાહેર કરી બંને ઓફિશિયલી એંગેજ થયા હોવાના સમાચાર આવ્યા છે.  જોકે ડિસેમ્બરમાં લગ્ન નક્કી છે પરંતુ તારીખને લઇને હજુ સુધી અસમંજસ છે. સૂત્રોનું માનીએ તો અંબાણી પરિવાર એકસાથે બે લગ્ન કરશે તેવા સમાચાર મળી રહ્યા છે.

4/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

એન્ટિલિયાની પાર્ટીમાં રણબીર કપૂર પણ પહોંચ્યો હતો. ઈશા રિલાયન્સ જિઓ અને રિલાયન્સ રીટેલના બોર્ડ પર છે. એ યોલ યુનિવર્સિટીમાંથી સાઈકોલોજીમાં બેચલર્સ ડિગ્રી ધરાવે છે. આવતા જૂન મહિનામાં એ સ્ટેનફોર્ડની ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશનનો અભ્યાસક્રમ પૂરો કરશે.

5/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

સગાઈમાં પહોંચેલા આમિર ખાને હાથ હલાવીને મહેમાનોનું અભિવાદન કર્યું હતું. આનંદ પિરામલ, પિરામલ ગ્રુપનાં રિયલ એસ્ટેટ ગ્રુપને સંભાળે છે. આનંદ પિરામલ ગ્રુપમાં સક્રિય રૂપે ઇન્વોલ્ડ રહે છે. આનંદે પોતાના ફેમિલિ બિઝનેસ પિરામલ ગ્રુપ જોઇન કરતા પહેલા પિરામલ ઇ-સ્વાસ્થ્ય શરૂ કર્યુ હતું. જેનો હેતું સામાન્ય ભારતીયને સસ્તી હેલ્થ સેવા આપવાનો હતો.

6/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

મુકેશ અંબાણીના એન્ટિલિયામાં બોલિવૂડના સ્ટાર્સ પણ હાજરી આપી. કરણ જોહર પણ અનોખા અંદાજમાં જોવા મળ્યો. ઇશાના ફિયાન્સે આનંદે અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં બેચલર્સ ડિગ્રી મેળવી છે અને હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાંથી માસ્ટર્સ ઈન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડિગ્રી હાંસલ કરી છે.

7/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

આનંદ પિરામલ રિયાલ્ટીના સ્થાપક છે. પિરામલ રિયાલ્ટી ભારતની અગ્રગણ્ય રિયલ એસ્ટેટ કંપનીઓમાંની એક છે. આનંદ પિરામલ ગ્રુપના એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર પણ છે. એ ઈન્ડિયન મર્ચન્ટ્સ ચેંબરની યુથ વિંગના ભૂતપૂર્વ પ્રમુખ છે.

8/8

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

Isha Ambani and Anand Piramal engagement party in mumbai

આકાશ અને ઇશાના લગ્ન એક જ દિવસે થવા પાછળ કારણ છે. જોકે ઇશા અને આકાશ જુડવા ભાઇ-બહેન છે. ઇશા ફક્ત સાત મિનિટ મોટી છે. પરંતુ બંનેનો જન્મ એક જ દિવસે થયો છે. જન્મ, ઉછેર, બિઝનેસ બાદ બંને ભાઇ-બહેનના લગ્ન પણ એક જ દિવસે નક્કી થયા છે. એવામાં તેમના લગ્ન પણ એક જ દિવસે થઇ શકે છે