Ivy Gourd: કેલ્શિયમનું પાવરહાઉસ છે આ શાક, હાડકા મજબૂત કરવા હોય તો ખાવા લાગો આ વસ્તુ

Written ByKrupa Shah
Published: Dec 16, 2025, 05:46 PM IST|Updated: Apr 10, 2026, 03:09 PM IST

Ivy Gourd Benefits: ટિંડોળી અથવા ટિંડોળાનું શાક એવું હોય છે જેને જોઈને લોકો મોં બગાડે. પરંતુ આજે તમને ટિંડોળાથી થતા એવા લાભ વિશે જણાવી રહ્યાં છીએ જે જાણ્યા પછી તમે ટિંડોળાનું શાક રોજ ખાવા માંગશો. ટિંડોળા સામાન્ય શાક નથી આ શાક શરીર માટે વરદાન સાબિત થઈ શકે છે.  જો તમે ના ખાતા હો તો ખાવાનું શરૂ કરી દેશો. 
 

ટિંડોળા પોષકતત્વોથી ભરપુર1/6

ટિંડોળા પોષકતત્વોથી ભરપુર

ટિંડોળા પોષકતત્વોથી ભરપુર હોય છે. તે હેલ્થ માટે લાભકારી છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, આયરન, ફાઈબર અને પોટેશિયમ હોય છે. ટિંડોળાનું શાક સ્વાદમાં પણ સારું લાગે છે. આ શાક ખાવાથી ઘણી બીમારીઓથી બચાવ થાય છે. જો તમારા ઘરમાં ના બનતું હોય આ શાક તો ભૂલ્યા વિના બનાવવાનું શરૂ કરો.  

ડાયાબિટીસ2/6

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દી માટે ટિંડોળા લાભકારી છે. તેનો ગ્લાઈસેમિક ઈંડેક્સ ઓછો હોય છે જેના કારણે તે બ્લડ શુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.   

પાચન તંત્ર3/6

પાચન તંત્ર

ટિંડોળામાં ફાઈબર વધારે હોય છે. તેના કારણે આ શાક પાચન તંત્રને મજબૂત કરવાનું કામ કરે છે. આ શાક ખાધા પછી ભુખ ધીરે ધીરે લાગે છે. આ શાક વજન ઘટાડવા ઈચ્છતા લોકો માટે પણ બેસ્ટ છે.   

હાઈ બ્લડ પ્રેશર4/6

હાઈ બ્લડ પ્રેશર

ટિંડોળામાં સોડિયમ અને પોટેશિયમ વધારે હોય છે જે હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને તે હાર્ટને હેલ્ધી રાખે છે. ટિંડોળામાં આયરન પણ ભરપુર માત્રામાં હોય છે તેનાથી હીમોગ્લોબીન વધારવામાં મદદ મળે છે.   

હાડકા મજબૂત થાય5/6

હાડકા મજબૂત થાય

ટિંડોળા કેલ્શિયમની ખાણ ગણાય છે. તેનાથી હાડકા મજબૂત થાય છે. ટિંડોળાનું સેવન કરવું બોન હેલ્થ માટે બેસ્ટ ગણાય છે. ઘણા લોકોને આ શાક ભાવતું નથી પણ ઘડપણમાં ઘરમાં બેસી ના રહેવું હોય તો આ શાક ખાવાનું શરૂ કરી દેશો. આ એક હાડકાંને મજબૂત કરવાનો એકમાત્ર વિકલ્પ નથી પણ તમને ખાવાથી ફાયદો જરૂર છે.   

6/6