IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, જસપ્રિત બુમરાહને લઈને આવ્યા ખરાબ સમાચાર
Jasprit Bumrah : મુંબઈ ઈન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ IPL 2025ની શરૂઆતની મેચોમાં નહીં રમી શકે તેવી પૂરી સંભાવના છે. બુમરાહ હજુ પણ પીઠની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે. તેની ગેરહાજરીમાં ટીમે ટ્રેન્ટ બોલ્ટ, કોર્બિન બોશ અને દીપક ચહર પર નિર્ભર રહેવું પડશે.
Jasprit Bumrah : જસપ્રિત બુમરાહ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની પ્રારંભિક મેચો નહીં રમી શકે તેવી શક્યતા છે કારણ કે મુંબઈ ઇન્ડિયન્સનો સ્ટાર ફાસ્ટ બોલર હજુ પણ પીઠની નીચેની ઈજામાંથી સાજો થઈ રહ્યો છે.
જાન્યુઆરી બુમરાહ સ્પર્ધાત્મક ક્રિકેટમાંથી બહાર છે. બુમરાહ જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના બીજા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો અને તે બીજી ઈનિંગમાં બોલિંગ કરી શક્યો ન હતો.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે રમાયેલી આ શ્રેણીમાં બુમરાહે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 32 વિકેટ લીધી હતી પરંતુ તે પછી તે કોઈ મેચ રમી શક્યો ન હતો. ઈજાના કારણે તે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં પણ ભાગ લઈ શક્યો ન હતો જેમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, તેની ઈજામાંથી રિકવરી સારી છે, પરંતુ જૂનમાં ઈંગ્લેન્ડ સામેની ભારતની ટેસ્ટ શ્રેણીને ધ્યાનમાં રાખીને તેને સંપૂર્ણ ફિટનેસ મેળવવા માટે આ તબક્કે થોડો વધુ સમય આપવો વધુ સારું રહેશે.
બુમરાહ IPLના પ્રારંભિક તબક્કામાં ન રમી શકવો એ મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ઝટકો છે. તેની ગેરહાજરીમાં હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ટીમને ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ, કોર્બીન બોશ અને દીપક ચહર પર વધુ આધાર રાખવો પડશે.
મુંબઈની ટીમ 23 માર્ચે ચેન્નાઈમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમના અભિયાનની શરૂઆત કરશે અને 29 માર્ચે ગુજરાત ટાઇટન્સનો સામનો કરવા માટે અમદાવાદ જશે. આ પછી તે તેના હોમ ગ્રાઉન્ડ પર 31 માર્ચે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે મેચ રમશે.
Trending Photos