પિતાએ ચાની કીટલી ચલાવીને દીકરાને ભણાવ્યો, પુત્રએ JEE ટોપર બનીને ગુજરાતનુ નામ રોશન કર્યું

ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી  (IIT)એ જેઈઈ એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કરી દીધુ છે. JEE Advanced ની પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરના રોજ થયું હતું. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓ JEE Advanced ની ઓફિશિયલ વેબસાઈટ (jeeadv.ac.in) પર તમારું પરિણામ ચેક કરી શકો છો. પરીક્ષામાં IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાતના 10 છોકરાઓએ પરિણામમાં મેદાન માર્યું. 

અતુલ તિવારી/અમદાવાદ :ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી  (IIT)એ જેઈઈ એડવાન્સ્ડ 2021નું પરિણામ જાહેર કરી દીધુ છે. JEE Advanced ની પરીક્ષાનું આયોજન 3 ઓક્ટોબરના રોજ થયું હતું. પરીક્ષામાં સામેલ થયેલા વિદ્યાર્થીઓ JEE Advanced ની ઓફિશિયલ વેબસાઈટ (jeeadv.ac.in) પર તમારું પરિણામ ચેક કરી શકો છો. પરીક્ષામાં IIT દિલ્હીના મૃદુલ અગ્રવાલે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાતના 10 છોકરાઓએ પરિણામમાં મેદાન માર્યું. 

1/4
image

લીસને આગળ IIT બોમ્બેમાં પ્રવેશ મેળવી અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તો બીજી તરફ, લીસનના માતાપિતા તેમના દીકરા સફળતાને લઈ ખુશી વ્યક્ત કરી છે. દીકરાનો ઓલ ઇન્ડિયા રેન્ક 57 મો રેન્ક આવવાથી તેના માતાપિતા પણ ખુશખુશાલ થઈ ગયા છે. 

2/4
image

દેશની ખ્યાતનામ IIT માં પ્રવેશ માટે JEE એડવાન્સ પરીક્ષા લેવાય છે. ત્યારે ઓલ ઓવર ઇન્ડિયા ટોપ 100 માં ગુજરાતના 10 જેટલા વિદ્યાર્થીઓ ઝળક્યા છે. JEE એડવાન્સના પરિણામમાં અમદાવાદના 3 વિદ્યાર્થીઓએ ટોપ 100માં સ્થાન મેળવ્યું છે. જેમાં 57મો રેન્ક મેળવનાર લિસન કડીવરના પિતા ચાની કીટલી ચલાવે છે. ત્યારે દીકરાની આ ઝળહળતી સફળતા જોતા સામાન્ય પરિવારમાં પરિણામથી ખુશીનો માહોલ છવાયો છે. 

3/4
image

લીસન કડીવરના પિતા ચા વેચી પરિવારનું ગુજરાન ચલાવે છે. પોતાની સફળતા વિશે લીસને ઝી 24 કલાકને જણાવ્યું કે, આર્થિક સંકડામણ વચ્ચે મારા માતાપિતાએ લોન લઈને મને અભ્યાસ કરાવ્યો છે. કોરોનાકાળ વચ્ચે અભ્યાસ કરવો મુશ્કેલ બન્યો હતો, પરંતુ સતત પરિશ્રમ અને મહેનતના પરિણામે 57 મો રેન્ક હાંસિલ કર્યો છે.

4/4
image

અમદાવાદના નમન સોનીએ ઓલ ઈન્ડિયા લેવલે 6 મો રેન્ક મેળવ્યો છે. તો અનંત કિડામબીએ 13 મો રેન્ક, પરમ શાહે 52 મો રેન્ક, લિસન કડીવારે 57મો રેન્ક, પાર્થ પટેલે 72 રેન્ક અને રાઘવ અજમેરાએ 93 મો ક્રમાંક મેળવ્યો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) તરફથી NIT માં એડમિશન માટે કાઉન્સલિંગની પ્રક્રિયા 16 ઓક્ટોબરથી શરૂ થશે અને જોસા દ્વારા અધિકૃત વેબસાઈટ  josaa.nic.in પર આયોજિત કરાશે.