Junagadh: બાહુબલી જેટલુ હાથથી ઉપાડતો એટલું તો આ યુવાન મોઢાથી ઉપાડી લે છે
સાગર ઠાકર/જૂનાગઢ : જીલ્લાના કેશોદ શહેરનો આ અનોખો વેઈટ લીફ્ટર યુવાન કે જે પોતાના દાંત થી 50 થી 70 કીલોના વજનની ગુણી ઉંચકી શકે છે અને બાઈક પણ ખભે ઉંચકી શકે છે. આ યુવાન મજૂરીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સાગર ચૌહાણ નામના આ યુવાનને પોતાના ટેટુના કારણે આર્મીમાં જવાનું સ્વપ્ન રોળાઈ ગયું. સાગર વજન ઉંચકવામાં મિત્રો સાથે શરતો પણ જીતી જાય છે, પરંતુ મજાની વાત તો એ છે કે ગાયોને ચારો નાખી શરતમાં જીતેલા રૂપીયાનો ધર્માદો કરીને યુવાનને ખુશી મળે છે.
ફિલ્મોમાં તો તમે બાહુબલી જોયાં હશે પણ આજે અમે તમને વાસ્તવમાં બાહુબલી બતાવવા જઈ રહ્યા છે. જૂનાગઢ જીલ્લાના કેશોદ શહેરના પ્રભાતનગર વિસ્તારમાં રહેતો સાગર ચૌહાણ નામનો આ બાહુબલી યુવાન પોતાના દાંતથી 50 થી 70 કીલો સુધીની અનાજ બિયારણની ગુણી ઉંચકી લે છે. કેશોદનો સાગર ચૌહાણ નામનો યુવાન સામાન્ય અને સંયુક્ત પરિવારનો છે. પરિવારના યુવાન તરીકે રોજગારી માટે કારખાનામાં કામ કરે છે. કારખાનામાં શિંગદાણાની ગુણી ઉંચકવાની હોય છે આમ એક પ્રકારે શ્રમને કારણે ખડતલ શરીર ધરાવે છે.
સામાન્ય રીતે કોઈ માણસ પોતાના ખભા પર એક ગુણી ઉપાડી શકે પરંતુ સાગર તો એકી સાથે ત્રણ ત્રણ ગુણી પોતાના ખભા પર ઉપાડી લે છે, એટલું જ નહીં ગુણી સાથે એક વ્યક્તિને પણ પોતાના ખભા પર ઉંચકી શકે છે. વજન ઉંચકવાના મહાવરાને લઈને તે હવે બાઈક પણ પોતાના ખભા પર ઉંચકી શકે છે. સાગર પોતાના દાંત થી 50 કીલોના વજનની ગુણી આરામથી 100 મીટર સુધી ઉંચકી જાય છે. તેની આ ખુબીથી તેના મિત્રો તેને ચેલેન્જ કરીને શરત લગાવતાં કે જો તે ગુણી ઉંચકી શકે તો તેને ઈનામ મળશે, સાગર ચેલેન્જ સ્વીકારીને ગુણી ઉંચકી લેતો અને શરતમાં રૂપીયા પણ જીતી લેતો.
જો કે મજાની વાત તો એ છે કે, પોતાના મિત્રો સાથે વજન ઉંચકવાની શરત જીતીને જે રૂપીયા મળતાં તે કોઈ મોજશોખમાં નહીં પરંતુ ગાયોને ચારો નાખવામાં આ રૂપીયા તે વાપરે છે. આમ એક પ્રકારે ધર્માદાનું કામ કરીને સાગરને એક અલગ જ આનંદનો અનુભવ થાય છે. પોતાની શારીરીક ક્ષમતાને લઈને સાગરને આર્મીમાં જવાની ઈચ્છા હતી પરંતુ તેના હાથ પરના ટેટુને લઈને તેનું આર્મીમાં જવાનું સ્વપ્ન રોળાઈ ગયું.
તમને એમ થતું હશે કે આટલું વજન ઉંચકી શકનાર વ્યક્તિનો ખોરાક કેવો હશે તો એ પણ જાણી લો કે સાગર સંપૂર્ણ શાકાહારી ખોરાક લે છે અને તેને બટેટાં બહુ પ્રિય છે, બટેટાનું શાક હોય કે ચીપ્સ હોય કે પછી વેફર હોય, સાગર ખોરાકમાં બટેટાં લેવાનું પસંદ કરે છે. પોતાની ખુબીને લઈને આજે સાગર ચૌહાણે એક મિસાલ કાયમ કરી છે, તદન સામાન્ય પરિવારનો અને કારખાનામાં કામ કરીને રોજગારી મેળવતાં યુવાનમાં આજના જમાનાનું કોઈ દુષણ નથી, કોઈ વ્યસન નથી તેથી જ તેનું શરીર તંદુરસ્ત રહે છે અને મહેનતનું કામ કરી શકે છે.
ફિલ્મોમાં તો તમે બાહુબલી જોયાં હશે પણ આજે અમે તમને વાસ્તવમાં બાહુબલી બતાવવા જઈ રહ્યા છે. જૂનાગઢ જીલ્લાના કેશોદ શહેરના પ્રભાતનગર વિસ્તારમાં રહેતો સાગર ચૌહાણ નામનો આ બાહુબલી યુવાન પોતાના દાંતથી 50 થી 70 કીલો સુધીની અનાજ બિયારણની ગુણી ઉંચકી લે છે.
કેશોદનો સાગર ચૌહાણ નામનો યુવાન સામાન્ય અને સંયુક્ત પરિવારનો છે. પરિવારના યુવાન તરીકે રોજગારી માટે કારખાનામાં કામ કરે છે. કારખાનામાં શિંગદાણાની ગુણી ઉંચકવાની હોય છે આમ એક પ્રકારે શ્રમને કારણે ખડતલ શરીર ધરાવે છે.