દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ કરશે રાશિ પરિવર્તન, આ 3 રાશિની પાંચેય આંગળી ઘીમાં, નવી નોકરી સાથે ધનલાભનો યોગ

Guru Gochar 2025: દેવકાઓના ગુરૂ બૃહસ્પતિ મે મહિનામાં વૃષભ રાશિમાંથી નીકળી મિથુન રાશિમાં પ્રવેશ કરશે, ગુરૂના રાશિ પરિવર્તનથી ત્રણ રાશિના જાતકોને બમ્પર લાભ મળી શકે છે.

ગુરૂ ગોચર

1/5
image

દેવતાઓના ગુરૂ બૃહસ્પતિને નવગ્રહમાં ખાસ માનવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર ગુરૂને જ્ઞાન, બુદ્ધિ, ભાગ્ય, ધન, સંતાન, લગ્ન અને ધર્મનો કારક માનવામાં આવે છે. તેવામાં ગુરૂની સ્થિતિમાં ફેરફારની અસર દરેક લોકો પર પડે છે. ગુરૂ બૃહસ્પતિ દર એક વર્ષે રાશિ પરિવર્તન કરે છે. તેવામાં એક રાશિ ચક્ર પૂર્ણ કરવામાં આશરે 12 વર્ષનો સમય લાગે છે. જેથી ગુરૂનો પ્રભાવ દરેક જાતકો પર લાંબા સમય સુધી રહે છે. આ સમયે ગુરૂ વૃષભ રાશિમાં બિરાજમાન છે અને 14 મેએ રાત્રે 11 કલાક 20 મિનિટ પર મિથુન રાશિમાં પ્રવેશ કરશે. ગુરૂના મિથુન રાશિમાં જવાથી ત્રણ રાશિઓને ખૂબ લાભ મળશે. જાણો તે રાશિઓ વિશે.  

વૃષભ રાશિ

2/5
image

આ રાશિના જાતકો માટે ગુરૂનું મિથુન રાશિમાં જવું લાભદાયક રહેશે. અષ્ટમ અને અગિયારમાં ભાવના સ્વામી થઈ બીજા ભાવમાં ગોરચ કરી રહ્યાં છે. તેવામાં આ જાતકોને વિશેષ લાભ મળશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે. આ સાથે ગુરૂની દ્રષ્ટિ છઠ્ઠા, આઠમાં અને દસમાં ભાવમાં પડી રહી છે, જેનાથી પૈતૃક સંપત્તિમાં લાભ મળી શકે છે. જો તમારે પૈતૃક વ્યવસાય છે તો તમને ખૂબ લાભ મળી શકે છે. વિરોધીઓ પર તમે વિજય પ્રાપ્ત કરશો. આધ્યાત્મ તરફ તમારો ઝુકાવ રહેશે અને ધર્મ-કર્મના કામમાં ભાગ લેશો. પરિવારના સભ્યો સાથે હળીમળીને રહેશો. કાર્યક્ષેત્રમાં તમારી સ્થિતિ મજબૂત બનશે. આ સાથે વાણીને કારણે ચાલી રહેલી નિષ્ફળતાઓ હવે સમાપ્ત થશે.  

સિંહ રાશિ

3/5
image

આ રાશિના જાતકો માટે ગુરૂનું રાશિ પરિવર્તન અનુકૂળ રહેશે. આ રાશિના પાંચમાં અને આઠમાં ભાવના સ્વામી થઈ ગુરૂ અગિયારમાં ભાવમાં રહેશે. સિંહ રાશિના જાતકોને દરેક ક્ષેત્રમાં અપાર સરળતા મળશે. આર્થિક સ્થિતિને લઈને ચાલી રહેલી મુશ્કેલીઓ સમાપ્ત થશે. તમારી આવક પણ વધશે. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સાથે સંતાન તરફથી ચાલતી સમસ્યા સમાપ્ત થશે. સંતાન પ્રાપ્તિ થશે અને સંતાન ઉચ્ચ શિક્ષણ મેળવશે. અચાનક ધનલાભ થઈ શકે છે. ભાઈ-બહેનો સાથે સમય પસાર થશે. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે. 

ધન રાશિ

4/5
image

આ રાશિના જાતકો માટે ગુરૂનું ગોચર લાભદાયક રહેશે. આ રાશિના સ્વામી હોવાની સાથે-સાથે ગુરૂ ચોથા ભાવના સ્વામી છે અને મિથુન રાશિમાં ગોચર કરી તમારા સાતમાં ભાવમાં રહેવાના છે. તેવામાં તમારા લગ્ન જીવનમાં ચાલતી સમસ્યાઓ સમાપ્ત થઈ શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. વેપારમાં લાભના યોગ બની રહ્યાં છે. તમને સારી સફળતા મળી શકે છે. આવકમાં ઝડપથી વધારો થવાનો છે. આ સાથે તમારી નિર્ણય શક્તિ સારી થશે. આધ્યાત્મ તરફ ઝુકાવ રહેશે અને તમે આત્મમંથન પણ કરશો. સાસરા પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. જીવનમાં ખુશીઓ રહેશે.

5/5
image

ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.