શ્રીકૃષ્ણએ મહાભારત કાળમાં જ કરી દીધી હતી કળિયુગ સાથે જોડાયેલી આ 5 ભવિષ્યવાણી, જે હવે થઈ રહી છે સાચી સાબિત
Kalyug Prediction: અનેક હિન્દુ ધર્મ ગ્રંથોમાં કળિયુગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભગવાન શ્રીકૃષ્ણએ પણ મહાભારત કાળ દરમિયાન પાંડવોને કળિયુગ વિશે કેટલીક એવી વાતો કહી હતી જે આજે સાચી સાબિત થઈ રહી છે.
શ્રીકૃષ્ણએ પાંડવોને જણાવ્યું કળિયુગનું સત્ય
કળિયુગનો ઉલ્લેખ ઘણા ગ્રંથોમાં કરવામાં આવ્યો છે અને ઘણા લોકોએ પણ કળિયુગમાં બનનારી ઘટનાઓ વિશે ભવિષ્યવાણીઓ કરી છે. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પણ મહાભારત કાળ દરમિયાન પાંડવોને કળિયુગ સાથે સંબંધિત કેટલાક એવા સત્ય જણાવ્યા હતા જે આજના સમયમાં સાચા સાબિત થઈ રહી છે. ચાલો જાણીએ કળિયુગના કડવા સત્યો શું છે?
યાદશક્તિ થશે ઓછી
મહાભારત કાળ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ પાંડવોને કળિયુગ વિશે જણાવ્યું કહ્યું હતું કે, કળિયુગમાં મનુષ્યની યાદશક્તિ ઓછી હશે. એટલે કે વ્યક્તિની યાદશક્તિ ધીમે-ધીમે ઓછી થવા લાગશે. એટલું જ નહીં, મનુષ્યોની અંદર ધર્મ, સત્ય અને સહિષ્ણુતા પણ ઓછી થઈ જશે. આજના સમયમાં આ ભવિષ્યવાણી ખરેખર સાચી સાબિત થઈ રહી છે.
વ્યક્તિની ઓળખ ગુણોથી નહીં, તેના પૈસાથી થશે
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે, એક સારા વ્યક્તિની ઓળખ તેના વર્તન અને ગુણો દ્વારા થાય છે. પરંતુ કળિયુગમાં આવું નહીં થાય. સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ પોતે કહ્યું છે કે, કળિયુગમાં વ્યક્તિ તેના ગુણોથી નહીં પણ તેના પૈસાથી ઓળખાશે. એનો અર્થ એ કે વ્યક્તિ જેટલો ધનવાન હશે, તેટલો જ તેને વધુ ગુણવાન માનવામાં આવશે.
જ્ઞાન વિના પણ લોકો બનશે વિદ્વાન
ભગવાન શ્રીકૃષ્ણએ કળિયુગના આગમન પહેલા જ જણાવી દીધું હતું કે, કળિયુગમાં એવા લોકોની બોલબાલા હશે જેમને મહાન વિદ્વાનો અને બુદ્ધિજીવી કહેવામાં આવશે. પરંતુ આ લોકો જ્ઞાન અને ધર્મ પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં, પરંતુ ફક્ત કોણ મૃત્યુ પામશે અને કોની સંપત્તિ કેવી રીતે મેળવવી તેના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
દુ:ખમાં એકલો રહેશે મનુષ્ય
કળિયુગમાં એવો સમય આવશે જ્યારે વ્યક્તિ દુઃખમાં પણ એકલો રહેશે. જ્યારે ખુશીના સમયે, જેમ કે લગ્ન કે કોઈપણ કાર્યક્રમમાં આસપાસ ભારે ભીડ જોવા મળે છે. જ્યારે મુશ્કેલી અને ઉદાસીનો સમય એકલા પસાર કરવો પડશે.
બધી જગ્યાએ થશે શોષણ
ભગવાન શ્રીકૃષ્ણની આ ભવિષ્યવાણી આજે સાચી સાબિત થઈ રહી છે કે, કળિયુગમાં શોષણ વધશે. શ્રીકૃષ્ણએ પાંડવોને કહ્યું હતું કે, કળિયુગમાં એવા લોકોનું રાજ હશે, જે લોકો બીજાઓનું શોષણ કરશે. જે લોકોના મનમાં કંઈક અલગ અને કર્મમાં કંઈક અલગ હશે, તેવા જ લોકોની કળિયુગમાં બોલબાલા હશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Trending Photos