કંગનાએ પહેર્યો GUCCIનો ખુબસુરત હાર, નેકલેસની કિંમત જાણીને દંગ રહી જશો

Aug 10, 2018, 02:10 PM IST

બોલિવૂડ અભિનેત્રી કંગના રનોટ પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.

1/7

Kangana Ranaut At an interaction with Sadhguru

Kangana Ranaut At an interaction with Sadhguru

બોલિવૂડ અભિનેત્રી કંગના રનોટ પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. કંગનાએ બુધવારે રાતે 'ઈન કન્વર્સેશન વિથ ધ મિસ્ટિક 2018' સત્ર દરમિયાન સદગુરુ જગ્ગી વાસુદેવ સામે અનેક ગંભીર મુદ્દાઓ પર વાત કરી. આ દરમિયાન કંગનાએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેમનો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો નથી. 

2/7

kangana ranaut wore a pink floral saree

kangana ranaut wore a pink floral saree

આ દરમિયાન કંગના પિંક કલરની ફ્લોરલ સાડીમાં જોવા મળી. કંગનાએ આ ઉપરાંત મોતીનો એક સુંદર નેકલેસ પહેર્યો હતો. કંગનાના આ હારની કિંમત જાણીને જ તમે દંગ રહી જશો. 

3/7

kangana ranaut wore gucci necklace

kangana ranaut wore gucci necklace

કંગનાએ જે નેકલેસ પહેર્યો હતો તે Gucciનો હતો અને કિંમત લગભગ 1990 ડોલર એટલે કે 1,36,563 રૂપિયા હતી. અત્રે જણાવવાનું કે ઈટાલિયન બ્રાન્ડ ગુચ્ચીના આ હારમાં લાગેલા મોતી તેની ખુબસુરતીમાં ચાર ચાંદ લગાવી રહ્યાં હતાં. કંગનાનો આ લુક એકદમ ક્લાસી લાગતો હતો. કંગના આ હાર પહેલા પણ પહેરી ચૂકી છે. 

4/7

kangana ranauts gucci necklace worth rupee lakhs

kangana ranauts gucci necklace worth rupee lakhs

કંગના પોતાના શાનદાર ફેશન સ્ટેટમેન્ટ અને ક્લાસી લૂકને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. આ શો દરમિયાન કંગનાએ સ્પષ્ટપણે કહી દીધુ કે તેનો રાજકારણમાં આવવાનો કોઈ ઈરાદો નથી. દેશમાં વધતી લિંચિંગની ઘટનાઓ પર સવાલ ઉઠાવતા કંગનાએ કહ્યું કે આપણે ગાયોને બચાવવાના સંદેશા આપી રહ્યાં છીએ પરંતુ જ્યારે લિંચિંગની ઘટનાઓ થાય છે તો આપણે તેને ખોટું કહેવાની હિંમત કરી શકતા નથી. ફક્ત દુ:ખ વ્યક્ત કરવાથી જે થયું છે શું તેને બદલી શકાય છે. 

5/7

kangana ranauts gucci necklace worth

kangana ranauts gucci necklace worth

રાજનીતિ પર બોલતા કંગનાએ કહ્યું કે મને લાગે છે કે રાજકારણને કેરિયર તરીકે લેવું જોઈએ નહીં. જો મારા જેવી કોઈ વ્યક્તિ રાજકારણમાં આવવા માંગતા હોય તો સૌથી પહેલા તો તેણે ભૌતિક સંસાર સંબંધિત પીડાઓ અને સુખને ત્યાગવા જોઈએ અને તપસ્વી કે વૈરાગી બનવું જોઈએ. કંગનાએ વધુમાં કહ્યું કે જો તમે લોકોની સેવા કરવા માંગતા હોવ તો તમારે તમારા પરિવાર અને પોતાના જીવનની અન્ય ચીજોને છોડવી પડશે. ફક્ત ત્યારે જ હું દેશની સેવા કરવામાં સક્ષમ થઈ શકીશ અને આ જ ઈરાદો હોવો જોઈએ. 

6/7

Kangana Ranaut an interaction with Sadhguru

Kangana Ranaut an interaction with Sadhguru

કંગનાએ કહ્યું કે હાલ મારી કારકિર્દી ખુબ સફળ છે. આથી હું અન્ય કોઈ ક્ષેત્રમાં મારી કેરિયર બનાવવા માંગતી નથી. કંગનાએ સામાજિક મુદ્દાઓ પર સ્ટેન્ડ ન લેનારા બોલિવૂડના કો સ્ટાર્સને પણ સંભળાવી દીધુ. કંગનાએ કહ્યું કે મને લાગે છે કે આપણે આપણા દેશની વર્તમાન સ્થિતિઓ અંગે વાત કરવી જોઈએ અને આપણે એ અંગે વિચારવું જોઈએ કે આપણે આ દેશને કેવી રીતે એકજૂથ કરી શકીએ. મારી સાથેના મોટાભાગના લોકો આ અંગે વાત કરતા નથી. 

7/7

Kangana Ranaut Bollywood actress

Kangana Ranaut Bollywood actress

અત્રે જણાવવાનું કે કંગના હાલ પોતાની ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીના શુટિંગમાં બિઝી છે. મણિકર્ણિકા પણ આગામી વર્ષે 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પર બનનારી આ ફિલ્મમાં કંગના રનોટ લક્ષ્મીબાઈ બની છે. શરૂઆતમાં આ ફિલ્મ આ જ વર્ષે 27 એપ્રિલના રોજ રિલીઝ થવાની હતી. ત્યારબાદ એવા અહેવાલો આવ્યાં કે 15 ઓગસ્ટે રિલીઝ થશે. પરંતુ હવે ઝી સ્ટુડિયો અને પ્રોડ્યુસર કમલ જૈને આ ફિલ્મને આગામી વર્ષે ગણતંત્ર દિવસ પર રિલીઝ કરવાનો ફેસલો લીધો છે. (તસવીરો સાભાર- Yogen Shah/@team_kangana_ranaut)