Ketu Gochar 2025: હવે રોજે રોજ વધશે બેન્ક બેલેન્સ, શત્રુ ઘટશે, મિત્રો વધશે, દોઢ વર્ષ સુધી પાપી ગ્રહ કરાવશે લાભ જ લાભ
Ketu Gochar 2025: કેતુ ગ્રહે સિંહ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. કેતુ દોઢ વર્ષ સુધી સિંહ રાશિમાં ગોચર કરશે. કેતુના રાશિ પરિવર્તનથી રાશિચક્રની 5 રાશિઓને લાભ થશે. આ રાશિઓ માટે આગામી દોઢ વર્ષ લાભ લેવાનું વર્ષ છે. આ લોકો ધારે એટલું ધન આ દોઢ વર્ષમાં કમાઈ શકે છે. કારણ કે આ સમય દરમિયાન ભાગ્ય તેમને સાથ આપશે.
મેષ રાશિ
કેતુનું ગોચર મેષ રાશિના લોકો આર્થિક લાભ કરાવશે. સામાજિક અને રાજકારણ ક્ષેત્રે સક્રિય લોકો માટે સમય શુભ. પ્રિયજનો સાથે સંબંધ મજબૂત થશે.
મિથુન રાશિ
કેતુનું રાશિ પરિવર્તન મિથુન રાશિના લોકોનું આત્મબળ વધારશે. આ સમય દરમિયાન સાહસ વધશે. મહેનતનું ફળ મળશે. બીમારીઓ અને કરજથી મુક્તિ મળશે. જમીન, વાહનનું સુખ વધશે.
તુલા રાશિ
તુલા રાશિના લોકોને પણ કેતુ લાભ કરાવશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થવાની સંભાવના પ્રબળ છે. સંતાન સંબંધિત સમસ્યા દુર થશે. કાર્યમાં સફળતા મળશે. કરિયરમાં સફળતા મળશે.
વૃશ્ચિક રાશિ
કેતુનું ગોચર વૃશ્ચિક રાશિના લોકોને કરિયરમાં શુભ ફળ આપશે. લાંબા સમયથી અટકેલું પ્રમોશન મળી શકે છે. પગાર વધી શકે છે. માન સમ્માન વધશે. પરિવારમાં ખુશીઓ વધશે.
મીન રાશિ
મીન રાશિને કેતુનું ગોચર લાભ કરાવશે. કોર્ટ કચેરીના મામલે જીત થશે. આવક વધશે. સરકારી ક્ષેત્રે લાભ થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થવા લાગશે.
Trending Photos