₹18000 કરોડનું બેંક બેલેન્સ, પ્રાઈવેટ જેટ, બુર્જ ખલીફામાં અનેક ફ્લેટ્સ...એક ટ્વીટથી કંગાળ થયા, કરોડોની કંપની 74 રૂપિયામાં વેચી
આ કહાની એક એવી વ્યક્તિની છે જેણે શૂન્યથી શિખર સુધીની સફર કરી, આલિશાન જીવન જીવ્યું. પોતાના દમ પર અબજોનું સામ્રાજ્ય ઊભું કર્યું અને એક નાનકડી ભૂલના કારણે બધુ ધૂળમાં મળી ગયું.
BR Shetty
આ કહાની તમને હચમચાવી દેશે. કારણ કે એક ભૂલ કેવી તમારા જીવનને ધૂળધાણી કરી નાખે છે તે તમને જાણવા મળશે. કશું જ ન હોય અને જીવનમાં ટોપ પર પહોંચવાની કહાની તમે આ અગાઉ પણ ઘણી જાણી હશે પરંતુ આ જે કહાની છે તેના દ્વારા તમને એ જાણવા મળશે કે એક વ્યક્તિ પહેલા તો કેવી રીતે ગરીબીમાંથી અમીરીની સફર કરે છે અને પછી એક ટ્વીટના કારણે તેની બધી સંપત્તિ શૂન્યમાં ફેરવાઈ જાય છે. આ કહાની છે ભારતીય ઉદ્યોગપતિ બી આર શેટ્ટીની.
ઝીરોમાંથી હીરો
પોતાની મહેનત, દ્રઢ સંકલ્પ અને યોગ્ય તકોનો ફાયદો ઉઠાવીને સફળતાના શિખે પહોંચી ન્યૂ મેડિકલ સેન્ટર (એનએમસી) અને યુએઈ એક્સચેન્જ તથા ફિનાલ્બર જેવી કંપનીઓના સંસ્થાપક બી આર શેટ્ટીએ ગણતરીના વર્ષોમાં અબજોનો સામ્રાજ્ય બનાવી લીધુ હતું. વર્ષ 2019માં ફોર્બ્સની 100 સૌથી અમીર ભારતીયોની યાદીમાં તેઓ સામેલ થયા હતા. 1942માં કર્ણાટકના ઉડુપી જિલ્લાના કાપૂ શહેરમાં સાધારણ પરિવારમાં જન્મેલા શેટ્ટીએ પોતાની કરિયરની શરૂઆત એક મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કરી હતી. દવાઓ વેચતા શેટ્ટીએ ક્યારેય વિચાર્યું નહતું કે એક દિવસ તેઓ દવાની કંપની ઊભી કરી દેશે.
31 વર્ષમાં બની ગયા બિઝનેસમેન
31 વર્ષની ઉંમરે તેઓ માત્ર 8 ડોલર (લગભગ 665 રૂપિયા) લઈને સારી તકની શોધમાં દુબઈ પહોંચ્યા. ત્યાં સેલ્સમેનની નોકરી કરી, ઘરે ઘરે જઈને દવાઓ વેચી. અહીંથી પોતાના સંપર્ક સારા અને પ્રભાવશાળી લોકો સાથે બનાવવાના શરૂ કર્યા અને ગણતરીના વર્ષોમાં પોતાની હોસ્પિટલ બનાવી લીધી જેને તેમની ડોક્ટર પત્ની સંભાળતી હતી. દુબઈમાં 1975માં તેમણે ન્યૂ મેડિકલ સ્ટોર (એનએમસી) હેલ્થનો પાયો નાખ્યો. જે યુએઈમાં પહેલી ખાનગી સ્વાસ્થ્ય સેવા આપતી કંપની બની હતી. થોડ વર્ષોમાં જ આ કંપની દુબઈની મોટી કંપનીઓમાં સામેલ થઈ ગઈ.
ઊભી કરી વધુ એક કંપની
તેમણે જોયું કે યુએઈમાં રહેતા ભારતીય પ્રવાસીઓને પોતાના ઘર પરિવારને પૈસા મોકલવામાં મુશ્કેલી પડે છે. આથી તેમણે આ જોતા ફાઈનાન્શિયલ સેવાઓ આપતી કંપની યુએઈ એક્સચેન્જની શરૂઆત કરી. ગણતરીના વર્ષોમાં આ કંપની કરન્સી એક્સચેન્જ અને ફાઈનાન્શિયલ સર્વિસિસના સેક્ટરમાં મોટું નામ મેળવી ગઈ. વર્ષ 2016માં યુએઈ એક્સચેન્જના 31 દેશોમાં 800 ઓફિસ ખુલી ગઈ. પછી વર્ષ 2003માં બીઆર શેટ્ટીએ ફાર્માસ્યુટિકલ કંપની એનએમસી નિયોફાર્મા શરૂ કરી.
જબરદસ્ત દૌલત
કંપનીઓ ખુલતી રહી અને શેટ્ટીનું બેંક બેલેન્સ વધતું ગયું. તેમની કુલ સંપત્તિ એક સમયે 3 બિલિયન ડોલર (લગભગ 20,000 કરોડ રૂપિયા) સુધી પહોંચી ગઈ. તેમનું કામકાજ હેલ્થ, ફાઈનાન્શિયલ, રિયલ એસ્ટેટ સુધી પહોંચી ચૂક્યું હતું. તેઓ દુનિયાના સૌથી અમીર કન્નડ લોકોમાં સામેલ થઈ ગયા. લક્ઝરી લાઈફ જીવતા શેટ્ટી પાસે અનેક રોલ્સ રોયસ કારો અને પ્રાઈવેટ જેટ, બુર્જ ખલીફામાં 25 મિલિયન ડોલરમાં બે ફ્લોર ખરીદ્યા હતા, દુબઈમાં તેઓ અનેક વીલા ધરાવતા હતા.
એક ટ્વીટે જીવન બદલી નાખ્યું
બધુ બરાબર ચાલતું હતું પરંતુ વર્ષ 2019 બાદ હાલાત એવા બદલાયા કે તેમણે પોતાની 12,400 કરોડ રૂપિયાની કંપની ફક્ત 74 રૂપિયામાં વેચવી પડી હતી. વાત જાણે એમ હતી કે વર્ષ 2019માં યુકે બેસ્ડ ફર્મ મડ્ડી વોટર્સ (Muddy Waters) એ એક ટ્વીટ કરીને બી આર શેટ્ટીની કંપની પર ગંભીર આરોપો લગાવ્યા હતા. મડ્ડી વોટર્સને કરસન બ્લોક નામના એક શોર્ટ સેલર ચલાવતા હતા. આ શોર્ટ સેલર કંપનીએ ટ્વીટ કરીને એક રિપોર્ટ રજૂ કર્યો, જેમાં જણાવવામાં આવ્યું કે બી આર શેટ્ટીની કંપની ઉપર 1 બિલિયન ડોલરનું દેવું છે. જેને તેમણે લોકો અને પોતાના રોકાણકારોથી છૂપાવી રાખ્યું છે. આ બધુ કઈક એવું જ હતું જેવું હિંડનબર્ગે અદાણી ગ્રુપ સાથે કર્યું હતું.
એક ટ્વીટથી હડકંપ
મડ્ડી વોટર્સે આરોપ લગાવ્યો કે શેટ્ટીએ દેવું છૂપાવ્યું અને કેશ ફ્લોના આંકડા વધારીને રજૂ કર્યા. આ ખુલાસા બાદ શેટ્ટીની કંપનીઓના શેર ક્રેશ થઈ ગયા. સ્થિતિ એવી બની ગઈ કે બી આર શેટ્ટીએ પોતાની 12,478 કરોડ રૂપિયાની કંપની માત્ર 74 રૂપિયામાં ઈઝરાયેલ-યુએઈ કન્સોર્ટિયમને વેચવી પડી. ત્યારબાદ યુએઈની સેન્ટ્રલ બેંકે તેમના બેંક ખાતા ફ્રીઝ કરી દીધા. તેમના વેપાર ધંધા બ્લેક લિસ્ટમાં સામેલ કરી દેવાયા.
Trending Photos