ભારતનું અનોખુ ગામ, અહીં કરોડપતિઓ પણ રહે છે કાચા ઘરોમાં, જમીનની ખરીદ-વેચાણ પણ ન થાય!

ભારત વિવિધતાવાળો દેશ છે. અહીં હજારો વર્ષથી અલગ અલગ પ્રકારની માન્યતાઓનું પાલન થાય છે. એક એવું ગામ રાજસ્થાનમાં છે જ્યાં લોકો પોતાના ઘર પાક્કા બનાવડાવતા નથી. 

1/7
image

ભારતના અનેક ગામડા-શહેરોમાં તમને એવા એવા રિતી રિવાજો જોવા મળશે જે તમને એક તબક્કે તો અંધ વિશ્વાસ જેવા લાગી શકે છે.  (તસવીર-AI પ્રતિકાત્મક ઈમેજ)

2/7
image

આવું જ એક ગામ રાજસ્થાનમાં છે જ્યાં લગભગ દરેકના ઘર કાચા છે. જે લોકો ધનાઢ્ય છે, એટલે સુધી કે કરોડપતિ છે અને આ ગામમાં રહે છે તેઓ પણ કાચા ઘરોમાં રહે છે. 

3/7
image

હાલમાં જ એક વીડિયો પોસ્ટ કરાયો છે જે રાજસ્થાનના એક ગામનો છે. આ ગામનું નામ દેવમાલી છે જે રાજસ્થાનના બ્યાવર જિલ્લામાં છે. 

4/7
image

આ ગામની ખાસિયત એ છે કે અહીં દરેક કાચા ઘરમાં રહે છે. પૈસાવાળા પણ કાચા ઘરોમાં રહે છે. 

5/7
image

સૌથી મોટી વાત એ પણ છે કે આ ગામમાં કોઈ દારૂ પીતા નથી. ગામમાં દરેક શાકાહારી પણ છે. 

6/7
image

દેવમાલીમાં ગુર્જર સમાજના લોકો રહે છે. ભગવાન દેવનારાયણની તેઓ આરાધના કરે છે. લોકોનું માનીએ તો જ્યારે ભગવાન દેવનારાયણ અહીં આવ્યા હતા ત્યારે તેઓ ગ્રામીણોની સેવાથી ખુશ  થયા હતા. 

7/7
image

ત્યારે લોકોએ કશું માંગ્યુ નહીં. આ કારણે ભગવાને જતા જતા તેમને આશીર્વાદ આપ્યા કે ગામમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ તથા શાંતિ રહેશે. પરંતુ કોઈ પોતાની છત પાક્કી ન કરાવે. ત્યારબાદથી એવું કહેવાય છે કે કોઈએ પણ પોતાના ઘર પાક્કું બનાવડાવ્યું નથી. 

(Disclaimer: અહીં આપેલી જાણકારી મીડિયા રિપોર્ટ્સ અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)