ધરતી પર સૌથી વધુ ઝડપે દોડતી કાર, ફાઈટર પ્લેનના એન્જિનથી ચાલે છે આ કાર

બ્લડહાઉન્ડ સુપર સોનિક કારે (Bloodhound Supersonic Car) જમીન પર ચાલવાવાળી દરેક ગાડીઓનો રેકોર્ડ તોડ્યો છે. 2019માં 1010 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ કાર દોડાવવામાં આવી હતી. હવે આ ગાડીના માલિક ઈચ્છે છે કે આ કારને કોઈ બીજુ ખરીદે.

Jan 28, 2021, 04:59 PM IST

ઝી બ્યૂરો, અમદાવાદઃ બ્લડહાઉન્ડ સુપર સોનિક કારના(Bloodhound Supersonic Car) મિલક ઈયાન વોરહસ્ટે જણાવ્યું કે 2019માં કાલાહારી રણમાં સૌથી ઝડપી કાર હોવાનો રેકોર્ડ બનાવ્યો હતો.આ કાર હજુ 1288 કિલોમીટર પ્રતી કલાકની ઝડપ સુધી દોડી શકે તેમ છે. 1010 KM પ્રતિ કલાકની ઝડપે ચાલતી આ કારને આગામી સમયમાં 1288 KMની ઝડપી દોડાવવાનો ગોલ છે.

1/4

ર્યાર્કશાયરના રહેવાવાળા ઈયાન ર્વારહસ્ટને કહ્યું કે બ્લડહાઉન્ડ સુપર સોનિક કારને (Bloodhound Supersonic Car) 1288 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવવા માટે કાર (Car)માં એક રોકેટ મોટર લગાવવાની જરૂર પડશે,આ રોકેટ મોટરની કિંમત 80.11 કરોડ રૂપિયા છે.

2/4

બ્લડહાઉન્ડ સુપર સોનિક કાર(Bloodhound Supersonic Car)ના માલિક ઈયાન વોરહસ્ટે જણાવ્યું કે હવે હું મારા રૂપિયા આ પ્રોજેક્ટમાં નથી લગાવી શકતો.આ કારથી મેં ગણુ બધુ મેળવ્યું છે. હવે કોઈ બીજાનો સમય છે.1288નો રેકોર્ડ હું નથી તોડી શક્યો જે કોઈ બીજુ તોડશે.  

3/4

દુનિયાના ઈતિહાસમાં માત્ર 5 કાર જ એવી બની છે કે જે 965 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધી પહોંચી શકે છે.બ્લડહાઉન્ડ સુપર સોનિક કારે (Bloodhound Supersonic Car) આ રેકોર્ડ તોડ્યો છે.આ કાર (Car) 1288 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે તેમ છે પરંતુ તેની પાછળ 80.11 કરોડનો ખર્ચો છે.

4/4

બ્લડહાઉન્ડ સુપર સોનિક કાર(Bloodhound Supersonic Car)માં અત્યારે લડાકૂ વિમાન યૂરોફાઈટર ટાઈકૂનનું એન્જિન લાગેલું છે.આ કાર(Car)ની ઝડપ 1288  કિલોમીટર પ્રતિ કલાકની  કરવા માટે આ કાર (Car)માં લગાવવું પડેશે રોકેટ એન્જિન. કારના માલિકે જણાવ્યું કે આ કારને જે પણ ખરિદશે તે  ગ્રાફ્ટન એલ.એસ.આર લિમિટેડને કંટ્રોલ કરશે.બ્લડહાઉન્ડ સુપર સોનિક કાર(Bloodhound Supersonic Car) આજ કંપનીની સમાન્તર છે.કાર( car)ના માલિકે તે નથી જણાવ્યું કે આ ( car) કેટલામાં વેચવાના છે.