સૌથી મોટા મુસ્લિમ દેશમાં થાય છે રામાયણ, પૂજાય છે હનુમાન, નોટ પર છે ગણેશજીનો ફોટો

અહીંયા મહાભારત અને ભગવત ગીતાની લોકપ્રિયતા એટલી છે કે ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં કૃષ્ણોપેડસામ નામથી શ્રકૃષ્ણની એક મૂર્તિ છે.

આપણે બધા જ જાણીએ છે કે ઇંન્ડોનેશિયા સૌથી મોટો મુસ્લિમ દેશ છે. પરંતુ, આપણામાંથી મોટા ભાગના લોકોને ખબર નહી હોય કે ઇંડોનેશિયામાં ચૌથી સૌથી મોટી હિન્દુ જનસંખ્યા છે. નેપાળ, બાંગ્લાદેશ પછી આ દેશમાં સૌથી વધારે હિન્દુ છે. ઇંડોનેશિયામાં કુલ 17000 દ્વિપ છે અને 300 જ્વાળામુખી વાળો દેશ છે. અહીંયા મહાભારત અને ભગવત ગીતાની લોકપ્રિયતા એટલી છે કે ઇંડોનેશિયાની રાજધાની જકાર્તામાં કૃષ્ણોપેડસામ નામથી શ્રકૃષ્ણની એક મૂર્તિ છે. જ્યાં અર્જૂન અને કૃષ્ણ એક રથ પર સવાર જોવા મળી રહ્યા છે. આ મૂર્તિ લોકોને ભગવત ગીતાનું મહત્વ સમજાવવા માટે લગાવવામાં આવી છે. તેનો અર્થ છે કે કર્મ કરતો જા, ફળની ઇચ્છા ના કરીશ.

કેમ છાપવામાં આવ્યો છે ગણેશજીનો ફોટો

1/7
image

ઘણી વખત દુનિયાના અલગ-અલગ દેશોને લઇ આશ્ચર્યજનક સત્ય સાંભળીએ અને વાંચીએ છે. પરંતુ કેટલીક વાતો એવી હોય છે કે ભાવનાઓ સાથે જોડાયેલી હોય છે. ભલેને દુનિયામાં ધર્મને લઇ લોકોના વિચાર અલગ-અલગ છે. પરંતુ કેટલાક દેશ એવા છે જ્યાં હમેશા એક એવી છાપ ઉભી કરી દેવાય છે જેના પર ગર્વ થાય છે. એવો જ એક દેશ છે ઇંડોનેશિયા. આ દુનિયામાં સૌથી મોટો મુસ્લિમ આબાદીવાળો દેશ ગણવામાં આવે છે. અહીંની કરેન્સી પણ ભારતની મુદ્રા જેવી પ્રચલિત છે. અહીં રૂપિયાહ ચાલે છે. તેમને જાણીને થોડું આશ્ચર્ય તો થશે કે હિન્દુ ધર્મ અને ભારતમાં પૂજાતા ગણેશજીનો ફોટો દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇંડોનેશિયાની નોટ પર છપાયેલો છે. આખરે આવું કેમ... આવો જાણીએ...

ઇંડોનેશિયાની નોટ પર ગણેશજીનો ફોટો

2/7
image

દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઇંડોનેશિયાની નોટ પર ગણેશજીનો ફોટો છપાયેલો છે. તમને જણાવી દઇએ કે ઇંડોનેશિયામાં અંદાજે 87.5 ટકા આબાદી ઇસ્લામને માને છે. ત્યાં માત્ર 3 ટકા હિન્દુ આબાદી છે. ઇંડોનેશિયાની કરેન્સીને રૂપિયાહ કહેવાય છે. ત્યાં, 20 હજારની નોટ પર ભગવાન ગણેશનો ફોટો છપાયેલો છે. ત્યાંના લોકો માને છે કે ગણેશજીના કારણે ત્યાંની અર્થવ્યવસ્થા મજબુત છે.

આ માટે છપાયેલો છે ગણેશજીનો ફોટો

3/7
image

જોકે, ભગવાન ગણેશને ઇંડોનેશિયામાં શિક્ષા, કલા અને વિજ્ઞાનના દેવતા માનવામાં આવે છે. ઇંડોનેશિયામાં 20 હજારની નોટ પર આગળની બાજુ ભગવાન ગણેશજીનો ફોટો અને પાછળની બાજુ ક્લાસરૂમનો ફોટો છે. જેમાં ટીચર અને સ્ટૂડેન્ટ્સ છે. સાથે નોટ પર ઇંડોનેશિયાના પહેલા શિક્ષા મંત્રી હજર દેવાંત્રાનો પણ ફોટો છે. દેવાંત્રા ઇંડોનેશિયાની આઝાદીના નાયક રહી ચુક્યા હતા.

ગબડી હતી અર્થવ્યવસ્થા

4/7
image

કહેવાય છે કે, કેટલાક વર્ષ પહેલા ઇંડોનેશિયાની અર્થવ્યવસ્થા પરૂ રીતે ગડબી ગઇ હતી. ત્યાંના રાષ્ટ્રીય આર્થિક ચિંતકોએ ઘણું વિચારીને વીસ હજારની એક નવી નોટ બહાર પાડી હતી. આ નોટ પર ભગવાન ગણેશનો ફોટો છાપવામાં આવ્યો હતો. લોકોનું માનવું છે કે આ કારણે હવે ત્યાની અર્થવ્યવસ્થા મજબુત છે. ગણેશજીને ત્યાં પૂજા કરવામાં આવે છે.

રામાયણ અને મહાભારતનું મંથન

5/7
image

તમને કદાચ જાણ નહીં હોય કે ઇંડોનેશિયામાં ઘણા વર્ષોથી રામાયણ અને મહાભારત પર આધારિત શો આયોજિત કરવામાં આવે છે. રામાયણ અને મહાભારતને અહીંયા વ્યાંગ કુલિત અને વ્યાંગ વોન્ગ કહેવામાં આવે છે. અહીંયા દર વર્ષે રામાયણના પ્લે કરવામાં આવતા હતો છે. ખાસ વાત એ છે કે હનુમાનજી અહીંયાની આર્મીના મસ્કાટ છે.

ઇંડોનેશિયા આર્મીના મસ્કાટ છે હનુમાન

6/7
image

તેમને જાણીને આશ્ચર્ય થશે કે આ દેશમાં ગણેશ નહીં પરંતુ ઇંડોનેશિયન આર્મીના મસ્કાટ હનુમાનજી છે. અને ત્યાંના ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન પર અર્જુન અને શ્રકૃષ્ણની મૂર્તિ લગાવવામાં આવી છે. તેમે ફોટોમાં કૃષ્ણ અને અર્જુનને જોઇ શકો છો. સાથે તમે ઘટોત્કચની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે.

ગરૂડ એયરલાઇંસ અને કુબેર બેંક

7/7
image

ઇંડોનેશિયાની ઓફિશિયલ એરલાઇનનું નામ વિષ્ણુ વાહન ગરૂડ એટલે કે ઇગલ છે. સાથે દેશની નેશનલ બેંકનું નામ હિન્જુ ધર્મના ધન દેવતા કુબેરના નામ પર રાખવામાં આવ્યું છે. જાવામાં સિરાયૂ નદીનું નામ અયોધ્યાની સરયૂ નદીના નામ પર રાખવામાં આવ્યું છે. જાવાના રાજાઓનું નામ સંસ્કૃચના ભૂપતિ, આર્યા, અધ્યક્ષાના નામ પર છે.