જાણો કેમ દિલ્હી-NCRના આકાશમાં નથી ઘુસી શકતા પાકિસ્તાની પ્લેન? કેવી રીતે 'પૃથ્વી' અને 'આકાશ' બનાવે છે 5 સ્તરીય સુરક્ષા

Delhi NCR Air Defense: દિલ્હી-NCRમાં પાંચ સ્તરમાં એક શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત છે.

પાકિસ્તાન કરી રહ્યું છે હુમલાના નિષ્ફળ પ્રયાસો

1/6
image

દિલ્હી એનસીઆર એર ડિફેન્સ: પડોશી દુશ્મન દેશ પાકિસ્તાન ભારતના સરહદી શહેરો પર હવાઈ હુમલા કરવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. પાકિસ્તાન મિસાઇલો, ડ્રોન અને ફાઇટર જેટનો ઉપયોગ કરીને આ હુમલાઓ કરી રહ્યું છે, પરંતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમ તેને માત્ર રોકી જ નથી રહી, પરંતુ વાયુસેના તેનો યોગ્ય જવાબ પણ આપી રહી છે. આ માહોલમાં ચાલો જાણીએ કે દિલ્હી NCRનું આકાશ કેટલું સુરક્ષિત છે.

પહેલું સ્તર પૃથ્વી અને પ્રદ્યુમ્ન

2/6
image

પૃથ્વી એર ડિફેન્સ અને એડવાન્સ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ છે. આ સિસ્ટમ આકાશમાં 50 થી 80 કિલોમીટર દૂરથી આવી રહેલ મિસાઇલો અને જેટને તબાહ કરે છે. પ્રદ્યુમ્ન મિસાઇલ સિસ્ટમ પણ આ રેન્જની છે.

બીજું સ્તર S-400

3/6
image

જો પહેલું સ્તર નિષ્ફળ જાય તો પછી મધ્યમ-અંતરની એર ડિફેન્સ સિસ્ટમ કામ કરશે. જેમ કે, S-400 મિસાઇલ સિસ્ટમ. તે આકાશ મિસાઇલ સાથે મળીને કામ કરે છે. S-400 એકસાથે 300 ટાર્ગેટને નેસ્તનાબૂદ કરી શકે છે.

ત્રીજું સ્તર બરાક 8

4/6
image

ત્રીજા સ્તરમાં બરાક 8 LR-SAM એર ડિફેન્સ સિસ્ટમ છે. આ ઇઝરાયલ અને ભારત દ્વારા સંયુક્ત રીતે બનાવવામાં આવી છે. તેની રેન્જ 100 કિલોમીટર છે.

ચોથું સ્તર-આકાશ

5/6
image

આ એક સ્વદેશી એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. આ એક ટૂંકી રેન્જની સરફેસ ટૂ એર મિસાઈલ સિસ્ટમ છે. તે 4.5 કિલોમીટકની ઊંચાઈથી લઈને 25 કિલોમીટરની ઊંચાઈની રેન્જમાં કામ કરે છે.

પાંચમું સ્તર NASAMS-2

6/6
image

તેને નેશનલ એડવાન્સ્ડ સરફેસ ટુ એર મિસાઇલ સિસ્ટમ (NASAMS) કહેવામાં આવે છે. તે એકસાથે 72 ટાર્ગેટને હિટ કરે છે, જે ભારતે અમેરિકા પાસેથી ખરીદી છે. આ શહેરોને બચાવવા માટે આ છેલ્લી દિવાલ છે. (all photo credit ai and reuters)