ફળિયામાં શાંતિથી બેસેલા લોકો પર એવી અણધારી આફત આવી પડી કે, ડરના માર્યે ઘરમાં ઘૂસવુ પડ્યું 

નાસી છુટેલા બે શખ્સોને સ્થાનિક સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ઓળખી કાઢી એ-ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ :ગુજરાતમાં તલવારનો ઉપયોગ જાણે હાથ રૂમનો ઉપયોગ હોય તેમ લાગે છે. તલવારથી કેપ કાપતા વીડિયો અનેકવાર સામે આવતા હોય છે. ત્યારે કચ્છમાં હાથમાં ખુલ્લી તલવાર લઈને રસ્તા પર દોડતા બે યુવકોનો વીડિયો વાયરલ (viral video) થયો છે. કચ્છનો આ વીડિયો અત્યંત ચોંકાવનારો છે. દારૂડિયાઓને પણ હવે પોલીસનો ખૌફ રહ્યો નથી તેવુ લાગી રહ્યું છે. તલવાર સાથે દોડતા આવેલા બે દારૂડિયાઓએ રસ્તા પર લોકોને તલવાર બતાવીને ધમકાવ્યા હતા. કચ્છમાં જાણે પોલીસનું નહિ પણ, પિયક્કડોનું રાજ હોય એમ તેમણે ડરાવી-ધમકાવીને રસ્તા પર ઉભેલા લોકોને ઘરમાં ચાલી જવા કહ્યું હતું. જો કે પછીથી નાસી છૂટેલા આ બંનેને સીસીટીવી ફૂટેજની મદદ પકડીને પોલીસે પ્રસાદી આપી હતી.

1/3
image

આ ઘટના એમ હતી કે, ભૂજના રવાણી ફળિયાનાં રહેવાસીઓ પરિવારજનો સાથે આંગણાની બહાર બેઠાં હતા. ત્યારે દારૂ પીને આવેલા બે લુખ્ખાઓએ ખુલ્લી તલવાર સાથે આવી બૂમ બરાડા પાડ્યા હતા. એટલુ જ નહિ, બંનેએ લોકોને ઘરમાં ચાલ્યા જવા ધમકી આપી હતી. જેથી રહેવાસીઓમાં ભારે ભય ફેલાયો હતો. જો કે,પોલીસને ઘટનાની જાણ કરાતાં તાબડતોબ પોલીસ પહોંચી આવી હતી. નાસી છુટેલા બે શખ્સોને સ્થાનિક સીસીટીવી કેમેરાના ફુટેજના આધારે ઓળખી કાઢી એ-ડિવિઝન પોલીસે દબોચી લીધા હતા.  

2/3
image

પોલીસે દાદુપીર રોડ પર રહેતા સાજીદ ઉર્ફે ભૂરો સાલેમામદ શેખ અને જાબીર અબ્દુલ સમા નામના બે શખ્સની ધરપકડ કરી છે અને બરાબર પ્રસાદી આપી છે.

3/3
image

રવાણી ફળિયામાં રહેતા ધર્મેન્દ્રભાઇ વિનોદભાઇ ભટ્ટીની ફરિયાદ પરથી આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.