PHOTOS: ભારતમા વસે છે એક એવી જાતિ, જે વૃદ્ધોના મોતનો ઉત્સવ ઉજવે છે

વિભિન્ન વિવિધતાઓથી ભરેલ ભારતમાં કાશ્મીરથી લઈને કન્યા કુમારી સુધી અનેક તહેવારો અને અલગ અલગ પ્રસંગોએ જશન મનાનવાની પરંપરાઓ સદીઓથી ચાલી આવે છે. કેટલીક આવી જ પરંપરાઓ છે, જેનાથી અનેક લોકો વાકેફ નથી. તો આજે કારગિલ વિસ્તારના એક ગામ વિશે જાણીએ. 
 

કારગિલના 4 ગામ ઉજવે છે આ પરંપરા

1/6
image

કારગિલ વિસ્તારમાં એવા ચાર ગામ છે, જ્યાં એક કબીલાના લોકો વસે છે. જેમને કારગિલી આર્યન કહેવામાં આવે છે. આ ગામ છે દાહ, હનુ, ધરકો અને દરચિક. જ્યાં ભારતીય ઉપ મહાદીપના આર્યન જાતિના લોકો રહે છે. ઈતિહાસકારો કહે છે કે, આ લોકો દક્ષિણ એશિયાથી આવ્યા છે અને એલેક્ઝાંડર બાદશાહના સમયે અહીં વસી ગયા હતા.

નવા પરિવર્તનમાં થંભી ગઈ હતી પરંપરા

2/6
image

પરિવર્તનમાં આ ઉત્સવ કબીલામાં ઉજવાતો ન હતો. પરંતુ થોડા દિવસો પહેલા અંદાજે પચાસ વર્ષો બાદ આ પરંપરાના કબીલાના લોકો દ્વારા ફરી જીવંત કરવામાં આવી. પારંપરિક કપડા પહેરીની ગામના લોકો એકઠા થયા હતા અને દાવત આપનારા વૃદ્ધોને યાત્રા સકુશળ સંપન્ન કરવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

યટરા ઉત્સવનો જશ્ન

3/6
image

વૃદ્ધો માટે ઉજવવામાં આવતા આ જશ્નને કટારા ઉત્સવ કહેવામાં આવે છે. આ ઉત્સવને એવા લોકો માટે ઉજવવામા આવે છે, જે પોતાના જીવનનો મોટો ભાગ જીવી ચૂક્યા છે. આ લોકોના પૂર્વજ એમ માનતા હતા કે, હવે તેમના જીવનકાર્ય પૂરો થઈ ગયો છો, અને સંસાર છોડવાનો સમય આવ્યો છે, ત્યારે આ લોકો જીવનયાત્રાના છેલ્લા સમય પર દાવત બોલાવીને તેમને મળીને આભાર માને છે. તેઓ આખું જીવન સાથ આપવાનો આભાર માને છે.  

આખા ગામમાં દાવત અપાઈ

4/6
image

લદ્દાખના રહેવાસી આયર્ન લોકોને બ્રોખ્પા કહેવામાં આવે છે. લદ્દાખ ક્ષેત્રના કારગિલ જિલ્લાથી અંદાજે 70 કિલોમીટર દૂર બટાલિક સેક્ટરના દારચિક ગામમાં આ મહોત્સવ યોજાયો હતો. બે દિવસ સુધી આખા ગામમાં નાચગાન સાથે દાવતનો માહોલ બન્યો હતો.

50 વર્ષ બાદ કરાયુ સેલિબ્રેશન

5/6
image

હકીકતમાં, આ ગામના લોકોનું કહેવું છે કે બાળકોના જન્મ લીધા બાદ દરેક કોઈ જશ્ન મનાવે છે, પરંતુ પોતાના ઘરના વૃદ્ધો જવાથી કોઈ જશ્ન નથી મનાવતું. તેથી ગામમાં યોજાયેલ આ પ્રસંગમાં બધાએ હાજરી આપી હતી. 

વૃદ્ધો માટે ઉજવાય છે આ પ્રસંગ

6/6
image

વૃદ્ધોના ચહેરા પર હાસ્ય લાવતો આ પ્રસંગ તહેવારની જેમ ઉજવવામાં આવે છે.