Gold Rate Today: ઘટ્યા, ઘટ્યા...સોનાના ભાવમાં આજે થયો ઘટાડો, ચાંદી પણ તૂટી, ચેક કરો એક તોલાનો આજનો ભાવ
સોનામાં રેકોર્ડબ્રેક તેજી બાદ જો તમે સોનું ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. સોનામાં હાલ તેજી પર બ્રેક લાગ્યો છે. ઘરેલુ વાયદા બજારમાં રેકોર્ડ ઊંચાઈ બાદ સોનું ગગડ્યું છે. ઘરેલુ બજારમાં સોનું નબળું જોવા મળ્યું. MCX પર સોનાનો ભાવ 250 રૂપિયા ગગડ્યો અને 88,450 ની નજીક જોવા મળ્યો હતો. શરાફા બજારમાં સોના અને ચાંદીના શું ભાવ છે તે પણ ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું શુક્રવારે સવારે 10 વાગે 266 રૂપિયાના કડાકા સાથે 88440 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યો હતો. જે કાલે 88,706 રૂપિયા પર બંધ થયો હતો. ચાંદી સીધી 595 રૂપિયા ગગડીને 98,797 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર જોવા મળી હતી. કાલે 99,392 રૂપિયા પર ક્લોઝ થઈ હતી.
કેટલું ચડ્યું સોનું
વાત જાણે એમ છે કે ગ્લોબલ માર્કેટમાં સોનું $3,040 ની નીચે ગગડ્યું હતું. ત્યારબાદ MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું રેકોર્ડ ઊંચાઈથી લગભગ 1500 રૂપિયા ગગડી ગયું. ઘરેલુ બજારમાં સોનાએ 89,796 રૂપિયાનો રેકોર્ડ બનાવ્યો હતો. સોનું ગ્લોબલ માર્કેટમાં $3,065નો નવો પીક બનાવ્યા બાદ ગગડ્યું છે. આમ તો ગ્લોબલી આ વર્ષે અત્યાર સુધીમાં 16%થી વધુનો ઉછાળો આવ્યો છે. જ્યારે MCX પર એક વર્ષમાં ભાવ 35% થી વધુ વધ્યા છે. ગ્લોબલ માર્કેટમાં એક વર્ષમાં 41% નો ઉછાળો જોવા મળ્યો છે. ગોલ્ડ માટે એક મોટું ટ્રિગર ડોલર ઈન્ડેક્સ અને US Fed તરફથી વ્યાજ દરો પર નિર્ણય છ ે. આ વર્ષે ફેડ 2 રેટ કટના વલણ પર કાયમ છે. ગ્રોથ ધીમો રહેવા છતાં બે રેટ કટ શક્ય બની શકે છે.
શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 49 રૂપિયા તૂટીને ભાવ 88457 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જે કાલે સાંજે પણ ગગડીને 88506 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદી 548 રૂપિયા ગગડીને 97844 રૂપિયા પ્રતિ કિલોગ્રામની સપાટીએ પહોંચ્યો જે કાલે પણ તૂટીને 98392 રૂપિયા પર ક્લોઝ થયો હતો. (તસવીર- IBJA સાઈટ સ્ક્રીન ગ્રેબ)
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
Trending Photos