ગુજરાતમાં આજે આવશે વરસાદ, 12 જિલ્લાઓને હવામાન વિભાગનું મોટું એલર્ટ
Gujarat Rain Alert : ચીનમાં આ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ત્રાટક્યું છે. તો દેશભરના વાતાવરણમાં મોટી ઉથલપાથલ છે. આ વચ્ચે ભર ઉનાળે અમદાવાદ અને ભાવનગરમાં વરસ્યો કમોસમી વરસાદ. આજે પણ ગુજરાતના 12 જિલ્લામાં માવઠું પડવાની હવામાન વિભાગની આગાહી
વાતાવરણમાં પલટો આવ્યો
હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોની આગાહી મુજબ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. શહેર અને રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં ગરમીમાં ઘટાડો થવા અને ક્યાંક કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવતા શહેરમાં ક્યાંક છાંટા પડ્યા છે.
કયા 12 જિલ્લાઓને છે આગાહી
આગાહી અનુસાર, કચ્છ, બનાસકાંઠાના ભાગો, રાજસ્થાન સહિતના ભાગોમાં આજથી હવામાનમાં મોટો પલટો આવશે. ધૂળની ડમરીઓ સાથે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો, ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગરના ભાગોમાં સાંજ સુધી હવામાનમાં મોટો પલ્ટો આવશે. મધ્ય ગુજરાત, અમદાવાદ, ગાંધીનગર, કલોલ , વડોદરા, ધોળકા, વિરમગામ, કડી, મહેસાણા, બનાસકાંઠામાં પલ્ટો આવશે.
કમોસમી વરસાદ બાદ આકરી ગરમી પડશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે પણ કહ્યું કે, આગામી ત્રણ દિવસ લોકોને ગરમીથી આંશિક રાહત મળશે. ત્રણ દિવસ બાદ ફરી ગરમીનો કહેર શરુ થશે.15 એપ્રિલએ કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો અલર્ટ છે. તો 16 અને 17 એપ્રિલે રાજકોટ, કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં યેલો અલર્ટ છે. હાલ દક્ષિણ પશ્ચિમ દક્ષિણના પવન ફૂંકાયા છે. આગામી 48 કલાકમાં 2 થી 3 ડીગ્રી તાપમાન ઘટશે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં 15 થી 17 એપ્રિલના હીટવેવની આગાહી છે.
શું કહે છે અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાતે કહ્યું કે, આગામી 24 કલક દરમિયાન પલ્ટો રહેવાની શક્યતાઓ છે. આ વખતે મે માસમાં અધી વંટોળની ગતિવિધિ થતી હોય છે, તે ગતિવિધિ આજથી જોવા મળશે. એપ્રિલમાં સખ્ત પવનના તોફાનો અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાશે. જેમાં આંચકાનો પવન કોઈ કોઈ ભાગમાં 35 થી 40 કિલોમીટર અને કોઈ કોઈ ભાગમાં 50 કિલોમીટર પર કલાકની ગતિવિધિ થઈ શકે છે.
પરેશ ગોસ્વામી શું કહે છે
ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અંગ દઝાડતી ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. ત્યારે પરેશ ગોસ્વામીની આગાહી કહે છે કે, તાપમાન ઘટવાની સાથે-સાથે પવનની ગતિ પણ વધવાની છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતના ભાગોમાં 20 થી 25 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પવનની ગતિ 35 થી 45 કિમીની રહી શકે છે. જો કે કેટલાક વિસ્તારમાં હવાની અસ્થિરતા જોવા મળી રહી છે. આ ભેજ અને અસ્થિરતા વાળા પવનોના કારણે કેટલાક ઠેકાણે ઝાપટા પડી શકે છે.
Trending Photos