LIC એ આ 5 કંપનીઓમાં પોતાનો હિસ્સો વધાર્યો, શું તમારી પાસે તેમાંથી કોઈ પર દાવ છે?
Buy Stake: ભારતીય સરકારની કંપની LIC પોતાનું રોકાણ વધાર્યું છે અને વિવિધ કંપનીમાં રોકાણ કર્યું છે, ત્યારે એવી 5 કંપની જેમાં સરકારી કંપનીએ પોતાની હિસ્સેદારી વધારી છે અને હાલના સમયમાં મોટા ભાગની કંપનીઓના શેર ન્યુટલ ચાલી રહ્યા છે. ત્યારે હવે ભારત અને પાકિસ્તાનના યુદ્ધ પણ રોકાઇ ગયું છે.
Buy Stake: એક તરફ, જ્યારે કંપનીઓ આ સમયે ત્રિમાસિક પરિણામો જાહેર કરી રહી છે, ત્યારે બીજી તરફ, તેમના શેરહોલ્ડિંગ વિશેની માહિતી પણ બહાર આવી રહી છે. આજે આપણે એવી 5 કંપનીઓ વિશે ચર્ચા કરીશું જેમાં LIC એ પોતાનો હિસ્સો વધાર્યો છે.
હીરો મોટોકોર્પ: ગયા નાણાકીય વર્ષના ડિસેમ્બર ક્વાર્ટર સુધી વિશ્વની સૌથી મોટી ટુ-વ્હીલર ઉત્પાદક કંપનીમાં LICનો હિસ્સો 5.53 ટકા હતો. ટ્રેડબ્રેન્સના રિપોર્ટ મુજબ, LIC એ આ કંપનીમાં પોતાનો હિસ્સો 0.39 ટકા વધાર્યો છે. આ પછી, કંપનીમાં તેમનો કુલ હિસ્સો હવે 5.92 ટકા થઈ ગયો છે. કંપનીનું માર્કેટ કેપ 77,090 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ: LIC એ ભારતીય શેરબજારની સૌથી મોટી લિસ્ટેડ કંપનીમાં પણ રોકાણ કર્યું છે. મુકેશ અંબાણીની આ કંપનીમાં LICનો હિસ્સો 6.52 ટકા હતો. 0.22 ટકાના વધારા પછી, માર્ચ ક્વાર્ટર સુધીમાં LICનો કુલ હિસ્સો વધીને 6.74 ટકા થયો છે.
લાર્સન & ટુબ્રો: L&T ભારતની લોકપ્રિય બાંધકામ કંપનીઓમાંની એક છે. ડિસેમ્બર 2024 સુધી LIC આ કંપનીમાં 12.61 ટકા હિસ્સો ધરાવતો હતો. સરકારી માલિકીની વીમા કંપનીએ માર્ચ ક્વાર્ટર દરમિયાન તેનો હિસ્સો 0.64 ટકા વધાર્યો હતો. જે બાદ કંપનીમાં તેમનો કુલ હિસ્સો હવે 13.25 ટકા થઈ ગયો છે.
એશિયન પેઇન્ટ્સ: આ કંપનીમાં LICનો હિસ્સો 7.15 ટકા છે. LIC એ ચોથા ક્વાર્ટરમાં વધુ 1.14 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ હિસ્સો ખરીદ્યા પછી, એશિયન પેઇન્ટ્સમાં LICનો હિસ્સો હવે વધીને 8.29 ટકા થઈ ગયો છે.
એસબીઆઈ(SBI): માર્ચ ક્વાર્ટરના અંત સુધીમાં દેશની સૌથી મોટી બેંકમાં LICનો હિસ્સો 9.28 ટકા હતો. ડિસેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં LIC એ આ કંપનીમાં 0.25 ટકા હિસ્સો ખરીદ્યો છે. તમને જણાવી દઈએ કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં LICનો કુલ હિસ્સો 9.13 ટકા હતો.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos