મોટો નફો આપે છે LIC ની આ સ્કીમ, દરરોજ 200 રૂપિયાની બચત પર મળશે 28 લાખ રૂપિયા

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની આ સ્કીમમાં રોકાણ કરવા પર તમે ન માત્ર લાખોપતિ બની શકો છો, પરંતુ તેમાં રિસ્ક કવર પણ મળે છે. આ યોજના તમને ભવિષ્યમાં તમારા સપના સાકાર કરવામાં મદદ કરશે.

Dec 6, 2021, 07:51 PM IST
1/5

જાણો જીવન પ્રગતિ પ્લાન વિશે

જાણો જીવન પ્રગતિ પ્લાન વિશે

સારા ભવિષ્ય માટે પૈસાની બચત અને જિંદગીની સુરક્ષા ખુબ જરૂરી છે. ત્યારે તમે સરળતાથી તમારા સપનાને સાકાર કરી શકો છો. ભારતીય જીવન વીમા નિગમ તમને બચત અને સુરક્ષાની ગેરંટી આપે છે. એલઆઈસીની એક એવી સ્કીમ છે, જેમાં રોકાણ કરી તમે ન માત્ર લાખોપતિ બની શકો છો, પરંતુ તેમાં રિસ્ક કવર પણ મળે છે. આ પોલિસીનું નામ એલઆઈસી જીવન પ્રગતિ પ્લાન  (LIC Jeevan Pragati Plan) છે.  

2/5

નોમિનીને મળે છે વીમાનો લાભ

નોમિનીને મળે છે વીમાનો લાભ

ભારતીય જીવન વીમા નિગમના જીવન પ્રગતિ પ્લાનમાં નિયમિત પ્રીમિયમની ચુકવણી કરવી પડે છે. તેમાં તમને લાઇફ કવર  (Death Benefit)  પણ મળે છે, જે દર 5 વર્ષના સમયગાળા પર વધે છે. તે એ રકમ પર નિર્ભર કરે છે કે તમારી પોલિસી કેટલા વર્ષથી સક્રિય છે. પોલિસીધારકની સાથે કોઈ અણધાર્યુ બને તો નોમિનીને વીમાનો પૂરો લાભ મળે છે.

3/5

દુર્ઘટના લાભની પણ મળે છે સુવિધા

દુર્ઘટના લાભની પણ મળે છે સુવિધા

પોલિસી લીધાના પાંચ વર્ષ સુધી પોલિસીધારકનું મોત થવા પર બેસિક સમ અશ્યોર્યના 100 ટકાની ચુકવણી કરવામાં આવે છે. તો પોલિસી લીધાના છ વર્ષથી 10 વર્ષ વચ્ચે પોલિસીધારકનું મોત થવા પર 125%, 11થી 15 વર્ષ વચ્ચે 150% અને 16થી 20 વર્ષ વચ્ચે 200% ટકાની ચુકવણી કરવામાં આવે છે. આ યોજનામાં દુર્ઘટના લાભ અને દિવ્યાંગતા રાઇડરનો લાભ પણ ઉઠાવી શકાય છે. તે માટે થોડી વધારાની રકમ આપવી પડે છે. 

4/5

12 વર્ષની ઉંમરથી કરી શકો છો રોકાણ

12 વર્ષની ઉંમરથી કરી શકો છો રોકાણ

જીવન પ્રગતિ પ્લાન મેચ્યોર (Maturity Benefit) થયા બાદ તમને 28 લાખ રૂપિયાની રકમ મળશે. તે માટે તમારે 20 વર્ષો સુધી આ સ્કીમમાં રોકાણ કરવું પડશે. રોકાણકારે દર મહિને 6 હજાર રૂપિયાની રકમ આ પોલિસીમાં રોકાણ કરવી પડશે, એટલે કે દરરોજ 200 રૂપિયા. આ પોલિસીને 12 વર્ષની ઉંમરે શરૂ કરી શકાય છે. તેમાં રોકાણની વય મર્યાદા 45 વર્ષ છે. 

5/5

સૌથી વિશ્વાસપાત્ર કંપની છે LIC

સૌથી વિશ્વાસપાત્ર કંપની છે LIC

મહત્વનું છે કે ભારતીય જીવન વીમા નિગમ દેશની સૌથી વિશ્વસનીય કંપનીમાંથી એક છે. ગામ હોય કે શહેર દરેક વિસ્તારમાં વ્યક્તિ તેને ઓળખે છે. તેમાં વર્ષો સુધી રોકાણ કરી ભવિષ્યમાં એક મોટી રકમ મેળવી શકાય છે. સાથે તેમાં અન્ય પ્રકારના લાભ પણ મળે છે.