હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં પ્રવેશ કરશે LIC, 31 માર્ચ સુધીમાં જાહેરાત શક્ય, શેરના ભાવ બન્યા રોકેટ
LIC Share price: LIC હેલ્થ ઇન્સ્યોરન્સ ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. આ માટે, LIC એ આરોગ્ય વીમા કંપનીને હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ સમાચાર વચ્ચે, LIC ના શેરમાં વધારો થયો અને અઠવાડિયાના બીજા દિવસે તે 1.70% વધીને 758 રૂપિયાને પાર કરી ગયો.
LIC Share price: ભારતીય જીવન વીમા નિગમ (LIC) આરોગ્ય વીમા ક્ષેત્રમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. આ માટે, LIC એ આરોગ્ય વીમા કંપનીને હસ્તગત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ માહિતી કંપનીના સીઈઓ સિદ્ધાર્થ મોહંતીએ 18 માર્ચ, મંગળવારના રોજ આપી હતી.
આ સમાચાર વચ્ચે, LIC ના શેરમાં વધારો થયો અને અઠવાડિયાના બીજા દિવસે, મંગળવારે, તે 1.70% વધીને રૂ. 758 ને પાર કરી ગયો. તમને જણાવી દઈએ કે 3 માર્ચે શેર 715 રૂપિયાના નીચલા સ્તરે ગબડી ગયો હતો. આ શેરનો 52-સપ્તાહનો નીચો ભાવ પણ છે.
LIC 31 માર્ચ પહેલા આરોગ્ય વીમા કંપનીના સંપાદનને અંતિમ સ્વરૂપ આપવા અને તેની જાહેરાત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. મોહંતીએ સ્પષ્ટતા કરી કે LIC જે કંપની હસ્તગત કરશે તેમાં તેનો બહુમતી હિસ્સો રહેશે નહીં. આ પગલાથી વીમા ક્ષેત્રમાં LIC ની હાજરી મજબૂત થવાની અપેક્ષા છે. તમને જણાવી દઈએ કે LICના ચેરમેન સિદ્ધાર્થ મોહંતીએ અગાઉ આરોગ્ય વીમા ક્ષેત્રમાં કંપનીની સંભાવનાઓનો ઉલ્લેખ કર્યો હતો.
તાજેતરમાં જ LIC એ નાણાકીય વર્ષ 2025ના પ્રથમ 11 મહિનામાં ગ્રુપ વાર્ષિક રિન્યુઅલ પ્રીમિયમ અને વ્યક્તિગત પ્રીમિયમ બંનેમાં મોટો વધારો નોંધાવ્યો છે. LIC એ જણાવ્યું હતું કે ગ્રુપ વાર્ષિક રિન્યુઅલ પ્રીમિયમમાં 28.29 ટકાનો વધારો થયો છે અને વ્યક્તિગત પ્રીમિયમમાં 7.90 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2025 સુધીમાં LICનું કુલ પ્રીમિયમ કલેક્શન 1.90 લાખ કરોડ રૂપિયા પર પહોંચ્યું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં 1.86 લાખ કરોડ રૂપિયાથી 1.90 ટકા વધુ છે.
જોકે, ફેબ્રુઆરી 2025 માં વ્યક્તિગત પ્રીમિયમ કલેક્શન 1.07 ટકા ઘટીને 4,837.87 કરોડ રૂપિયા થયું છે, જે ફેબ્રુઆરી 2024માં 4,890.44 કરોડ રૂપિયા હતું. આ સમયગાળા દરમિયાન, ગ્રુપ પ્રીમિયમ હેઠળ કુલ 4,898 પોલિસી જાહેરી કરવામાં આવી હતી, જે ગયા વર્ષની 4314 પોલિસી કરતાં 13.53 ટકા વધુ છે.
(Disclamar: Zee 24 કલાક ફક્ત માહિતી આપે છે, આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ કરવું જોખમી છે. કોઈપણ રોકાણ કરતા પહેલા એક્સપર્ટની સલાહ લો.)
Trending Photos