બર્થ-ડે બ્લાસ્ટ : આ સુપરસ્ટારની દીકરી બની હોત ઇન્દિરા ગાંધીની વહુ પણ નડી રાજીવ-સોનિયાની લવસ્ટોરી

Dec 14, 2018, 05:30 AM IST
1/6

14 ડિસેમ્બર,1924ના દિવસે જન્મેલા બોલિવૂડના દિગ્ગજ એક્ટર રાજ કપૂરનો આજે જન્મદિવસ છે. રાજનીતિમાં પ્રભાવશાળી ગાંધી-નેહરુ પરિવાર અને ફિલ્મી દુનિયાના દિગ્ગજ કપૂર પરિવારના સંબંધો જગજાહેર છે. પરંતુ ઘણાં ઓછા લોકો જાણતા હશે કે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પોતાના મોટા દીકરા રાજીવ ગાંધીના લગ્ન સ્વર્ગસ્થ અભિનેતા રાજ કપૂરની દીકરી સાથે કરાવવા માંગતા હતા. પત્રકાર રશિદ કિદવઈએ પોતાના પુસ્તક ‘નેતા અભિનેતા: બોલિવૂડ સ્ટાર પાવર ઈન ઈન્ડિયન પોલિટિક્સ’માં લખ્યુ છે કે દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને દિગ્ગજ અભિનેતા પૃથ્વીરાજ કપૂર વચ્ચે ગાઢ મિત્રતા હતી અને ઈન્દિરાના મનમાં પણ કપૂર પરિવાર માટે સન્માન અને આદરની ભાવના હતી.

2/6

પુસ્તકમાં લખવામાં આવ્યુ છે કે, ઈન્દિરા ઈચ્છતા હતા કે બન્ને પરિવારો વચ્ચેનો સંબંધ મિત્રતાથી આગળ વધે અને આ જ કારણે તેમણે પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના લગ્ન રાજ કપૂરના મોટા દીકરી રિતુ કપૂર સાથે કરાવવાનો વિચાર કર્યો. 

3/6

ઈન્દિરા ગાંધી બોલિવૂડ સાથે જોડાયેલી વહુ શોધતા હતા અથવા સ્ટાર જેવી વસ્તુનો કોઈ મોહ હતો તેવી વાત નહોતી. હકીકતમાં તેમના હૃદયમાં કપૂર પરિવાર માટે ભારોભાર સન્માનની લાગણી હતી.

4/6

જો કે ઈન્દિરા ગાંધીની આ ઈચ્છા અધૂરી રહી હતી. રાજીવ ગાંધી જ્યારે ભણવા માટે બ્રિટનના કેમ્બ્રિજ યૂનિવર્સિટી ગયા તો ત્યાં તેમની મુલાકાત સોનિયા માયનો સાથે થઈ અને તેમને પ્રેમ થઈ ગયો. આ પછી રાજીવ અને સોનિયાએ લગ્ન કરી લીધા હતા.

5/6

રિતુ કપૂરના લગ્ન પછી ઉદ્યોગપતિ રાજન નંદા સાથે થયા હતા અને તેમણે દિલ્હીમાં ભારે આનંદદાયક લગ્નજીવન ગાળ્યું હતું. જોકે હાલમાં રાજન નંદાનું અવસાન થયું છે.

6/6

રિતુ અને રાજનના દિકરા નીખિલ નંદાના લગ્ન અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા સાથે થયા છે. આમ, રિતુ અને અમિતાભ બચ્ચનનો પરિવાર એક સંબંધથી બંધાયેલો છે.