પરમાણુ યુદ્ધની વિનાશલીલામાં પણ આ દેશોને નહીં આવે ઉની આંચ! જાણો કયા દેશમાં સુરક્ષિત છો તમે
ભારત અને પાકિસ્તાન, રશિયા અને યુક્રેન ઉપરાંત ઈઝરાયેલને પણ પડોશી દેશો સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે દર વખતે દુનિયામાં પરમાણુ યુદ્ધ અને તેની તબાહીની આશંકા મંડરાવવા લાગે છે. પરંતુ લોકોના મનમાં એ જાણવાની ઉત્સુકતા રહેલી છે કે કયા દેશો આવા પરમાણુ યુદ્ધમાં પણ સુરક્ષિત રહી શકે.
ભારત પાકિસ્તાન યુદ્ધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે જ તણાવ જોવા મળ્યો ત્યારે દુનિયામાં પરમાણુ યુદ્ધ છેડાય એવી આશંકા પ્રબળ બનવા લાગી હતી. પાકિસ્તાનના નેતા સતત એટમી બોમ્બ હુમલાની ધમકી આપતા રહ્યા. જ્યાર રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થયું તો પણ એ વાતની આશંકા જતાવવામાં આવી હતી કે શું પશ્ચિમી દેશ યુક્રેનના પક્ષમાં રહેશે અને ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત થશે. ધ મિરરનો રિપોર્ટ કહે છે કે જો વૈશ્વિક પરમાણુ યુદ્ધ થાય તો 72 મિનિટમાં દુનિયાની 60 ટકા વસ્તીનો ખાતમો થઈ શકે છે.
મોટી વસ્તીને જોખમ
નેચર ફૂડનો રિપોર્ટ કહે છે કે દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધ તરીકે પરમાણુ યુદ્ધ થાય તો વિનાશકારી પરિણામ આવશે. પરમાણુ બોમ્બ હુમલામાં લાખો કરોડો લોકોના માર્યા જવાની સાથે સાથે ખેતીવાડી, કારોબાર, પર્યટન ધ્વસ્ત થતા મોટાભાગની અર્થવ્યવસ્થા તબાહ થશે. દુનિયાભરમાં 6.7 અબજ લોકો ભૂખમરાથી મોતને ભેટશે. અનેક દેશોમાં તો સુનામીનું જોખમ છે. અમેરિકા, કેનેડા, યુરોપ અને રશિયામાં દુષ્કાળ જોવા મળી શકે છે. ભારત પાકિસ્તાન જ નહીં અમેરિકા-ઓસ્ટ્રેલિયા, ચીન જેવા દેશોમાં પણ વસ્તીનો મોટો ભાગ કૃષિ અને તના ખાદ્યાન્ન ભંડાર પર નિર્ભર છે.
ત્રીજુ વિશ્વ યુદ્ધ Third world war
દુનિયામાં ત્રીજુ વિશ્વ યુદ્ધ થાય તો ભયાનક તબાહીની ચેતવણી વૈજ્ઞાનિકો પણ આપી ચૂક્યા છે. તેનાથી ધરતીના અસ્તિત્વ ઉપર સંકટ મંડરાઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર જેવી વિશ્વની તમામ એજન્સીઓની નિષ્ફળતા વચ્ચે પરમાણુ યુદ્ધના હુમલાનું જોખમ વધ્યું છે. ભારત, પાકિસ્તાન અને ચીન એવા પરમાણુ હથિયાર સંપન્ન દેશ છે જેની વચ્ચે સરહદને લઈને વિવાદ છે.
કોલ્ડ વોરમાં જોખમ હતું
શીત યુદ્ધમાં અમેરિકા, રશિયા, પરમાણુ યુદ્ધના આરે હતા. તાઈવાન, વિયેતનામ, ફિલિપાઈન્સને ચીન સાથે દક્ષિણ ચીન સાગર અંગે વિવાદ છે. અમેરિકા આ નાના દેશોના પડે ઊભેલો દેખાય છે. આવામાં એક નાની ચિંગારી પરમાણુ હુમલાની શકલ લઈ શકે છે. ઈઝરાયેલ પણ પરમાણુ હથિયાર સંપન્ન દેશ ગણાય છે. ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા વચ્ચે પણ સરહદ વિવાદ છે અને નોર્થ કોરિયા પાસે એટમ બોમ્બ છે.
ભૂટાન સુરક્ષિત દેશ
પહાડોથી ઘેરાયેલું ભૂટાન વિશ્વમાં એક એવો દેશ છે જેની ભૌગોલિક સ્થિતિ અલગ છે , તેણે પોતાને વૈશ્વિક ઉથલ પાથલથી અલગ રાખ્યો છે. તેની પોતાની સેના પણ નથી. 1971માં ભૂટાનને યુએનથી સ્વતંત્ર દેશનો દરજ્જો મળ્યો હતો. દુનિયાના મોટા દેશો વચ્ચે ઘર્ષણ થાય તો પરમાણુ બોમ્બ હુમલાથી સૌથી સુરક્ષિત દેશોમાં ભૂટાન પણ હશે.
ઈન્ડોનેશિયા પણ જૂથ નિરપેક્ષ
એશિયાઈ દેશ ઈન્ડોનેશિયા જૂથ નિરપેક્ષતા પર ચાલતા દેશોમાં છે. તેણે દુનિયાના મોટા યુદ્ધમાં કોઈને સાથ આપ્યો નથી. ત્રીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ જો પરમાણુ હુમલો થાય તો પણ ઈન્ડોનેશિયા ભાગ્યે કોઈ દેશનો પક્ષ લેશે. તેની વિદેશ નીતિમાં અમેરિકા, ચીન કે કોઈ મોટા દેશ પ્રત્યે ઝૂકાવ રાખવામાં નથી આવ્યો.
સ્વિટ્ઝરલેન્ડ
ધરતીનું સ્વર્ગ ગણાતા સ્વિટ્ઝરલેન્ડ પણ વૈશ્વિક રાજકારણના ઘર્ષણથી દૂર રહે છે. યુરોપીયન દેશ સ્વિટ્ઝરલેન્ડ કેન્ટનમાં વહેંચાયેલો છે અને તે નાનામાં નાના નિર્ણયો માટે જનમત સંગ્રહ કરાવે છે. ત્યાંની સરકારો અને જનતા પણ વધુ ઊંચી રાજકીય મહત્વકાંક્ષા રાખતા નથી. આમ છતાં યુરોપ પર જોખમ જોતા અહીં પરમાણુ બંકર બનાવવામાં આવ્યા છે. જેથી કરીને પરમાણુ હુમલા ટાણે જનતા સુરક્ષિત રહે.
ન્યૂઝીલેન્ડ અને આઈસલેન્ડ
ન્યૂઝીલેન્ડ અને આઈસલેન્ડ પણ એવા દેશોમાં સામેલ છે. ન્યૂઝીલેન્ડ પ્રથમ વિશ્વ યુદ્ધ કે દ્વિતિય વિશ્વ યુદ્ધ કે એવી કોઈ મોટી જંગ દરમિયાન કોઈના પક્ષમાંરહ્યું નથી. પરમાણુ હુમલા જેવી સ્થિતિમાં તેના પર હુમલો થવાની સંભાવના ખુબ ઓછી છે. આઈસલેન્ડ પણ અત્યાર સુધી યુદ્ધમાં તટસ્થ રહ્યું છે અને દુનિયાના સૌથી સુરક્ષિત દેશોમાંથી એક છે.
એન્ટાર્કટિકા પણ સુરક્ષિત
બર્ફીલા પહાડોથી ભરેલું એન્ટાર્કટિકા પણ પોતાના રણનીતિ મહત્વ અને આંતરિયાળ હોવાના કારણે પરમાણુ હુમલાથી સૌથી સુરક્ષિત ગણાય છે. આવા હુમલા સમયે ત્યાં હજારો લોકો શરણ લઈ શકે છે. ડેનમાર્કના સ્વામિત્વવાળું ગ્રીનલેન્ડ પણ આવું છે જે રાનીતિક રીતે તટસ્થ છે. તે પણ સંકટ સમયે સુરક્ષિત મનાય છે.
દક્ષિણ અમેરિકી દેશોમાં શાંતિ
આર્જેન્ટિના, ચીલી અને ઉરુગ્વે જેવા દેશ પરમાણુ બોમ્બ હુમલા સમયે દુષ્કાળ કે ખાદ્ય સંકટથી બચી શકે છે. પરમાણુ હુમલા સમયે આ દેશ લાંબા સમય સુધી સંકટનો સામનો કરી શકે છે.
Disclaimer:
આ ખબરમાં અપાયેલી જાણકારી સામાન્ય રિપોર્ટ અને ખબરોથી લેવામાં આવી છે. તેની સત્યતા અને પ્રમાણિકતાની ઝી24કલાક પુષ્ટિ કરતું નથી. તેના ચિત્રણની વાસ્તવિકતા માટે પણ અમે જવાબદાર નથી.
Trending Photos