Liver Health: આ અંગોમાં સોજો એટલે ફેટી લિવર બની રહ્યું છે સિરોસિસ, લિવર સડી જાય તે પહેલા શરુ કરી દો આ ઉપાય
Liver Damage Symptoms: લોહીને ફિલ્ટર કરવાથી લઈને શરીરમાંથી ગંદકી બહાર કરવાનું કામ લિવર કરે છે. તેથી જ લિવરમાં સમસ્યા થાય તો શરીર બરાબર કામ કરતું નથી અને ધીરેધીરે શરીર ગંભીર બીમારીની ચપેટમાં આવી જાય છે. લિવર ડેમેજ થવાના શરુઆતી લક્ષણ પર ધ્યાન આપવામાં ન આવે તો ફેટી લિવર, કેન્સર, સિરોસિસ પણ થઈ શકે છે.
પગમાં સોજા અને ઘા
ફેટી લિવર સંબંધિત સમસ્યા શરુ થાય ત્યારે પગની આસપાસના ઉતકોંમાં દ્રવ્ય જામી જાય છે. જેના કારણે પગમાં સોજા દેખાય છે અને ઘા બનવા લાગે છે.
પેટમાં સોજો
એડવાંસ લિવર ડિસીઝમાં પેટમાં પાણી જમા થવા લાગે છે. જેના કારણે પેટ ફુલવાની સમસ્યા થાય છે. આ સ્થિતિ સિરોસિસ અને કેન્સરના શરુઆતી લક્ષણમાં જોવા મળે છે.
તળિયા સોજી જવા
ફેટી લિવર ગંભીર સ્થિતિમાં પહોંચે ત્યારે પગ અને ઘુંટણમાં સોજા ઉપરાંત પગના તળીયામાં એડિમા પણ થઈ શકે છે. તેના કારણે ચહેરા અને હાથ પર પણ સોજા રહે છે.
ફેટી લિવરને કંટ્રોલ કરવાનો ઉપાય
જો તમે ફેટી લિવરના ગંભીર પરિણામોથી બચવા માંગો છો તો સૌથી પહેલા વજન કંટ્રોલ કરો. નિયમિત 30 મિનિટ કોઈપણ વ્યાયામ કરો. આહારમાં ફેટ ઘટાડો અને બ્રેડ, બટેટા, ચોખા ઓછા ખાવા. જો કોઈ વ્યસન હોય તો તેને પણ છોડી દો અને હેલ્ધી આહાર લેવાનું રાખો.
Trending Photos