'ન્યુક્લિયર બ્લાસ્ટની કગાર પર...' સાચી પડી હતી કોરોનાની વાત, હવે લિવિંગ નોસ્ટ્રાડેમસે કરી ખોફનાક ભવિષ્યવાણી

Living Nostradamus: કોરોનાની ભવિષ્યવાણી કરનારા જીવિત નોસ્ટ્રાડેમસે ફરી એકવાર મોટી ચેતવણી આપી છે. તેમણે 'સાઈલન્ટ પરમાણુ વિસ્ફોટ' અંગે ભારે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, દુનિયા આ તબાહીથી થોડી જ દૂર છે.

1/6
image

દુનિયાભરમાં એવા ઘણા ભવિષ્યવક્તા છે જે પોતાની ભવિષ્યવાણીઓ માટે ખૂબ પ્રખ્યાત છે. જ્યારે પણ ક્યાંક પણ ભવિષ્યવાણીની વાત થાય છે, ત્યારે લોકો બાબા વેંગાને યાદ કરવા લાગે છે, પરંતુ આ વખતે એથોસ સલોમે 'સાયલન્ટ ન્યુક્લિયર બ્લાસ્ટ' અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, દુનિયા આ તબાહીથી થોડી જ દૂર છે. એથોસ સલોમીએ કોરોનાની પણ ભવિષ્યવાણી કરી હતી. આ પહેલા પણ તેમની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે.

2/6
image

ડેઇલી મેઇલના એક રિપોર્ટ અનુસાર સલોમીએ દુનિયાભરમાં ચાલી રહેલા ઉથલપાથલને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપી છે. તેમણે એ પણ જાણકારી આપી કે, યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત થઈ જશે, પરંતુ કોઈનો વિજય થશે નહીં. સાથે જ એવું પણ કહ્યું છે કે, સાઈલન્ટ પરમાણુ વિસ્ફોટ થશે જે પરમાણુ રિએક્ટરને ઉડાવી શકે છે, જેનાથી મોટા પાયે વિનાશ થઈ શકે છે.

3/6
image

આ ઉપરાંત તમને જણાવી દઈએ કે એથોસ સલોમી (લિવિંગ નોસ્ટ્રાડેમસ)એ ગલ્ફ સ્ટ્રીમ એટલે કે એટલાન્ટિક મેરિડીયનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશનના આંશિક રીતે બંધ થવાની ચેતવણી જારી કરી છે. જો આવું થાય છે તો યુરોપના તાપમાન પર તેની ભયંકર અસર પડશે. જેના કારણે પશ્ચિમ યુરોપમાં ગંભીર દુષ્કાળ પડી શકે છે અને ન્યૂયોર્ક, મુંબઈ અને લાગોસ જેવા શહેરોમાં અચાનક પૂર આવી શકે છે. તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, 2025 સુધીમાં આ સંઘર્ષ સ્થિર થઈ જશે. જો કે, યુક્રેન એક 'બફર સ્ટેટ' બની જશે. આ યુદ્ધ કોઈ જીતશે નહીં.

4/6
image

સાથે-સાથે તેમણે ચેતવણી આપી છે કે, એક એવું યુદ્ધ થશે જેના વિશે કોઈને ખબર નહીં પડે. તેનું ટેલિકાસ્ટ પણ ક્યાંય નહીં થાય. તેમણે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું કે, આ સંઘર્ષ ડ્રોન હુમલા, ઔદ્યોગિક તોડફોડ અને સાયબર હુમલાઓએ પહેલાથી જ યુદ્ધ માટે એક શાંત પ્લેટફોર્મ બનાવી દીધું છે.

5/6
image

પરમાણુ રિએક્ટર વિસ્ફોટથી ભારે તબાહી થશે. સૌથી મોટો ખતરો ઈરાની પરમાણુ રિએક્ટરનો વિનાશ છે, જેના વૈશ્વિક પર્યાવરણીય અને રાજકીય પરિણામો આવશે. આનાથી ભારે વિનાશ થશે, ફક્ત ત્રણ વિશ્વ નેતાઓ જ આ ખતરાની સાચી ગંભીરતાનો અહેસાસ કરી શકશે. શ્રીમંત લોકો પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે. 

6/6
image

આ સંદર્ભમાં સલોમીએ ખુલાસો કર્યો કે, દુનિયાભરના ધનિક લોકોના વર્તન પરથી ખ્યાલ આવે છે કે તેઓ આવી આપત્તિ માટે પહેલેથી જ તૈયારી કરી રહ્યા છે, તેમણે ઉમેર્યું કે સ્માર્ટ લોકો સ્વિટ્ઝર્લૅન્ડ, સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોમાં જવા માંગે છે.