અડધું ભારત નથી જાણતું આ ખાનગી લોન વિશે, Personal Loanથી પણ ઘણી સસ્તી

Loan Against LIC Policy: ઈમરજન્સીમાં જ્યારે રૂપિયાની જરૂરત પડે છે, ત્યારે લોકો ક્રેડિટ કાર્ડ અથવા પર્સનલ લોન વિશે વિચારે છે. ક્રેડિટ કાર્ડથી શોર્ટ ટર્મ લોન લઈને કામ ચલાવી શકાય છે, પરંતુ લોંગ ટર્મ માટે પર્સનલ લોન વધુ સારી માનવામાં આવે છે. જો કે, પર્સનલ લોન પર વ્યાજ દરો ખૂબ વધારે હોય છે અને દર મહિને EMI ચૂકવવાનો બોજ માથા પર હોય છે. પરંતુ એત લોન એવી પણ છે જે પર્સનલ લોન કરતાં સસ્તી છે અને તેમાં EMI ભરવાનો કોઈ બોજ રહેતો નથી. તેની રિપેમેન્ટ સિસ્ટમ એટલી સરળ છે કે તમે તમારી સુવિધા અનુસાર લોનની ચુકવણી કરી શકો છો. મોટાભાગના લોકોને આ વાતની જાણ નહીં હોય. આ લોન વિશે અહીં જાણો.

જાણો કઈ છે આ લોન

1/7
image

અમે વાત કરી રહ્યા છીએ LIC લોન વિશે. LIC તેમની તમામ પોલિસી પર લોનની સુવિધા પૂરી પાડે છે. જો તમારી પાસે LIC પોલિસી છે અને તેના પર લોનની સુવિધા ઉપલબ્ધ છે, તો તમે મુશ્કેલ સમયમાં તે લોન લઈને રૂપિયાની વ્યવસ્થા કરી શકો છો. આ લોન માટે વધુ પેપર વર્કની જરૂર પડતી નથી અને ગ્રાહક માત્ર 3 થી 5 દિવસના સમયગાળામાં લોનની રકમ મેળવી શકે છે.

કોઈ પ્રોસેસિંગ ફી અથવા હિડન ચાર્જ નહીં

2/7
image

LIC પર લોનનો એક ફાયદો એ છે કે તમારે તમારી પોલિસી સરન્ડર કરવાની જરૂર નથી. આવી સ્થિતિમાં તમને વીમાથી જે લાભ મળે છે તે સમાપ્ત થતો નથી. આ સિવાય આ લોન પર્સનલ લોન કરતા સસ્તી છે. સાથે જ તેને લેતા સમયે કોઈ પ્રોસેસિંગ ફી અથવા હિડન ચાર્જ પણ લગાવવામાં નથી આવતો. આવી સ્થિતિમાં લોનના વધારાના ખર્ચની બચત થાય છે. સામાન્ય રીતે LIC તરફથી લોન 9% થી 11% ના વ્યાજ દરે ઉપલબ્ધ છે, જ્યારે પર્સનલ લોન પર વ્યાજ 10.30% થી 16.99% ની વચ્ચે હોઈ શકે છે.

દર મહિને EMIની કોઈ ઝંઝટ નહીં

3/7
image

LIC પોલિસી પર જો તમે લોન લો છો તો તેનું રીપેમેન્ટ એકદમ સરળ છે. આમાં લોનની ચુકવણી કરવા માટે વધારે સમય મળે છે કારણ કે લોનની મુદત ઓછામાં ઓછી છ મહિનાથી વીમા પોલિસીની પાકતી મુદત સુધીની હોઈ શકે છે. આવી સ્થિતિમાં ગ્રાહક માટે સારી વાત એ છે કે આ લોન પર દર મહિને EMI ભરવાનું કોઈ ટેન્શન નથી. જેમ જેમ પૈસા એકઠા થાય છે, તમે તે મુજબ ચૂકવણી કરી શકો છો. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે વાર્ષિક વ્યાજ તેમાં ઉમેરાતું રહેશે. જો કોઈ ગ્રાહક લઘુત્તમ 6 મહિનાની અંદર લોન સેટલ કરે છે, તો તેણે 6 મહિનાના સમગ્ર સમયગાળા માટે વ્યાજ ચૂકવવું પડશે.

લોનની ચૂકાવવા માટે 3 ઓપ્શન

4/7
image

આમાં લોન ત્રણ રીતે ચૂકવી શકાય છે. પ્રથમ રીત- સમગ્ર મુદ્દલને વ્યાજ સાથે ચૂકાવો. બીજી રીત - વીમા પોલિસીની પાકતી મુદતના સમયે દાવાની રકમ સાથે પ્રિન્સિપલની પતાવટ કરો. આવી સ્થિતિમાં હવે તમારે માત્ર વ્યાજની રકમ જ ચૂકવવી પડશે. ત્રીજી રીત - વાર્ષિક વ્યાજની રકમ ચૂકવો અને મુખ્ય રકમ અલગ રીતે ચૂકવો.

કેટલી મળી શકે છે લોન?

5/7
image

LICમાં લોનની રકમ સરેન્ડર વેલ્યૂ અનુસાર નક્કી કરવામાં આવે છે. તમે પોલિસીના સરેન્ડર વેલ્યૂના 80 થી 90 ટકા સુધીની લોન મેળવી શકો છો.

LIC પર ઉપલબ્ધ લોન સુરક્ષિત લોન છે

6/7
image

પોલિસી સામે મળતી લોન સુરક્ષિત લોન છે. આ આપતી વખતે વીમા કંપની તમારી પોલિસી કોલેટરલ તરીકે રાખે છે. જો તમે લોનની ચુકવણી ન કરો અથવા બાકી લોનની રકમ પોલિસીના સરેન્ડર વેલ્યૂ કરતાં વધી જાય, તો કંપનીને તમારી પોલિસી સમાપ્ત કરવાનો અધિકાર છે. જો તમે લોન ચૂકવતા પહેલા તમારી વીમા પોલિસી પરિપક્વ થઈ જાય, તો વીમા કંપની તમારી રકમમાંથી લોનની રકમ કાપી શકે છે.

લોન માટે કેવી રીતે કરવું એપ્લાઈ

7/7
image

પોલિસી સામે લોન લેવા માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન બન્ને રીતે અરજી કરી શકો છો. ઓફલાઇન અરજી માટે તમારે LIC ઓફિસમાં જવું પડશે અને KYC દસ્તાવેજો સાથે લોન માટે અરજી કરવી પડશે. ઓનલાઈન અરજી કરવા માટે LIC ઈ-સેવાઓ માટે નોંધણી કરો. આ પછી તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો. આ પછી તપાસો કે તમે વીમા પોલિસી બદલવા માટે લોન મેળવવા માટે પાત્ર છો કે નહીં. જો હા, તો લોનના નિયમો, શરતો, વ્યાજ દરો વગેરે વિશે ધ્યાનથી વાંચો. આ પછી અરજી સબમિટ કરો અને KYC દસ્તાવેજો ઓનલાઇન અપલોડ કરો.