લો પ્રેશર, અરબી સમુદ્રમાં ડિપ્રેશન... આ ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં અતિ ભારે વરસાદનો ખતરો, જાણી લો નવી આગાહી

Gujarat Weather News: એક તરફ રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. બીજીતરફ હવામાનમાં પલટાને કારણે કેટલીક જગ્યાએ વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં આગામી સાત દિવસ માટે વરસાદી માહોલની આગાહી કરી છે.

શું છે આગાહી

1/6
image

અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. એ. કે. દાસએ જણાવ્યુ કે રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદી માહોલ જોવા મળશે. 21 અને 22 મેએ ભારે વરસાદની સંભાવના છે. આ દરમિયાન વીજળીના કડાકા-ભડાકા સાથે 40થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

2/6
image

22 મેની આગાહીની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા સાથે ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય 23, 24 અને 25 મેએ સમગ્ર રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી શકે છે. જ્યારે 26 અને 27 મેએ છૂટાછવાયા વરસાદની સંભાવના છે.

3/6
image

અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના બની છે. આગામી 12 કલાક બાદ લો પ્રેશર અને 36 કલાક બાદ અરબી સમુદ્રમાં ડિપ્રેશનની સ્થિતિ જોવા મળી શકે છે. જેના કારણે રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિ આવી શકે છે. 

4/6
image

ગુજરાતમાં વરસાદની સંભાવના જોતાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી છે. 

5/6
image

હવામાન વિભાગે જણાવ્યું હતું કે 21 મે પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. 22 થી 24 મે દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી છે. 24 મેના રોજ રાજ્યમાં મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. તેથી, અમદાવાદમાં તાપમાન 40 ડિગ્રીની આસપાસ નોંધાશે. હવામાન વિભાગના ચાર્ટ મુજબ અમરેલી, ભાવનગર, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે.

6/6
image

અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે ચોમાસું 27 મે સુધીમાં કેરળ પહોંચશે. IMD એ મંગળવારે જણાવ્યું હતું કે આગામી 4-5 દિવસમાં ચોમાસું કેરળ પહોંચી શકે છે. ચોમાસાના આગમન માટે પરિસ્થિતિઓ અનુકૂળ બનવાની શક્યતા છે. આગામી 3 દિવસ દરમિયાન ઉત્તરપૂર્વ ભારત, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વાવાઝોડા અને વીજળી સાથે ભારે વરસાદની સંભાવના છે.