IPL 2025ની હરાજીમાં અનસોલ્ડ રહેલા શાર્દુલ ઠાકુરને લાગી લોટરી, આ ટીમ તરફથી મળી 2 કરોડની ડીલ
Shardul Thakur : IPL 2025ની પ્રથમ મેચ બાદ ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરનું નસીબ ચમક્યું છે. મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો. ત્યારે હવે તેને આ ટીમ દ્વારા 2 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
IPL 2025ની મેગા ઓક્શન ગયા વર્ષે નવેમ્બરમાં થઈ હતી. ભારતીય ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહ્યો હતો.
શાર્દુલ ઠાકુરને હરાજીમાં કોઈ ખરીદનાર મળ્યો નહોતો, પરંતુ IPL 2025ની પ્રથમ મેચ બાદ તેનું નસીબ ચમક્યું છે. મેગા ઓક્શનમાં અનસોલ્ડ રહેલ શાર્દુલને 2 કરોડ રૂપિયામાં લખનઉ સુપર જાયન્ટ્સે તેની ટીમમાં સામેલ કર્યો છે.
લખનૌ સુપર જાયન્ટ્સ 24 માર્ચે દિલ્હી કેપિટલ્સ સામે સિઝનની પ્રથમ મેચ રમવાની છે. આ પહેલા પણ ટીમના ઘણા બોલરો ઈજાગ્રસ્ત છે, જેમાંથી એક મોહસીન ખાન છે. તે આખી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. તેથી તેના સ્થાને શાર્દુલ ઠાકુરને સાઈન કર્યો છે.
IPL દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર મીડિયા રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે લખનૌ સુપર જાયન્ટ્સે ડાબા હાથના ફાસ્ટ બોલર મોહસીન ખાનની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ટીમમાં સામેલ કર્યો છે, જે ઈજાના કારણે IPLની 18મી સીઝનમાંથી બહાર થઈ ગયો છે.
તમને જણાવી દઈએ કે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરનાર શાર્દુલ ઠાકુર પાસે આઈપીએલનો પણ અમૂલ્ય અનુભવ છે. જો કે, તે લાંબા સમય સુધી કોઈ ફ્રેન્ચાઈઝીમાં રહ્યો ન હતો. તેણે IPLમાં પાંચ ટીમો માટે કુલ 95 મેચ રમી છે.
શાર્દુલ ઠાકુર IPL 2025ની LSGની પ્રથમ મેચમાં રમતા જોવા મળશે. તેણે ઘરેલુ ક્રિકેટમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. LSGએ તેને ટીમના ટ્રેનિંગ સેશનમાં પણ રાખ્યો હતો અને હવે તેને મુખ્ય ટીમમાં સામેલ કર્યો છે.
Trending Photos