Lucky Numerology 2025: આ તિથિએ જન્મેલા લોકો માટે ભાગ્યશાળી રહેશે નવું વર્ષ, વધશે બેંક બેલેન્સ, નોકરીમાં સફળતાનો યોગ
Numerology 2025: જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે નવું વર્ષ એટલે કે 2025 કેટલાક મૂળાંક માટે ખુબ ભાગ્યશાળી રહેવાનું છે. તેવામાં આવો જાણીએ તે કયા મૂળાંક છે, જેના માટે વર્ષ 2025 ખાસ રહેશે.
વર્ષ 2025
નવું વર્ષ જલ્દી શરૂ થવાનું છે. અંક શાસ્ત્ર પ્રમાણે આ વર્ષ ઘણા લોકો માટે અતિ ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ મૂળાંકવાળા જાતકોનું ભાગ્ય ચમકી જશે. આ સાથે તેને દરેક ક્ષેત્રમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025માં અંકોનો યોગ 9 છે અને 9ના સ્વામી મંગળ ગ્રહ છે. તેવામાં મંગળની અસર વર્ષ 2025 પર થશે, જેનાથી કેટલાક જાતકોના જીવનમાં સારા ફેરફાર આવી શકે છે. તેના માટે વર્ષ 2025 શુભ સાબિત થશે. આવો જાણીએ તે કયા મૂળાંક છે, જેના માટે વર્ષ 2025 ખાસ રહેવાનું છે.
મૂળાંક 4
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 4 વાળા જાતકો માટે વર્ષ 2025 ખુશીઓ લઈને આવશે. મહત્વનું છે કે જેનો જન્મ કોઈ મહિનાની 4, 13, 22 કે 31 તારીખે થયો છે તેનો મૂળાંક 4 હોય છે. નવું વર્ષ તેના માટે શુભ સાબિત થઈ શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 4નો સંબંધ રાહુ સાથે છે, જેનાથી ક્યારેક તેના જીવનમાં ગુંચવણો આવે છે, પરંતુ 2025માં આ લોકોને સફળતા મળશે. બિઝનેસની ઈચ્છા રાખનાર લોકો માટે આ વર્ષ ભાગ્યશાળી રહેશે. નવા વર્ષમાં તેને પોતાના સપના પૂરા કરવાની તક મળી શકે છે. ઘર-પરિવાર અને જીવનસાથીની સાથે ખુશીઓની ક્ષણ પસાર થશે.
મૂળાંક 6
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 6વાળા જાતકો માટે નવું વર્ષ ભાગ્યશાળી સાબિત થશે. મહત્વનું છે કે જેનો જન્મ કોઈપણ મહિનાની 6, 15 કે 24 તારીખે થયો છે તેનો મૂળાંક 6 હોય છે. નવું વર્ષ તેના માટે શુભ રહેશે. જ્યોતિષ અનુસાર 6ના સ્વામી ગ્રહ શુક્ર છે અને શુક્રમાં આકર્ષણ શક્તિ હોય છે. તેવામાં આ લોકોને તેની ઓળખ બનાવવાની તક મળી શકે છે. સુખ-સુવિધામાં વધારો થઈ શકે છે. નવા વર્ષમાં ઘર કે કાર ખરીદવાની તક મળી શકે છે. પરંતુ સંબંધોમાં થોડો ઉતાર-ચડાવ આવી શકે છે, પરંતુ અંતમાં બધુ ઠીક થશે.
મૂળાંક 8
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૂળાંક 8વાળા જાતકો માટે નવું વર્ષ પ્રગતિ લઈ આવશે. મહત્વનું છે કે જેનો જન્મ કોઈ મહિનાની 8, 17 કે 26 તારીખે થયો છે તેનો મૂળાંક 8 હોય છે. જ્યોતિષ અનુસાર મૂળાંક 8ના સ્વામી ગ્રહ શનિ છે. તેવામાં શનિના પ્રભાવથી આ વર્ષે તે લોકો પોતાના અધૂરા કામ પૂરા કરી શકે છે. પરંતુ તેણે થોડી વધુ મહેનત કરવી પડશે. તમને સફળતા જરૂર મળશે. બસ ધૈર્ય બનાવી રાખો, સફળતા જરૂર મળશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ સારી થશે.
મૂળાંક 9
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જેનો જન્મ કોઈ મહિનાની 9, 18 કે 27 તારીખે થયો છે તેનો મૂળાંક 9 હોય છે. નવું વર્ષ મૂળાંક 9વાળા જાતકો માટે શાનદાર સાબિત થશે. 9ના સ્વામી મંગળ ગ્રહ માનવામાં આવે છે, જે સાહસ અને તાકાતના કારક હોય છે. તેવામાં આ વર્ષે તમે જૂના કામ પૂરા કરશો. કામમાં તમને સફળતા મળશે. નોકરી અને ધંધા માટે સારો સમય હશે. ઘર-પરિવારમાં ખુશીઓનું આગમન થશે. ધનલાભ થશે.
ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
Trending Photos