Mahila Naga Sadhu: શું કપડાં વગર રહે છે મહિલા નાગા સાધુ? ફક્ત આ સમયે જ આપે છે દર્શન, પછી થઈ જાય છે ગાયબ

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આવતા મહિને દુનિયાનો સૌથીમોટો ધાર્મિક સમાગમ એટલે કે મહાકુંભ શરૂ થવાનો છે. આ કુંભમેળામાં લગભગ 45 કરોડ લોકો સામેલ થાય તેવી અપેક્ષા છે. લગભગ 2 મહિના સુદી ચાલનારા આ મેળામાં કરોડો લોકો ગંગા યમુનાના સંગમમાં ડુબકી લગાવીને પુષ્યનો લાભ મેળવશે. આ મહાકુંભમાં લોકોને સાધુ સંતોના અખાડાની દિવ્યતા પણ જોવાની તક મળશે. જેમાં મહિલા નાગા સાધુઓ પણ હશે. જે ફક્ત કુંભમાં જ દુનિયાને દર્શન આપે છે. ત્યારબાદ તેઓ ક્યાં જતા રહે છે તેના વિશે કોઈ જાણી શકતું નથી. 

1/6
image

લોકોમાં સાધુ સંતો વિશે જાણવાની જિજ્ઞાસા રહેતી હોય છે. તેમાં પણ જો મહિલા નાગા સાધુઓ વિશે વાત કરીએ તો ઉત્સુકતા વધુ જોવા મળતી હોય છે. સવાલ એ છે કે શું મહિલા નાગા સાધુઓ પણ પુરુષ નાગા સાધુઓની જેમ વસ્ત્રો વગર રહે છે. તેમના નાગા સાધુ બનવાની પ્રક્રિયા શું હોય છે. તેઓ ક્યાં રહે છે. તેમનું જીવન કેવી રીતે ચાલે છે. આજે અમે તમને આ બધા પ્રશ્નોના જવાબ આપીશું.   

કેવી રીતે બને છે મહિલા નાગા સાધુ

2/6
image

ધાર્મિક વિદ્વાનોના જણાવ્યાં મુજબ શરૂઆતમાં મહિલા નાગા સાધુ બનવા માટે કોઈ પરંપરા નહતી. ફક્ત પુરુષ નાગા સાધુ જ જોવા મળતા હતા. પરંતુ હવે  દુનિયાની મોહ માયાથી અળગી થઈ ગયેલી મહિલા નાગા સાધુ પણ કુંભમાં હોય છે. આ મહિલાઓના નાગા સાધુ બનવાની પ્રક્રિયા પણ એટલી જ કપરી હોય છે જેટલી પુરુષ નાગા સાધુઓની. આ માટે તેમણે 12 વર્ષ સુધી કઠોર તપ એટલે કે પરીક્ષામાંથી પસાર થવું પડે છે. 

જીવતે જીવ કરવા પડે આ કામ

3/6
image

શરૂઆતના 6 વર્ષ તેમણે સંસારિક જીવન ત્યાગવામાં વિતાવવા પડે છે. તેઓ ફક્ત ભિક્ષા માંગીને જીવન પસાર કરે છે અને દિવસમાં એક જ વાર ભોજન કરે છે. તેઓ પલગ કે ખાટલામાં સૂઈ શકતા નથી અને ફક્ત ઘાસ ફૂસ પર જ તેમનું ઠેકાણું હોય છે. 6 વર્ષ બાદ જ્યારે તેઓ આ જીવનના આદી થઈ જાય છે ત્યાર બાદ તેઓ જીવતે જીવ પોતાનું પિંડદાન કરીને માથું મુંડાવી લે છે અને તર્પણ કરે છે. ત્યારબાદ તેમના ગુરુ તેમને મહિલા નાગા સાધુની ઉપાધિ આપે છે. પછી 6 વર્ષ તેઓ પોતાના શરીરને ગરમી, ઠંડી અને વરસાદ એમ દરેક ઋતુને સહન કરવામાં સક્ષમ બનાવવામાં લગાવે છે. 

શું કપડાં વગર રહે છે મહિલા નાગા સાધુ?

4/6
image

અનેક લોકો એવું વિચારતા હશે કે મહિલા નાગા સાધુ પણ પુરુષોની જેમ કપડાં વગર રહેતા હશે પરંતુ આ સાચુ નથી. અસલમાં તેઓ સિવ્યા વગરના ગેરુઆ રંગના વસ્ત્રો પહેરે છે. તેમને ફક્ત એક જ વસ્ત્ર ધારણ કરવાની મંજૂરી હોય છે. આ સાથે જ માથા પર તિલક, શરીર પર રાખ અને મોટી જટાઓ રાખે છે. મહિલા નાગા સાધુને આશ્રમમાં ખુબ સન્માનની દ્રષ્ટિથી જોવામાં આવે છે અને બાકી સાધવીઓ તેમને માતા કહીને બોલાવે છે. 

દુનિયાને ક્યારે આપે છે દર્શન

5/6
image

મહિલા નાગા સાધુ દુનિયાની નજરોથી હંમેશા દૂર ભક્તિમાં ડૂબેલા રહે છે અને તપ કરે છે. તેમના પર મોહ માયા, સુખ દુ:ખનો કોઈ પ્રભાવ જોવા મળતો નથી. આ કારણ છે કે સામાન્ય રીતે લોકોને મહિલા નાગા સાધુઓ જોવા મળતા નથી પરંતુ જ્યારે કુંભ મેળો લાગે તો પોતાના અખાડાઓના સાનિધ્યમાં તેઓ પણ પવિત્ર નદીઓના સ્નાન માટે પહોંચે છે. ત્યારે લોકો પહેલીવાર તેમના દર્શન  કરી શકે છે. કુંભ બાદ તેઓ ફરીથી પોતાના ગોપનીય ભક્તિ જીવનમાં પાછા ફરે છે અને દુનિયા માટે લુપ્ત થઈ જાય છે. 

Disclaimer:

6/6
image

Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.