માત્ર કંગના જ નહીં, આ મહિલા MP પણ ખટકે છે શિવસેનાને! અમરાવતીમાં બદલી નાખ્યો હતો પાર્ટીનો ઈતિહાસ

અભિનેત્રીમાંથી નેતા બનેલા નવનીત રાણાએ અમરાવતીમાં શિવસેનાનો ઈતિહાસ બદલી નાખ્યો. હાલ કોરોના સંક્રમિત હોવાથી તેઓ સારવાર હેઠળ છે. સંજય રાઉત વિશે પણ નિવેદન આપ્યું હતું. 

ખુબસુરત મહિલા સાંસદ નવનીત રાણાને થયો કોરોના

1/18
image

અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત કૌર રાણાને કોરોના થયો હતો. ત્યારબાદ તેમને આઈસીયુમાં દાખલ કરવા પડ્યાં, પરંતુ હવે તેમની તબિયતમાં સુધારો છે. તેમને હવે સામાન્ય વોર્ડમાં શિફ્ટ કરાયા છે.

નવનીત રાણાની તબિયતમાં સુધાર

2/18
image

ઓગસ્ટના મધ્યમાં નવનીત રાણાના શરીરમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતાં. ત્યારબાદ તેમને નાગપુર વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. નવનીત રાણાના ઘરમાં સૌથી પહેલા તેમના સસરા કોરોના સંક્રમિત થયા હતાં.

નવનીતનો આખો પરિવાર કોરોના સંક્રમિત

3/18
image

નવનીત રાણામાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા બાદ આખા પરિવારનો કોરોના ટેસ્ટ થયો અને તેમના પતિ રવિ રાણા અને બે બાળકોમાં પણ કોરોના જોવા મળ્યો હતો. ત્યારબાદ બધાને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતાં. જો કે ત્યારબાદ બધાની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો.

શ્વાસ લેવામાં થઈ હતી તકલીફ

4/18
image

નવનીત રાણાને સૌથી પહેલા શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ તેમની કોરોના તપાસ થઈ. ખબર પડી કે તેમના પરિવારના 16 લોકોમાં કોરોનાનું સંક્રમણ છે. જેમાં તેમના પતિ અને બે બાળકો ઉપરાંત બહેનનો પરિવાર અને ભાઈ પણ સામેલ હતાં.

નવનીતની ફિલ્મોથી રાજનીતિ સુધીની સફર

5/18
image

તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી નવનીત કૌર રાણા મહારાષ્ટ્રના અપક્ષ ધારાસભ્ય રવિ રાણાના પત્ની છે. બંનેએ એક સામૂહિક વિવાહ સમારોહમાં લગ્ન કર્યા હતાં. જેની ચારે બાજુ ચર્ચા થઈ હતી.

નવનીતે કર્યું હતું કંગનાનું સમર્થન

6/18
image

નવનીતે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ શરૂ થયેલા વિવાદમાં કંગનાને સાથ આપ્યો હતો અને મહારાષ્ટ્રની શિવસેના સરકાર દ્વારા તેમની ઓફિસ તોડવાનો પણ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે નિવેદન બહાર પાડીને શિવસેનાના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું હતું.

નવનીતે ઉદ્ધવને આપી હતી શિખામણ

7/18
image

અમરાવતીથી સાંસદ નવનીત કૌર રાણાએ વીડિયો સંદેશ બહાર પાડીને કહ્યું હતું કે હું શિવસેના અધ્યક્ષ તથા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ભલામણ કરું છું કે કાં તો તેઓ સંજય રાઉતનું સમર્થન કરે અથવા તો તમે જો મહિલાઓ પ્રત્યે સારી ભાવના ધરાવો છો તો મહિલાઓનું સમર્થન કરીને રાઉત પાસેથી સંસદની સદસ્યતાથી રાજીનામું માંગો

શિવસેના સાથે છે જૂની અદાવત

8/18
image

34 વર્ષની અભિનેત્રી અને અપક્ષ ઉમેદવાર નવનીતે શિવસેના નેતા અને બે વારના સાંસદ આનંદરાવ અડસૂલને 36,000થી વધુ મતોથી હરાવ્યા હતાં. તેમના વ્યાપક પ્રચાર અને ગ્રામીણ મતદાતાઓ સાથે જોડાણના કારણે તેમને આ ચૂંટણીમાં જીત મળી હતી. જેણે શિવસેનાનો ઈતિહાસ બદલી નાખ્યો હતો.

કંગના સાથે અને સંજય રાઉતની વિરુદ્ધમાં

9/18
image

9 સપ્ટેમ્બરના રોજ અપક્ષ સાંસદ નવનીત રાણાએ અભિનેત્રી કંગના રનૌત વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ બદલ શિવસેના સાંસદ સંજય રાઉત પાસે રાજીનામું માંગ્યુ હતું.

બાબા રામદેવના ભત્રીજા સાથે નવનીતના લગ્ન

10/18
image

નવનીતે 2011માં રવિ રાણા સાથે લગ્ન કર્યાં. 3100થી વધુ કપલ સાથે સામૂહિક લગ્ન સમારોહમાં તેમણે લગ્ન કર્યા હતાં. આ વિવાહમાં તત્કાલિન મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ અને યોગ ગુરુ બાબા રામદેવ પણ સામેલ હતાં. નવનીતના પતિ રવિ રામદેવના ભત્રીજા થાય છે.

ફિલ્મી દુનિયાને હંમેશા માટે કરી અલવિદા

11/18
image

લગ્ન બાદ જ વર્ષ 2011માં નવનીત કૌરે ફિલ્મી સફરને હંમેશા માટે અલવિદા કરી દીધી. તેમણે ફિલ્મ છોડીને રાજકારણમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો.

સાઉથમાં ખુબ ફેમસ હતી નવનીત રાણા

12/18
image

નવનીત રાણા ઘણા સમયથી દક્ષિણ ભારતીય ફિલ્મોમાં કામ કરતા હતા. તેમનો ચહેરો પણ સાઉથની ફિલ્મોમાં ખુબ જાણીતો છે.

નવનીત રાણાનો ફોટોશૂટ

13/18
image

રાજનેતા બનતા પહેલા નવનીત રાણા હંમેશા હોટ કપડાંમાં જોવા મળતા હતાં પરંતુ રાજકારણમાં આવ્યાં બાદ કપડાનો અંદાજ બદલાઈ ગયો.

નવનીતનો ગ્લેમરસ અંદાજ

14/18
image

એક અભિનેત્રી તરીકે નવનીત રાણાએ અનેક ગ્લેમરસ રોલ કર્યા છે. તેમના અભિનયના લોકો દીવાના હતાં.

અચાનક તબિયત બગડી

15/18
image

અભિનય ક્ષેત્રમાંથી રાજકારણમાં આવ્યા અને અમરાવતીના અપક્ષ ધારાસભ્ય નવનીત રાણાની અચાનક તબિયત બગડી ગઈ. ત્યારબાદ અમરાવતીથી નાગપુર વોકહાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં.

સ્થિતિમાં સુધારો

16/18
image

નવનીત રાણાના પતિ રવિ રાણા અને નવનીત રાણાના રિપોર્ટ પહેલા નેગેટિવ આવ્યા પરંતુ ત્યારબાદ તેઓ પણ કોરોના સંક્રમિત થયા હતાં. હાલ નવનીતની સ્થિતિમાં સુધારો છે.

કોરોનાથી પરેશાન નવનિત

17/18
image

કોરોના વાયરસના સંક્રમણના કારણે નવનીત રાણાએ ખુબ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલમાંથી જારી થયેલા મેડિકલ બુલેટિનનો તેમના સમર્થકોને ઈન્તેજાર રહેતો હતો. નવનીતના સ્વાસ્થ્યની જાણકારી સમયાંતરે હોસ્પિટલ દ્વારા અપાતી રહે છે.

સદસ્યતા રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ

18/18
image

રાજ્યના એકમાત્ર અપક્ષ સાંસદ નવનીત કૌર રાણાની સંસદની સદસ્યતા રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટના નાગપુર બેચમાં બે અરજી દાખલ કરાઈ છે. પહેલી અરજી પૂર્વ સાંસદ અને અમરાવતીથી ઉમેદવાર રહેલા અડસૂલે દાખલ કરી છે. જ્યારે બીજી અરજી શિવસેના નેતા સુનીલ ભાલેરાવે દાખલ કરેલી છે.