મુંબઈમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, હોટલમાંથી 4 અભિનેત્રીને રેસ્ક્યૂ કરાઈ, પોલીસે દલાલને પણ દબોચ્યો
મહારાષ્ટ્રમાં પોલીસે સપના નગરી મુંબઈમાં ગત રાતે દેહવેપારના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડાનું અભિયાન ચલાવ્યું અને આરોપીની ધરપકડ કરી. આ મામલે હાલ પોલીસ તપાસ ચાલુ છે. પોલીસે આરોપીઓના ચંગુલમાંથી 4 અભિનેત્રીઓને રેસ્ક્યૂ કરી છે. મુંબઈ પોલીસના એક અધિકારીએ રેકેટની પુષ્ટિ કરતા જણાવ્યું કે પોલીસને બાતમીદાર પાસેથી માહિતી મળી હતી જેના આધારે પોલીસે હોટલમાં જાળ બીછાવી અને શ્યામ સુંદર નામનીા વ્યક્તિને મહિલાઓને દેહવેપારમાં ધકેલવાના આરોપમાં પકડ્યો છે.
સેક્સ રેકેટનો પર્દાફાશ
મુંબઈ પોલીસે શુક્રવારે 14 માર્ચ 2025ના રોજ મુંબઈના પવઈ વિસ્તારમાં એક સેક્સ રેકેટનો ખુલાસો કર્યો. આ દરમિયાન પોલીસે 4 મહિલાઓને હોટલમાંથી રેસ્ક્યૂ કરી અને એક દલાલને દબોચ્યો. અધિકારીઓના જણાવ્યાં મુજબ દેહવેપારમાં સામેલ આ ચારેય યુવતીઓ સ્ટ્રગલિંગ એક્ટર્સ છે.
દલાલને દબોચ્યો
અધિકારીઓના જણાવ્યાં મુજબ મુંબઈ પોલીસને એક ગુપ્ત માહિતી મળી અને ત્યારબાદ આ મામલાની તપાસ કરતા આ સેક્સ રેકેટનો ખુલાસો કર્યો. આ દરમિયાન પોલીસે રેકેટનું સંચાલન કરનારા એક વ્યક્તિને પણ પકડ્યો. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને આરોપીની સતત પૂછપરછ થઈ રહી છે.
એક અધિકારીના જણાવ્યાં મુજબ પોલીસને મળેલી ગુપ્ત સૂચનાના આધારે હોટલમાં જાળ બીછાવી અને મહિલાઓને દેહવેપારમાં ધકેલવાના આરોપમાં શ્યામ સુંદર અરોડા નામના વ્યક્તિને દબોચ્યો. અધિકારીઓનું કહેવું છે કે ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવવા માટે સ્ટ્રગલ કરતી આ 4 યુવતીઓમાંથી એક પીડિતે હિન્દી ટેલિવિઝિન સીરિયલમાં કામ કર્યું છે. આરોપી અને તેના સહયોગીઓ વિરુદ્ધ પવઈ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થયો છે. આ મામલે પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે.
(Disclaimer: તમામ તસવીરો પ્રતિકાત્મક)
Trending Photos