ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : ઠંડી બાદ માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે

Written ByDipti Savant
Published: Dec 04, 2025, 09:44 AM IST|Updated: Dec 04, 2025, 09:44 AM IST

Weather Update News : રાજ્યભરમાં ઠંડીનો ચમકારો ફરી વળ્યો છે. ઠંડીની ડિગ્રીમાં પણ વઘારો થયો છે. ત્યારે ફરી એકવાર ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે. 

દિત્વાહ વાવાઝોડું નબળું પડ્યું 1/4

દિત્વાહ વાવાઝોડું નબળું પડ્યું 

હવામાનમાં આ નવો ફેરફાર આવ્યો છે. જે ચક્રવાત દિત્વાહના નબળા પડીને ડિપ્રેશનમાં ફેરવાયા પછી આવ્યો છે. રવિવારે મોડી રાત્રે નબળી પડી ગયેલી સિસ્ટમ પુડુચેરીના ઉત્તરમાં, મરક્કનમ નજીક દરિયાકાંઠે પહોંચી ગઈ હતી. હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ વધુ નબળી પડીને દક્ષિણ-પશ્ચિમ તરફ આગળ વધવાની ધારણા છે. પરંતુ આગામી થોડા દિવસોમાં તે કર્ણાટકના કેટલાક ભાગોમાં વરસાદ લાવશે. 

વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે 2/4

વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે 

4 થી 8 ડિસેમ્બર વચ્ચે એક નબળો પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા રહેશે. 5 થી 10 ડિસેમ્બરમાં ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું થઈ શકે છે. 18 થી 24 ડિસેમ્બર એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા અને બંગાળના ઉપસાગરમાં આ આરસામાં એક ડિપ્રેશન બનતા તેની ભેજની અસરના કારણે અને અરબી સમુદ્રમાં હળવા ભેજના કારણે મજબૂત પશ્ચિમી વિક્ષેપના કારણે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં માવઠું થવાની શક્યતા રહેશે. 

ઠંડી ક્યારે આવશે 3/4

ઠંડી ક્યારે આવશે 

આગામી 48 કલાકમાં રાજ્યના ભાગોમાં ઠંડી આવવાની શક્યતા રહેશે તેવું હવામાન નિષ્ણાતનું અનુમાન છે. ઉત્તર ગુજરાત, પાટણ, સમી, હારીજ, બનાસકાંઠા, સાબર કાંઠા, પંચમહાલ, ગાંધીનગરના ભાગોમાં ઠંડી આવી શકે છે. 

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો4/4

રાજ્યમાં ઠંડીનો ચમકારો વધ્યો

બે દિવસથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 11.0 ડિગ્રી નીચે નોંધાયું છે. અમદાવાદમાં 16 ડીગ્રી આસપાસ તાપમાન નોધાયું છે. ગાંધીનગરમાં 15, ડીસામાં 15 અને વલ્લભ વિદ્યાનગરમાં 16.8 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું છે. તો ડોદરા 15.8, સુરત 18.6 અને દમણ 16.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 14.8, કંડલા એરપોર્ટ 14.9 ડિગ્રી તાપમાન નોંધાયું. અમરેલી 13.8, ભાવનગર 18.0, દ્વારકા 18.6, પોરબંદર 16.4 અને રાજકોટ 14.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વેરાવળમાં 18.9, દિવ 16.4, સુરેન્દ્રનગર 17.4, મહુવા 15.6 અને કેશોદ 15.1 ડિગ્રી તાપમાન નોંધાયું.